Charchapatra

આ તે કેવી વિકાસની પરિભાષા?

હાલમાં ચૂંટણી પર્વ વંચાઇ રહ્યું છે. તેમાં વિકાસની ઘણી વાતો થાય છે. પરંતુ વીજળીનો ભાવવધારો… ગેસમાં ભાવવધારો અને ખાનગી શાળાના સંચાલકોને ફાયદો થાય તે માટે વિદ્યાર્થી માટે ફી વધારો… હાલમાં જે જીએસટી લાગુ કરતા દરેક ખાદ્ય પદાર્થના ભાવો વધ્યા. ભરતી સમયસર ન થતાં યુવાધન વેડફાઇ રહ્યું છે. ઓછા કર્મચારીને કારણે પ્રજાના કામમાં વિલંબ થતાં પ્રજાએ ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડે. પોલીસ કર્મચારી કે કોર્ટ ઓછા કર્મચારી, કામનું ભારણ વધતાં તેઓ પણ શું કરે? પ્રજાએ જ દુ:ખી થવાનું. આને કારણે કાચા કામના કેદી વર્ષોથી કારાવાસ ભોગવી રહ્યા છે તેના ઘરનાં બાળકો અને વડીલોનું શું?  જાહેરમાં હત્યા કરવી, બળાત્કારના ગુના વધતા જાય છે.

હદ ત્યારે થાય છે જયારે પોલીસ કર્મીને મારવું ડી.વાય.એસ.પી. જેવા અધિકારીને  મારી નાખવાની હિંમત કયાંથી આવે?! ડ્રગ્સની તસ્કરી બંધ થવાનું નામ લેતી નથી. તેનું વેચાણ પણ નાનાં નાનાં બાળકો મારફત થાય!! તેવું જ અસંખ્ય દારુના અડ્ડા ચાલે છે. (સરકાર જાણે છે) દરેક અડ્ડાઓ સાથે જોડાયેલ અનેક યુવાનોનાં માનસ કેવાં? ધાક કોનો? પછી બળાત્કાર, લૂંટફાટ થાય જ ને?! રાજકીય નેતાઓને ફકત ચૂંટણીની પડેલ છે. પ્રજાના દુ:ખની નહીં?! એઓ તો મોટા માથાને સાચવવામાં અને છાવરવામાં જ રસ છે કે જયાંથી સરસ મેળવી શકાય છે. મોટા માથાની લોન માફ કરવી કેમ?! વર્ષ 2019-20 દરમ્યાન 2.37 લાખ કરોડની લોન માંડી વાળવી પડી? પ્રજાના જ પૈસા છે ને સાહેબ! તેઓ આવો વેપલો?! સાહેબ વિકાસનું વટવૃક્ષ ઘણું મોટું દેખાય, પરંતુ એનાં મૂળિયામાં ઉધઇ લાગી રહી છે તે તરફ ધ્યાન ન આપવામાં આવે તો આ વૃક્ષ ધરાશયી થઇ શકે.
અમરોલી          – બળવંત ટેલર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top