Charchapatra

આ બારકોડ શું છે?

બારકોટની શોધ અમેરિકામાં ૧૯૫૧ માં નોર્મન જોસેફ વૂડલેન્ડ અને બર્નાર્ડ સિલ્વર દ્વારા કરવામાં આવી હતી. બારકોડનો સૌ પ્રથમ ઉપયોગ એક અમેરિકન કંપની ‘કાર એસોસિએશન અમેરિકન રેલરોડ્‌સ’ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ બારકોડનો ઉપયોગ કાર માલિકનું નામ, કાર મોડેલ નંબર અને કાર નંબર રાખવા માટે કરતા હતા. \ બારકોડ એ પ્રિન્ટેડ નંબરોનું એક બંધારણ છે જેમાં તેની પછળ લાઇનો દોરેલી હોય છે તેમાં કાળા અને સફેદ રંગની ૯૫ લાઇનો હોય છે. આ લાઇનો વાંચવા માટે બારકોડ સ્કેનરનો ઉપયોગ કરવામાં આવે છે. બારકોડમાં આંકડા અને સીધી લાઇનોમાં પ્રોડકટ અંગેની પૂરી જાણકારી આપેલી હોય છે. જેવી કે એની કિંમત, કયા દેશમાં બનેલી છે, કઇ કંપનીએ બનાવી છે, કયારે બનાવી છે વગેરે વગેરે. હવે તો સ્માર્ટ ફોનમાં પણ બારકોડ રીડર ઉપલબ્ધ હોય છે.  બારકોડને બે ભાગમાં વહેંચવામાં આવે છે. ‘લિનિયર બારકોડ’ અને ‘ડાયમેન્શન 2D બારકોડ.’ ‘ડાયમેન્શનલ 1 D’ બારકોડ પણ હોય છે જેનો ઉપયોગ સાબુ, પેન, મોબાઇલ વગેરેમાં કરવામાં આવે છે, જયારે 2D બારકોડ ઓનલાઇન પેમેન્ટ કરતી એપ્સમાં હોય છે. 2D બારકોડમાં વધારે ડેટા સમાયેલા હોય છે. બારકોડ આવ્યા પછી મોટા વેપારીઓને, મોટા સ્ટોરોમાં તથા મોટા મોટા મોલમાં ઘણી સરળતા થઇ ગઇ છે.
સુરત      – ડો. કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top