બીજા વિશ્વ યુદ્ધમાં દુશ્મન દેશોએ એક બીજા શું તૈયારી કરી રહ્યા છે. તે જાણવા જાસુસી કરતાં. ઘણાં જાસુસો પકડાતા અને ઘણાંને તો દુશ્મન દેશ ‘અલોપ’ કરી દેતા તેનો કોઈ હિસાબ નથી રહ્યો. જાસુસી ક્ષેત્રે ઘણાં પુસ્તકો લખાયા છે. ભારતના જાસુસી તંત્ર RAWના વડા ‘કાઉ’ એક RAW ઉભુ કરવામાં ઘણી જહેમત ઉઠાવી હતી. બંગલાદેશ બન્યો તે પહેલાં ‘પૂર્વ પાકિસ્તાન’ કહેવાતો. ઇન્દીરા અને જનરલ માણેકશાએ હુમલો કર્યો એ પહેલાં પૂર્વ પાકિસ્તાનની રજે રજ માહિતી ‘‘કાઉ’’ સાહેબ પાસે હતી. એક દાખલો લો.
બાંગ્લાદેશને આઝાદ કર્યું પછી વડાપ્રધાન મુજીબૂર રહેમાન નવી દિલ્હી ઈન્દીરા ગાંધીને મળવા આવ્યા. ઈન્દીરાબેને ‘‘કાઉ’’ સાહેબને મીટીંગમાં હાજર રાખેલા. તેમણે મુજીબૂર રહેમાનને પૂછ્યું ‘બોલો તમારી સમસ્યાઓ શું શું છે?’ મુજીબુરે ‘‘કાઉ’’ સામે જોયું અને બોલ્યા, ‘‘મારી સમસ્યાઓની માહીતિ મારા કરતા કાઉને વધુ છે!’’ જાસુસી તંત્રના વડાનો આટલો પ્રભાવ હોય છે. શંકરન નામના આઈ.પી.એસ. અધિકારી RAWના વડા હતા તેમણે પુસ્તક લખ્યું ‘‘Inside RAW’’, જેમાં જણાવ્યું છે કે Inteligence Bureau- આઈ.બી.ના વડા, પ્રધાનમંત્રીને રોજ સવારે મોઢામોઢ મળી ગુપ્ત માહીતિ જણાવતા હતા.
પરંતુ જાસુસી કરવા કરાવવાથી કોઈપણ દેશ ચાલતો નથી. ઈઝરાયેલે જાસુસી માટેના ઉપકરણો શોધ્યા. મોદી કરોડોને ખર્ચે એ ઉપકરણો કામે લગાડી દેશની જનતા ક્યારે કોની સાથે ફોન પર શું વાત કરે છે, તેની રજેરજ બાતમી મેળવવા લાગ્યા. પરંતુ પગનીચે ચાલતી ગડમથલનો તાગ એ જાણી શક્યા નહીં. હમાસ નામના આતંકવાદી સંગઠને આખા ઇઝરાયેલના ભૂગર્ભમાં ટનલો બનાવી દીધી તેનો ઇઝરાયેલના ‘‘મોસાદ’’ નામના જાસુસીતંત્રને અણસાર જ ન આવ્યો, ક્યાં સૈનિકો-સરંજામની જમાવટ થતી હતી તેની પણ તેને ખબર જ ન પડી!
અહીં મોદીએ પ્રચારતંત્ર પણ કબ્જો જમાવી દીધો, ખબરપત્રીઓ, ટીવી એન્કરો, તંત્રીઓ, જજો, અમલદારોને ફોડી નાંખ્યા અને પોતાની ‘મનકી બાત’ કરોડો ભારતીયોને પહોંચાડવા લાગ્યા. પરંતુ જનતાના મનની વાત તેના દિમાગ સુધી પહોંચી ન શકી, અને ચૂંટણી હારવાની નોબત આવી! જાસુસી જ્યારે નિગેટીવ બની જાય, ત્યારે રાજકર્તાનો અહંકાર ચરમસીમાએ પહોંચી જાય. જાસુસી જ્યારે પોઝીટીવ ઈરાદાઓથી વપરાય, ત્યારે જનતાનું કલ્યાણ થાય. પરંતુ એવા પોઝીટીવ દિમાગવાળા રાજનીતિજ્ઞો છે ક્યાં?
સુરત – ભરત પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.