Charchapatra

આઝાદી પછી પણ ગામડાની પરિસ્થિતિ કેવી!

ગુજરાતમિત્ર એડિટોરીયલ પેજ પર ડૉ.નાનક ભટ્ટનો લેખ વાંચી આ પત્ર લખવા માટે પેન ઉતાવળી બની. આજે ગામડામાં ઝડપી બદલાવ આવી રહ્યો છે જેનું કારણ શિક્ષણ છે પરંતુ તેમાં જે ગુણવત્તા હોવી જોઈએ તે ઓછી છે. છેવાડાના વિસ્તારોમાં આજે પણ આધુનિકીકરણ માટે નેટવર્ક નથી. જે લોકકાર્ય થવું જોઈએ તે ખાનગી ધારા ધોરણ મુજબ આપવામાં આવી તો ત્યાં વ્યાપારીકરણ થાય સેવા ન હોય ગામડા માટે તે મોંઘવારી તરીકે દુશ્મન કે વિલન બની શકે છે.

નબળા વર્ગ માટે શૈક્ષણિક સંસ્થામાં અનુચ્છેદ 15 ( 5) મુજબ આરક્ષણ મળ્યું પણ જોઈએ તેટલા શિક્ષકો ન મળ્યા સરકાર 75 વર્ષમાં ઘણી જોગવાઈઓ કરતી રહી પણ ઉચ્ચ વર્ગના નાગરિકો તેમાં કાણું પાડીને કામ કરતાં  આવ્યા છે. તે પછી આયુષ્યમાન કાર્ડ હોય કિસાન સન્માન નિધિ હોય કે ખાધા ખોરાકની યોજના હોય કોઈ પણ યોજનામાં પારદર્શકતાની જગ્યા પર ભ્રષ્ટાચારનો રાફડો જોવા મળે છે આઝાદીનો આટલો લાંબો સમય છતાં આજે ગામડાનો વિકાસ સુવર્ણમાં દેખાવું જોઈતો હતો પણ તે બુઠ્ઠો દેખાય છે. આજે યોજનાઓનો દુકાળ નથી પરંતુ સારા સેવકોનો દુકાળ છે.
ડોલવણ, તાપી –  હરીશકુમાર ચૌધરી પારેખ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top