ગુજરાત મિત્રમાં સમકિત શાહનાં 31-8-2025 ના રોજ છપાયેલા લેખ મુજબ ચૂપચાપ ગ્રાહકોની જાણ વગર પેટ્રોલમાં ઈથનોલ ભેળવીને હવે પેટ્રોલ વપરાશ કરતી ગાડીઓમાં આ મિશ્રિત પેટ્રોલ ઈથનોલથી જો કોઈ ફરિયાદ ન થાય તો ફરજીયાત ચલાવવું પડશે તેને કારણે થતા એન્જિનને નુકસાન પહોંચાડે છે. તેવું ઓટોમોબાઇલ ઉત્પાદકો જ કહે છે. જે સમય કરતા વાહનો વહેલા ખખડી જશે તેની ભરપાઈ કોણ કરશે? જ્યાં પેટ્રોલથી ગાડી ચાલે જ છે તો પછી ગ્રાહકોની જાણ વગર ઇથોનલ ભેળવવાની જરૂર શું કામ પડી?
જાણવા મળ્યા મુજબ નિતિન ગડકરીના પુત્રો આ ઈથોનલના વેપારમાં છે અને ગડકારીના ઇશારે જ આ ઈથોનલ મિશ્રિત પેટ્રોલ વેચાણ ચાલુ થયું હોય તેવું લાગે છે. વાહનોમાં ઇથોનલ મિશ્રિત થતું અટકાવવા કોઈ એ જાહેરની હિતની અરજી પણ કરી છે. જે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આપણે ત્યાં નેતાઓના પુત્રોના પરાક્રમો અવરનવર પેપરોમાં આવતા રહે છે આપની કમનશીબી છે કે નેતાઓ પોતાના પુત્રોને મહત્વના ધંધામાં કે મહત્વના સ્થાન પર બેસાડી દે છે. જાહેર હિતની અરજીની 1 સપ્ટેમ્બરે સુનાવણી થવાની છે. આશા છે કે ચુકાદો પ્રજા હિતમાં હોઈ શકે.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે