શું તમે જાણો છો કે પ્રજાસત્તાક દિન (26 જાન્યુઆરી) અને સ્વતંત્રતા દિન (15 ઓગસ્ટ) પર ધ્વજ ફરકાવવામાં શું અંતર છે? 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિને તિરંગાને નીચેથી દોરડા દ્વારા ખેંચીને ઉપર લઇ જવામાં આવે છે, પછી તેને ખોલીને ફરકાવવામાં આવે છે જેને ધ્વજારોહણ કહેવામાં આવે છે. કારણ કે તે 15 ઓગસ્ટ 1947ની ઐતિહાસિક ઘટનાને સન્માન આપવાના હેતુથી કરવામાં આવે છે. તે સમયે વડાપ્રધાને આ જ પ્રકારે ધ્વજ ફરકાવ્યો હતો. બંધારણમાં તેને ધ્વજારોહણ (Flag Hoisting) કહેવામાં આવે છે.
પહેલું અંતર
15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિને તિરંગાને નીચેથી દોરડા દ્વારા ખેંચીને ઉપર લઇ જવામાં આવે છે, પછી તેને ખોલીને ફરકાવવામાં આવે છે જેને ધ્વજારોહણ કહેવામાં આવે છે. કારણ કે તે 15 ઓગસ્ટ 1947ની ઐતિહાસિક ઘટનાને સન્માન આપવાના હેતુથી કરવામાં આવે છે. તે સમયે વડાપ્રધાને આ જ પ્રકારે ધ્વજ ફરકાવ્યો હતો. બંધારણમાં તેને Flag Hoisting (ધ્વજારોહણ) કહેવામાં આવે છે. જ્યારે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિને તિરંગો ઉપર જ બાંધેલો હોય છે, જેને ખોલીને ફરકાવવામાં આવે છે. બંધારણમાં તેને Flag Unfurling (ધ્વજ ફરકાવવો) કહેવામાં આવે છે.
બીજુ અંતર
15મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન જે કેન્દ્ર સરકારના પ્રમુખ હોય છે, તે ધ્વજારોહણ કરે છે. કારણ કે સ્વતંત્રતા દિને ભારતનું બંધારણ લાગુ થયું ન હતું અને રાષ્ટ્રપતિ જે રાષ્ટ્રના બંધારણીય પ્રમુખ હોય છે, તેમણે પદભાર ગ્રહણ કર્યુ ન હતું. આ દિવસે સાંજે રાષ્ટ્રપતિ પોતાનો સંદેશ રાષ્ટ્રના નામે આપે છે. જ્યારે 26 જાન્યુઆરીએ જે દેશમાં બંધારણ લાગુ થવાના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે, તે દિવસે બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે.
ત્રીજુ અંતર
સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરવામાં આવે છે જ્યારે પ્રજાસત્તાક દિને રાજપથ પર ધ્વજ ફરકાવવામાં આવે છે.
ચોથુ અંતર
સમગ્ર ભારતમાં ગણતંત્ર દિવસને વધુ ધામધૂમથી ઉજવવામાં આવે છે જ્યારે પ્રજાસત્તાક દિનની સરખામણીમાં સ્વતંત્રતા દિવસે આમ નથી થતું.
પાંચમું અંતર
પ્રજાસત્તાક દિને દેશ પોતાની સૈન્ય તાકાત અને સાંસ્કૃતિક એકતા દર્શાવે છે. જ્યારે સ્વતંત્રતા દિને આવું નથી થતું.
છઠ્ઠુ અંતર
26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિને સમારોહના મુખ્ય અતિથિ આવે છે જ્યારે સ્વતંત્રતા દિને આમ નથી થતું.
સાતમુ અંતર
26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ બંને રાષ્ટ્રીય પર્વ છે. 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ કહેવામાં આ છે અને 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ કહેવામાં આવે છે.