હિંદુઓ સાથે દેશમાં તો અત્યાચાર વર્ષોથી ચાલે છે. મૂળ સનાતની દેશ તો પણ કટ્ટરવાદી આક્રમણખોરોએ હિન્દુઓના નાશ માટે કાર્ય કરેલા છે. અરે નાલંદાની વિદ્યાપીઠનાં પુસ્તકાલયને ગઝનીએ બાળી નાખેલાં. આ આગ એટલી ભયંકર હતી કે મહિનાઓ સુધી હોલવાઈ ન હતી. આ ક્રૂરતા હતી. આજે હિન્દુસ્તાનમાંથી છૂટો થયેલો દેશ પાકિસ્તાન. અને પૂર્વ પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ બન્યો. ત્યાંનાં એક કરોડ હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. કોઈ બોલતું નથી. ઈસ્કોનના સંતને પકડી હિરાસતમાં લીધા છે.
મંદિરો તોડાઈ રહ્યાં છે. નોબલ પુરસ્કારવાળો યુનુસ પાકો કટ્ટરવાદી છે. હિન્દુઓ પર જુલ્મને વધારવા પ્રોત્સાહિત કરી રહ્યો છે. વિશ્વનાં હિન્દુઓ આગળ આવે. બાંગલા દેશના હિન્દુઓને ન્યાય અપાવો, બચાવો, રક્ષણ કરો. તંત્રી લેખમાં સાચું જ કહ્યું છે કે ઈસ્કોનના સ્વામીની ધરપકડ કરી સારું નથી કર્યું. આર.એસ.એસ.ની ફક્ત ફરજ નથી, ભારતના કે દેશવિદેશના દરેક હિન્દુઓની ફરજ છે. આગળ આવો. ત્યાંનાં કટ્ટરવાદીઓથી હિન્દુઓને બચાવો. ભારતના ધ્વજ પર વિદ્યાર્થીઓ પગ ઘસડીને યુનિ. પર ચાલી રહ્યા છે. આ ક્યાંનો ન્યાય? સૌ નેપાળ, ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, બ્રિટન, અમેરિકા કે બ્રિટનનાં બધાં જ હિન્દુઓને બચાવવા આગળ આવો.
સુરત – જયા રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ગુનેગારોમાં આટલી બધી હિંમત આવી ક્યાંથી?
એક તો વિલંબિત ન્યાય, પોલીસોને પોષણક્ષમ વેતન મળતું નથી, લઘુતાગ્રંથી અનુભવે છે. વાર તહેવારે અસામાજિકો પોલીસોને માતબર ભેટ સોગાદ ધરે છે. આથી જ પોલીસોનું મનોબળ તૂટી ગયું છે. ઘણી વાર પોલીસ દ્વારા જ આગળથી રેડ પડવાની માહિતી લીક થાય છે. પૈસાપાત્રને બાઈજ્જત પેરોલ મળી જાય છે (છટકી જવા માટે) અને જેની આર્થિકતા નબળી છે તેઓ જિંદગીભર કાળ કોટડીમાં સડયા કરે છે. આ વિચારતાં એ જ સવાલ મનમાં આવે છે ‘ગુનેગારને આટલી હિંમત ક્યાંથી મળે છે?
અડાજણ – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.