પ્રશ્ન : M.Com કર્યા પછી સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપું છું. સફળતા મળતી નથી. સરકારી નોકરી મળશે? કયારે? ઓમકારેશ્વરસિંહ (સુરત)
ઉત્તર : સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળતી નથી તે માટે ગ્રહદશા અને ગ્રહોનો સાથ નથી પણ નિરાશ થવાની જરૂર નથી. હવે તમારા ગ્રહયોગો સુધરી રહ્યા છે. યોગકારક ગ્રહની દશા નજીકના સમયમાં શરૂ થવાની છે. સરકારી નોકરી માટે સવારે વહેલા ઉઠી સૂર્યને અર્ધ્ય આપો. સૂર્યગ્રહના જાપ કરો. તમને સરકારી નોકરી મળશે. તે માટેનો સંભવિત સમય 2024 – 25 છે. શનિ ગ્રહની પણ ઉપાસના કરો.
પ્રશ્ન : પુત્રના લગ્ન થતા નથી. યોગ કયારે? લગ્નજીવન કેવું? નોકરી કે ખેતી? હિરેન પટેલ (બીલીમોરા)
ઉત્તર : તમારા પુત્રના ગ્રહયોગો લગ્ન સૂચવતા નથી. થોડી શકયતા ઓકટોબર 23 થી 25 વચ્ચે છે. લગ્ન માટે ગુરૂ ગ્રહના જાપ કરો. શનિ – ગ્રહની પણ ઉપાસના કરો. ગ્રહો ખેતીવાડી સુચવે છે. નોકરીની શકયતા નથી.
પ્રશ્ન : હું CA, CS છું. નોકરીમાં મારુ ભવિષ્ય કેવું? લગ્નયોગ કયારે છે? મારુ પોતાનું મોટું મકાનનો યોગ કયારે? પ્રતિક ત્રિવેદી (મુંબઇ)
ઉત્તર : આપ CA છો અને હાલમાં નોકરીમાં જોડાયા છો તે સારી વાત છે. આપણે માટે નોકરીમાં સારી તક છે. આપ નોકરીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરશો. 2023 પછી નોકરીમાં સારુ છે. લગ્ન માટે ગ્રહો ઘણા નબળા છે અને તેથી આટલો વિલંબ થયો છે. આપના લગ્નનો યોગ 01/05/2023 થી 30/04/2024 વચ્ચે છે. તમારા પોતાના મોટા મકાન માટે રાહ જોવી પડશે. મકાન માટેનો સંભવિત યોગ 2030 – 32 વચ્ચે છે. આપ ગુરૂ અને શનિ ગ્રહની આરાધના કરો.
પ્રશ્ન : મારા પુત્રના લગ્ન થયા પછી મનમેળના અભાવને કારણે એપ્રિલ – 2022માં છુટાછેડા થયા છે. ફરી લગ્ન કયારે થશે? નિરાલી પટેલ (વલસાડ)
ઉત્તર : તમારા પુત્રના એક વખત લગ્ન થયા પછી છુટાછુડા થયા છે અને બીજા લગ્ન કયારે થશે તે જાણવા આપ ઉત્સુક છો. કુંડળીના ગ્રહો જોતા બીજા લગ્ન થવાની શકયતા બહુ ઓછી છે. થોડી સંભાવના ઓકટોબર 23 થી 31 મે, 2024 સુધી છે. આ માટે ગુરૂ અને શનિ ગ્રહની ઉપાસના કરો. બંને ગ્રહના નિયમિત જાપ કરો.
પ્રશ્ન : ઘણી કોશિશ કરવા છતાં લગ્ન થતા નથી. લગ્નયોગ કયારે? લગ્નજીવન કેવું? અનિકેત શાહ (થાણા)
ઉત્તર : ઘણા પ્રયત્ન કરવા છતાં લગ્ન થતા નથી, કારણ સપ્તમેશ નબળો પાપ પીડીત થયો છે. કુંડળી માંગલિક એટલે મંગળદોષવાળી છે. ગુરૂ ગ્રહ પણ નબળો છે. 2023ના ડિસેમ્બર સુધી લગ્નયોગ છે. આ માટે ગુરૂ ગ્રહના જાપ કરો. ગરીબ ભિખારીને ચણાની દાળની વાનગી આપો. શકય હોય તો ગરીબ વિદ્યાર્થીને આર્થિક મદદ કરો. બુધ ગ્રહના મંત્રજાપ કરો. લગ્નજીવન સામાન્ય રહેશે.
‘જયોતિષી સમસ્યા અને સમાધાન’ માટેના પ્રશ્નો મોકલતી વેળા તમારું નામ, જન્મ તારીખ, વર્ષ, જન્મ સમય અને જન્મસ્થળની વિગત બરાબર રીતે જણાવશો. તમારા અક્ષર વાંચી શકાય એવા હોવા જરૂરી છે. મોકલેલા પ્રશ્નના ઉત્તર શકય એટલા વહેલા આપવાનો અમારો પ્રયત્ન રહેશે. પ્રશ્નો email પણ કરી શકાશે અને ટપાલ, કુરીયર પણ કરી શકશો.
પ્રશ્નો આ સરનામે મોકલો.
‘જયોતિષી-સમસ્યા અને સમાધાન’
ગોચર અગોચર વિભાગ, ‘ગુજરાતમિત્ર’
ગુજરાતમિત્ર ભવન, સોનીફળિયા, સુરત-૩૯૫૦૦૩
mail@gujaratmitra.in