Charchapatra

સોશ્યલ મીડિયામાં શું છે કમાણી

અટેન્શન સિકિંગ, ધ્યાન ખેંચવાની પ્રવૃત્તિ આપણા જીવનનું મુખ્ય ધ્યેય બની ગઇ છે. દરેક વ્યક્તિ જ્ઞાની બની ગઇ છે. સૌને પોતપોતાના ભાગનું જ્ઞાન અન્ય લોકો સુધી પહોંચાડી સ્ટાર બનવાની કોઇ અજબ ઝંખના જાગી છે. આ જ્ઞાન રેસિપિથી શરૂ કરીને રિલેશનશીપ તંત્ર, મંત્ર અને જયોતિષ મેડિસિનથી શરૂ કરી મેડિટેશન અને સંબંધોથી શરૂ કરીને સેકસ સુધી કોઇ પણ બાબતમાં હવે સૌને બોલવું છે. દરેકને પોતાનો વિચાર, તુક્કો, વસ્તુ કે જ્ઞાન વેચી નાખવું છે. વળી સ્ટાર બનવાની આપણી ઝંખના ફિયર ઓફ મિસિંગ આઉટ તરફ લઇ જાય છે.

કઇ બાબતને લોકો સુધી પહોંચાડવી છે એનું વિવેકભાન ખોઇ બેઠો છે. જેમ તેમ લખીને પોતાનું ફર્સ્ટ્રેશન કાઢનારા લોકો ધીરે ધીરે વધતા જાય છે. સોશ્યલ મીડિયા જાણે અજાણે એક આગેરિધમ પણ આકર્ષિત કરે છે. એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ઓનલાઈન રમતોના નામે જુગાર પૈસા આપો જુગાર રમો, વધુ અપલો કરો વધુ હારો, પોર્ન અને ડાર્કવેબ વિશે આપણે ગમે તેટલી ફરિયાદ કરીએ પરંતુ સત્ય તો એ છે કે એના માટે ઈન્ટરનેટ વપરાય છે અને ઇન્ટરનેટની એક પણ સેકન્ડ મફત નથી. આપણી મહેનતની કમાણીનો કેટલો હિસ્સો આવી પ્રવૃત્તિને ફી માનીને વેડફી રહ્યા છીએ. 
ગંગાધરા           – જમિયતરામ શર્મા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top