આ ‘‘વિકાસ’’ શબ્દ પર સમગ્ર મનુષ્યતાએ ફરી વિચાર કરવાનો સમય થઈ ગયો હોવાનું અનૂભવાય રહ્યુ છે. પેહલાતો વિકાસ કોને કહેવો? શું વિકાસ એટલે આધૂનિક ટેક્નોલોજી દ્વારા અનેક સાધનો રોબર્ટ માનવ સુધીનાં સાધનો માનવ જાતના હાથમાં પકડાવતા જવુ તે? અને તેમજ હોય સાધનો વિના ચલવી લેવુ બેહતર રહેશે કારણ કે આધૂનિક ટેક્નોલોજી સાધનો તો પકડાવે છે પણ હવે તો તે સાથે-સાથે હવા પાણી ભૂમી, અગ્નિ જેવા પ્રાકૃતિક તત્વોનો પ્રદૂષણ દ્વારા વિનાશ નોતરતી જાય છે અને તેનું પ્રમાણ જ છે કે ઋતુ ચક્ર પણ ભયાનક પરીવર્તન પામી ગયુ છે.
પરીણામે પ્રાકૃતિક તમામ તત્વો મનુષ્ય સહ તમામ સજીવો પર કેર વર્તાવી રહ્યા અને જીવ સૃષ્ટીનો વિનાશ નોતરી રહ્યાં છે જો તેનાથી બચવુ હશે તો માત્ર વૃક્ષો વાવજો કે જળ શુધ્ધિકરણનો દેખાડો પૂરતો થઈપડશે નહીં. સમગ્ર પ્રાકૃતિવાને જાળવવી પડશે. પ્રાકૃતિ અને સજીવ સૃષ્ટી સંલગ્ન અને એક બીજાના પૂરક છે તે સમજવુ પડશે વિકાસ શબ્દ પર જ નહી કેટલાક સાધનો ને જતા કરવાની તૈયારી રાખી મનુષ્યતાએ વિનાશક વિકાસ પર પણ લગામ તાણવી પડશે.
નવસારી – ગુણવંત જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ન્યાય પ્રક્રિયા ઝડપી બનાવવી જરૂરી છે
આજે દેશના દરેક રાજ્યોના શહેરોમાં લાખો કેસો વર્ષોથી પેન્ડીંગ પડ્યા છે અમે કેટલાક કેસોનો એવા પણ છે જેમાં પીટીશન દાખલ કરનાર ન્યાય ઈચ્છુક બંને પક્ષકારો હયાત નથી કેસોની તારીખો ફાળવવામાં આવે છે. એની પાછલી અને આગલી તારીખો વચ્ચે ખૂબ જ મોટો સમયગાળો હોય છે. પરિણામે કેસોનો યોગ્ય સમયે નિકાલ થાય તો ઈશ્વરકૃપા કે તમારુ સદભાગ્ય નહિ તો આ કેસોના પરિણામની રાહ જોતા વ્યક્તિઓ દુનિયા છોડી દે છે જે ખૂબ જ દુભાગ્યની વાત છે.
ધીમી ન્યાય પ્રક્રિયાએ આપણા દેશની ખૂબ જ ગંભીર અને ચિંતાજનક સમસ્યા છે. 1947માં આઝાદ થયા પછી દેશની વસ્તીમાં ખૂબ જ મોટો વધારો થયો જેને પરિણામે ન્યાય ઈચ્છુક વ્યક્તિ દ્વારા કોર્ટોમાં કેસોની સંખ્યા અમર્યાદિત વધી જેની સામે સયકક્ષ ન્યાય પાલિકાનો વિકાસ અને સુધારો થવો નહી હવે વર્તમાન સરકારે ઝડપી કેસોના નિરાકરણ માટે મોટી સંખ્યામાં નવા જજોની નિમણૂંક કરવી એ સમયની માંગી છે જેથી જનહિતમાં સમયસર ન્યાય મળે અને ન્યાય પાલિકા પટે લોકોનો વિશ્વાસ જળવાય રહે એ જરૂરી છે. સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.