ભારતના જાસૂસો અને તેમના ઉપરીઓ સામાન્ય રીતે સંસ્મરણો નથી લખતા આવું તેઓ ઉપખંડની એ પ્રણાલી પ્રમાણે કરે છે જેમાં અમલદારો, ન્યાયાધીશો, પ્રધાનો અને એવા અન્ય લોકો જયારે લખે છે ત્યારે તેઓ સામાન્ય રીતે સંજોગો કે ઉપરીઓને જવાબદાર ઠેરવી પોતે દોષિત નથી એવું ધરાવતા હોય છે. એ. એસ. દુલતા 1988-90માં કાશ્મીરમાં બળવો ફાટી નીકળ્યો ત્યારે ઇન્ટેલીજન્સ બ્યૂરોના વડા હતા અને આઇ.સી. 814નું 1999માં અપહરણ થયું ત્યારે રીસર્ચ એન્ડ એનેલિસીસ વિંગ રોના વડા હતા.
તેમણે ‘વિલ્ડરનેસ ઓફ મિરર્સ્ટ શીર્ષક હેઠળ બહુ સરસ લખાણ લખ્યું છે જે આપણને ખાસ કરીને છેલ્લા ત્રણ દાયકામાં ભારતની જાસૂસી સંસ્થાની વિશાળ વિચારસરણીનો ખ્યાલ આપે છે. આ પુસ્તક સંસ્મરણો, શબ્દચિત્રો અને નિમણૂકો વિશેના પ્રતિબિંબ વગેરેનું સંકલન છે.એક રીતે આ પુસ્તક જાસૂસીની કળા, ભારતીય જાસૂસી વિશ્વની દૃષ્ટિમાં પોતાની દૃષ્ટિ વિશે 50 પાનાનો સરસ નિબંધ ધરાવે છે. સોવિયેત જાસૂસો પોતાના હરીફને ભૂલાવવામાં નાંખવા જે રીતરસમ અપનાવતા હતા તેને બીજી જાસૂસી સંસ્થાના જાસૂસી વિલ્ડરનેસ ઓફ મિરર્સ તરીકે વર્ણવતા હતા.
દુલાત થોડી આવી રીતરસમ ખુલ્લી પાડે છે પણ ઝાઝી નહીં, ખાસ કરીને જાસૂસી અધિકારીઓ ખરેખર કરે છે તે નહીં! તેઓ કહે છે કે ડેસ્કવર્ક ખરેખર મહત્ત્વનું છે. તેનો ફીલ્ડનો માણસ અને તે રીતે જાણીતો થવા માંગે છે પણ એ વાત સ્પષ્ટ છે કે તે પોતાનાથી ચડિયાતા માણસોની વાત કરે છે. દુલાત એમ.કે. નારાયણનની વાત કરે છે, ઇન્ટેલીજન્સ બ્યૂરોમાં પોતાના વરિષ્ઠ તેમજ દેશના ભૂતપૂર્વ નેશનલ સિકયુરિટી એડવાઇઝર નારાયણનને તેઓ ત્રણ રીતે ધ ગ્રેટ નારાયણન તરીકે વર્ણવે છે. નેશનલ સિકયુરિટી એડવાઇઝર દોવાલનું પણ શબ્દચિત્ર તેઓ દોરે છે અને તેઓ સ્વીકારે છે કે પોતે બોન્ડ જેવા સાહસિકો સામે આવા વિચારકો પ્રત્યે આકર્ષાય છે. તેમનું લખાણ એ સ્પષ્ટ કરે છે કે પોતે પણ એક વિચારક છે.
તેઓ લખે છે કે ઇન્ટેલીજન્સ બ્યૂરોમાં એવા પણ દિવસો હતા કે તે એવું પ્રશિષ્ટ શિક્ષણ આપતું કે પોલીસે અને લેખકો પણ જાસૂસી અધિકારી બની જતા હવે એવું નથી રહ્યું. અન્ય ચીજો પણ સમયના વહેણ સાથે બદલાઇ છે. પહેલાં વિદેશી જાસૂસોને આપણા માટે કામે લગાડવાની પ્રવૃત્તિ કાઉન્ટર ઇન્ટેલીજન્સનું જાસૂસી ક્ષેત્રે ખૂબ મહત્ત્વ હતું. હવે નથી. કારણ કે કાઉન્ટર ટેરરિઝમે સ્થાન લીધું છે. કાશ્મીરમાં જયારે બળવાખોરી માઝા મૂકતી હતી ત્યારે ભારત સરકારના તંત્ર પાસે કોઇ માહિતી કે કડી ન હતી. જાસૂસોને ઉદામવાદીઓના તંત્રમાં કોઇ સંપર્ક નહતો અને તેને કારણે ખીણમાં બળવાખોરી વધતી હતી અને બળવાની ભરતીને રોકવા માટે આપણી પાસે કોઇ કડી ન હતી.
1990ના જાન્યુઆરીમાં ઇન્ટેલીજન્સ બ્યુરોએ ચાર અધિકારીઓને ગુમાવ્યા, મારા અધિકારીઓ મને વીંટળાઇ વળ્યા અને કહે અમને ઘરે પાછા મોકલી દો. અમે અહીં ઝાઝો સમય નહીં રહી શકીએ. હવે પરિસ્થિતિ કેટલી બદલાઇ છે તે નોંધપાત્ર છે. આવા સ્થળે જાસૂસી તંત્રનો શું અર્થ જાસૂસો પોતાનો જ વિચાર કરીને કે વિચારીને હવે આપણે દુશ્મનને તેની વચ્ચે રહીને જાણીએ છીએ પણ ભારતની સરકારો ત્રીસ વર્ષમાં ઊંધા માર્ગે ચાલી છે અને પૂર્વાંચલ અને કાશ્મીરમાં આવું વલણ નહીં ચાલે.
જાસૂસી સંસ્થાઓ શંકાને કારણે મુસલમાનોને જાસૂસ નહીં બનાવે તે નહીં ચાલે અને દુલાત લખે છે કે હુર્રિયત જેવાં સંગઠનો સામે વાતચીત કરવાને સરકાર હિણપત માને છે અને ઉદામવાદી જૂથો પ્રત્યે કેમ કડક નથી થવાતું? મારા સાથી જાસૂસો આ વલણને કૂણું માને છે. પાકિસ્તાન ભારતનું તંત્ર કંઇક અંશે સાનુકૂળ પ્રતિભાવ આપશે અને કાશ્મીરમાં જાસૂસી રમતને જે પરંપરા ચલાવે છે તેના પ્રત્યે પાકિસ્તાન વધુ પડતી શંકા ધરાવે છે. 1990 પછી કાઉન્ટર ઇન્સર્જન્સી રાષ્ટ્રીય સુરક્ષા અને લશ્કરી ધ્યાન પરિવર્તન થયું તે પ્રમાણે પાકિસ્તાન આપણું માત્ર વિરોધી છે એમ આપણે માનીએ છીએ અને આપણે તેની સાથે તેના જેવો પ્રતિભાવ આપવા નથી માંગતા. દા.ત. આઇ.એસ.આઇ.ના વડાની નિમણૂક આપણને એવી દહેશત છે કે પાકિસ્તાન આપણા માટે મુશ્કેલ છે કારણ કે તે હરાવી દે.
દુલાત લખે છે કે સી.આઇ.એ.ના વડાનો સવારમાં પહેલો પ્રશ્ન તેમના તંત્રની બેઠકમાં એ હોય કે તમે કોઇ નવા જાસૂસની નિમણૂક કરી? આપણે ત્યાં એવું નથી કારણ કે આપણે એવું કરવા જ નથી માંગતા.જાસૂસીની માળા ગૂંથવાનું જ આપણે બંધ કરી દીધું છે અને તેનાથી કાશ્મીરમાં આપણને કોઇ લાભ થયો નથી એમ જણાયું છે. રોના આ વડા અને ઇન્ટોલીજન્સ બ્યૂરોના એક વરિષ્ઠ અધિકારીએ જે લખ્યું છે તે આશ્ચર્યકારક છે. વાજપેયીના વડા પ્રધાન કાર્યાલયમાં પણ વરિષ્ઠ સ્થાન ભોગવી ચૂકેલા દુલાત લખે છે કે જાસૂસી અને લેખક જોહનલા કાર કહે છે કે તમારે કોઇ દેશની માનસિકતા જોવી હોય તો તેની ગુપ્તચર સેવાને તપાસવાનું ગેરવાજબી નથી. દુલાતે જે લખ્યું છે તેની વ્યાપક અસર આપણે આવતા સપ્તાહે જોઇશું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.