Entertainment

નવાબની ઘટી નવાબી?15,000 કરોડ ગયાં પછી સૈફ પાસે કેટલા રૂપિયા બચ્યા?

ફના ગ્રહો હાલ ઠીક નથી તેવું તેને જાણનારાઓ કહી શકે છે. થોડાં સમય તેના પર પહેલા જ અટેક થયો હતો અને બાદ હવે જે સમાચાર આવ્યા છે તે નુકસાનની ગણતરી પટૌડી પરિવાર હજી કરી રહ્યું છે. બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનના પરિવારની 15000 કરોડ રૂપિયાની મિલકતોને મધ્યપ્રદેશ હાઈકોર્ટે ‘એનિમી પ્રોપર્ટી’ જાહેર કરી છે. 1999માં સૈફના પરદાદી, સાજિદા સુલ્તાનની તરફેણમાં આપેલા ચુકાદાને મધ્યપ્રદેશ હાઈકોર્ટે ઉલટાવી દીધો છે.

આ પહેલા સમજીએ કે એનિમી પ્રોપર્ટી અધિનિયમ મુજબ, 1947નાં ભાગલા પછી જેઓ પાકિસ્તાન ગયા હતાં અથવા ત્યાંનાં નાગરિક બન્યા હતાં તેમની સંપત્તિને સંચાલન કે જપ્ત સરકાર કરી શકે છે. અહીં, સાજિદા સુલતાનનાં ભાઈના પાકિસ્તાન જવાને કારણે મધ્યપ્રદેશમાં રહેલો 15000 કરોડની સંપત્તિને સરકારે એનિમી પ્રોપર્ટી જાહેર કરી છે. તો શું હવે નવાબનો રૂતબો ઓછો થશે? તો ના, એક પબ્લિક ડેટા અનુસાર, સૈફ અલી ખાનની અંદાજિત નેટવર્થ 1200 કરોડ રૂપિયા છે.

એક્ટિંગ ઉપરાંત, તે બ્રેન્ડ એન્ડોર્સમેન્ટ, ફિલ્મ પ્રોડક્શન અને બે પ્રોડક્શન કંપનીઓ, એક કપડાની બ્રેન્ડ અને એક ક્રિકેટ ટીમ ફ્રેન્ચાઇઝ સહિત અલગ અલગ બિઝનેસથી ઘણી બધી કમાણીઓ કરે છે. 54 વર્ષના સૈફ પાસે મુંબઈના બાંદ્રામાં બે વૈભવી મિલકતો છે. 2021માં જ તે તેના પરિવાર સાથે સતગુરુ શરણ એપાર્ટમેન્ટમાં ચાર માળના મકાનમાં રહેવા ગયો(જ્યાં તેની પર હુમલો થયો એ જ) આ અગાઉ, તે ફોર્ચ્યુન ટાવરમાં એક આલીશાન એપાર્ટમેન્ટમાં રહેતો હતો. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનાં આ આશિયાનાની કિંમત આશરે 100 કરોડ રૂપિયા છે, તો સૈફ હરિયાણાના ગુરુગ્રામમાં તેના રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ઉપરાંત, પટૌડી પેલેસનો પણ માલિક છે.

જેનો 2014 કબજો પાછો મેળવ્યો, 1935માં પટૌડીના છેલ્લા શાસક નવાબ ઇફ્તિખાર અલી ખાન દ્વારા બનાવાયેલો પટૌડી પેલેસ તમને રંગ દે બસંતી, એનિમલ અને અન્ય ફિલ્મોમાં પણ જોવા મળ્યો હશે. તેમના કલેક્શનમાં ફોર્ડ મસ્ટાંગ GT, રેન્જ રોવર વૉગ, મર્સિડીઝ-બેન્ઝ S350D, ઓડી R8, લેક્સસ LX 470, લેન્ડ રોવર ડિફેન્ડર અને લેક્સસ ES300hનો સમાવેશ થાય છે. આટલી પ્રોપર્ટી ગણ્યાં પછી તેના પર હુમલો થયો તે પહેલા જ તેણે કતારના દોહામાં – ધ સેન્ટ રેજીસ માર્સા અરેબિયા આઇલેન્ડ, ખાતે એક મોંઘી મિલકત ખરીદી છે. જેને તે પોતાનું વિકેન્ડ હોમ બનાવવા માંગે છે. તો 15,000 કરોડની પ્રોપર્ટી જપ્ત કરાઈ છે તેના પર હજી આગળ કાર્યવાહી થઇ શકે છે પરંતુ આ પ્રોપર્ટીમાં ઘણા બધા ભાગીદારો છે જેમાં સૈફનાં ભાગે કઈ ખાસ આવે તેમ નથી પણ સૈફના નસીબ સારા રહ્યાં તો તેનો પણ ભાગ મળી શકે છે. •

Most Popular

To Top