લોસ એન્જલસ: કેલિફોર્નિયાના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં ઓસ્કાર એવોર્ડ (Oscar awards 2022) સમારોહ ચાલી રહ્યો છે. ઓસ્કાર 2022 માં, પ્રખ્યાત અભિનેતા વિલ સ્મિથે (will smith) પ્રસ્તુતકર્તા ક્રિસ રોકને (Chris Rock) મુક્કો માર્યો. પ્રસ્તુતકર્તા ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીના વાળ વિશે એક ટિપ્પણી કરી, જેનાથી વિલ સ્મિથ ગુસ્સે થયો..જેના પર વિલ સ્મિથ ગુસ્સે થઈ ગયો હતો. તે ઊભો થયો અને સ્ટેજ પર ગયો અને પછી ક્રિસ રોકને મુક્કો માર્યો. આ પછી ક્રિસે માફી માંગી અને કહ્યું કે તે આવું ક્યારેય નહીં કરે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે, ચાહકો બે વર્ગોમાં વહેંચાયેલા છે. એક વિલને ન્યાયી ઠેરવી રહ્યો છે અને બીજો ક્રિસ. આ પછી વિલ સ્મિથને ફિલ્મ કિંગ રિચર્ડ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો.
ધ સમર ઓફ સોલને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચરની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. આ શ્રેણીમાં ભારતીય ફિલ્મ (Indian Film) રાઈટીંગ વિથ ફાયરને પણ નોમિનેટ કરવામાં આવી હતી. જોકે, ફિલ્મ એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી હતી. ‘રાઈટીંગ વિથ ફાયર’ (writing with fire ) રિન્ટુ થોમસ અને સુષ્મિત ઘોષ દ્વારા સંયુક્ત રીતે ડિરેક્ટ કરવામાં આવી છે.
વિલે ક્રિસને શા માટે મુક્કો માર્યો?
ફિલ્મ G.I.માં ક્રિસ રોક વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથની જેન વિશે મજાક ઉડાવવામાં આવી હતી. તેમણે જેડાની ટાલ પર કમેન્ટ કરતા કહ્યું હતું કે આ ફિલ્મમાં તેમને તેમના વાળ ન હોવાને કારણે લેવામાં આવ્યા છે. જ્યારે જેડાએ ફિલ્મ માટે પોતાના વાળ કપાવ્યા ન હતા. પરંતુ તે Alopecia નામની બિમારી હોવાથી ઝઝૂમી રહી છે, એટલા માટે તેણે પોતાના વાળ કપાવેલા છે. વિલને તેની પત્નીની આ રીતે મજાક ઉડાવવાનું પસંદ નહોતું અને તેણે ચાલુ શોમાં ક્રિસને મુક્કો મારીને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી.
ટ્વિટર પર યુઝર્સની કમેન્ટ
ઓસ્કાર 2022ના ચાલુ શોમાં વિલ અને હોસ્ટ વચ્ચે ઝઘડો થતા દરેકના હોશ ઉડી ગયા. મુક્કો માર્યા બાદ ક્રિસ રોક થોડીવાર માટે ઉભો રહ્યો. વિલે તેને કહ્યું કે મારી પત્નીનું નામ તેના મોંમાંથી ફરીથી ન લે, અને ક્રિસે જવાબ આપ્યો કે તે નહીં કરે. ઓસ્કર 2022 સમારોહમાં સામેલ લોકોની સાથે ટીવી પર ઈવેન્ટ જોઈ રહેલા લોકો પણ ચોંકી ગયા હતા. થોડી જ મિનિટોમાં વિલ સ્મિથ અને ક્રિસ રોક ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગ્યા. બંનેને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.
કોડા શ્રેષ્ઠ ફિલ્મ બની
‘કોડા’ને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. કોડાની સમગ્ર કાસ્ટને ઓસ્કારમાં સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું. આ ફિલ્મની વાર્તામાં ચાર જણના પરિવારના ત્રણ લોકો બહેરા છે. ચોથું પાત્ર ગાયન ક્ષેત્રે કરિયર બનાવવા માંગે છે અને તે ઘણી મોટી ઈવેન્ટ્સમાં ભાગ લે છે.