Charchapatra

રાષ્ટ્રીય ચારિત્ર્ય વિનાનો નાગરિક શું કામનો?

રાષ્ટ્રપ્રેમ વિનાનો નાગરિક ખુશ્બૂ વિનાના ફૂલ સમાન છે. લોકશાહી દેશોના લોકો રાષ્ટ્ર પ્રેમના રંગે રંગાયેલા હોય છે. ‘હુબ્બુલ વતન મિનલ ઇમાન’ અર્થાત્‌ માદર વતન માટે પ્રેમ હોવો, તે ધર્મનો જ અંશ છે, એવું ઇસ્લામમાં કહેવાયું છે. રાષ્ટ્રપ્રેમી પ્રજા ગમે તેવી કપરી પરિસ્થિતિ અને આપત્તિમાંથી પોતાના દેશને ઉગારી, આબાદ સમૃધ્ધ બનાવી શકે છે, તેનું પ્રેરક દૃષ્ટાંત જાપાન છે. આજે આર્થિક મહાસત્તા ગણાય છે. કામની ચોકસાઇ, નિયમિતતા એવી કે તેની બુલેટ ટ્રેનને ત્રીસ સેકન્ડથી વધુ મોડા પડવાની છૂટ નથી. ત્યાં ખેતીને લાયક જમીન તો સાડા તેર ટકા જ છે, સવા છોત્તેર ટકા ભૂભાગ પહાડોથી ઘેરાયલો છે. સાડા ત્રણ ટકા ક્ષેત્રમાં જ પાણી છે.

સાડા ચાર ટકા ભૂભાગ નિવાસયોગ્ય અને તેર કરોડની વસતી છતાં કોઇ ઘરવિહોણું નથી. વિશ્વમાં સૌથી વધુ વ્યકિતગત આવક પણ જાપાનીઓની છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારે સિધ્ધિ મેળવી છે. સરેરાશ સોળ કલાક દૈનિક કામ કરનાર જાપાનીઓને રજા પાડવાનું ગમતું નથી. હડતાળ વખતે કાળી પટ્ટી બાંધી નિયત સમય કરતાં વધુ સમય કામ કરી ઉત્પાદન વધારી દે છે, ઉત્પીડન નહીં. ત્યાં વધુ પડતું કામ કરતાં કરતાં મૃત્યુ પામનારને ‘કરોશી’ કહેવાય છે. દર વર્ષે આવાં બે હજાર કામદારો મૃત્યુ પામે છે. વતન પર મરી ફીટવાની આ સાચી ભાવના ગણાય.સુરત     – યૂસુફ એમ. ગુજરાતી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top