2025નું વર્ષ તેની બધા જ પ્રકારની લાક્ષણિકતાઓ સાથે પૂરું થયું છે. ભારતીય અર્થવ્યવસ્થા હજુ પણ કોઈ નક્કર પ્રગતિ કરી રહી હોય એવું કોણ જાણે કેમ માનવાનું મન થતું નથી. આ માટે કેટલાંક પરિબળો ધ્યાને લેવાં જણાય છે, જે નીચે મુજબ છેઃ ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ એટલે કે વિદેશી સંસ્થાગત રોકાણકારોને ભારતની વિકાસગાથામાં જાણે કે કોઈ જ રસ ન પડતો હોય તે રીતે ૨૦૨૫ના વર્ષ દરમિયાન ૧.૬ લાખ કરોડનું રોકાણ એમણે ગાંઠે કર્યું હતું, જે છેલ્લા બે દાયકામાં કોઈ પણ એક વર્ષ દરમિયાન વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારતીય શેરબજાર થકી પોતાનું રોકાણ પાછું ખેંચ્યાનો રેકોર્ડ છે.
છેલ્લા ૮થી ૧૨ મહિનામાં એફઆઈઆઈ કુલ્લે વેચવાલ રહી હતી અને ડિસેમ્બર, ૨૦૨૫ના એક જ મહિનામાં ૨૨,૬૧૧ કરોડ જેટલું રોકાણ એમણે પાછું ખેંચ્યું હતું. આમ, ભારતીય અર્થવ્યવસ્થાનું ગમે તેટલું ગુલાબી ચિત્ર આપણી સામે ૨જૂ ક૨વામાં આવે એ થકી વિદેશી સંસ્થાગત રોકાણકારોનું મન આપણે જીતી શકતાં નથી. આ માટેનાં કારણો પણ બહુ દૂર શોધવા જવાં પડે તેવાં નથી જે નીચેના મુદ્દાઓમાં સ્પષ્ટતાપૂર્વક રજૂ કર્યાં છે.
ભારતીય શૅરબજા૨નું વેલ્યુએશન એની કુલ કમાણી કરતાં ૨૨ ગણું છે, જે એને દુનિયાનું સૌથી મોંઘા શૅરબજાર તરીકે પ્રસ્થાપિત કરે છે. આમ, ભારતીય શેરબજારમાં રોકાણ એટલે અવાસ્તવિક રીતે ઊંચી કિંમતવાળી પ્રોડક્ટની ખરીદી બરોબર છે. વૈશ્વિક રોકાણકારો સામે આખી દુનિયામાં ગમે ત્યાં રોકાણ કરવા માટેના વિકલ્પો ખુલ્લા છે અને એટલે એમ કહી શકાય કે, ભારતીય શેરબજાર વૈશ્વિક સંદર્ભમાં મોંઘું છે.
ભારત સરકાર કોઈ પણ ભોગે ડૉલર સામે રૂપિયાને પડતો અટકાવવા માટે મરણિયા પ્રયાસ કરી રહી છે. આમ છતાંય આજે એક ડૉલર સામે ૯૧ રૂપિયાની સપાટી પકડાઈ છે. ૨૦૨૬ દરમિયાન ડૉલર ૯૫ રૂપિયા કે પછી ૧૦૦ રૂપિયાની સપાટી વટાવશે તે અંગેનો કોઈ પણ તર્ક કાચો અથવા જુઠ્ઠો પડી શકે છે.
અગાઉ જણાવ્યું તેમ જાપાન, તાઇવાન અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સ્ટોક અમેરિકન રોકાણ સામે સારું વળતર આપે છે ત્યારે વૈશ્વિક રોકાણકાર માટે અન્યત્ર સારા વળતરની તક હોવાથી ભારતીય શેરબજારમાં એ કયાં કારણોસર પોતાનું રોકાણ ચાલુ રાખીને બેસી રહે? આમ, ભારતીય શૅરબજાર મોંઘું છે એટલું જ નહીં પણ સ્પર્ધાત્મક વળતર પણ નથી આપતું, જેને કારણે વૈશ્વિક રોકાણકારો માટે ભારતમાં પોતાનું રોકાણ ચાલુ રાખવું બિનઆકર્ષક બની રહે છે.
કોર્પોરેટ અર્નિંગ એટલે કે ભારતીય કોર્પોરેટ સેક્ટરની કમાણી બહુ મેળ ખાય તેવી નથી. ખાનગી કેપેક્ષ જીડીપીના ૧૨ ટકાએ અટવાઈને ઊભું રહી ગયું છે, માંગ નબળી છે, ઉદ્યોગોમાં કેપેસિટી યુટીલાઇઝેશન ધાર્યા મુજબનું નથી, જેને કારણે આવનાર સમયમાં પણ એમના પ્રોફિટ માર્જીનમાં કોઈ નાટ્યાત્મક સુધારો થાય એવી શક્યતાઓ નથી. ઉપરોક્ત એક અથવા એક કરતાં વધુ કારણોને લઈને શૅરબજાર રોકાણકારો માટે આજની સ્થિતિએ આકર્ષક વિકલ્પ નથી એટલું જ નહીં પણ ૨૦૨૬ દરમિયાન એવાં કોઈ નાટ્યાત્મક પરિણામો આવે એવું નથી દેખાતું, જેને કારણે શૅરબજાર વિદેશી રોકાણકારોને આકર્ષે.
આમ, જે રીતે સરકાર વિદેશી હૂંડિયામણને ફૂંકી મારીને કૃત્રિમ રીતે રૂપિયાને ડૉલર સામે ૧૦૦ની સપાટી પાર કરતો રોકવા મરણિયો પ્રયાસ કરી રહી છે, બરાબર તે જ રીતે દેશનું શૅરબજાર ઊંચકાયેલું રહે તે માટે જાહેર ક્ષેત્રીય સંસ્થાગત રોકાણકારોને પોતાની પાસેના નાણાં શૅરબજારમાં ઠાલવી એને ટકાવી રાખવાનું વ્યાયામ ૨૦૨૫ના વર્ષ દરમિયાન સ૨કારે કર્યો અને એ જ ગતિવિધિ ૨૦૨૬ના વર્ષ દરમિયાન પણ ચાલુ રહે તો ‘તેરા પુણ્ય તેરે દ્વાર’ એમ આપણા જ પૈસા આપણા સંસ્થાગત રોકાણકારો અથવા જાહેર ક્ષેત્રીય કંપનીઓ થકી શૅરબજારમાં ઠાલવીને કેટલાંક ચોક્કસ ઔદ્યોગિક જૂથોનું હિત જળવાય તે રીતની કાર્યવાહી સરકારના ઇશારે થતી જોવા મળે તો નવાઈ પામવા જેવું નહીં ગણાય.
આ દેશના રોકાણકાર માટે મજબૂરી એ છે કે, એને આ કૂવામાંથી જ પાણી પીવાનું છે, એટલે શૅરબજારનું સેન્સેક્ષ અથવા નિફટી ઊંચકાય અથવા એની સાથે કોઈ ચેડાં કરવામાં આવે તો એ નવાઈ પામવા જેવું નહીં હોય. બીજી બાજુ, ૨૦૨૫ના અંતિમ છ મહિના દરમિયાન સોનું, ચાંદી જેવી ધાતુઓમાં આવેલી તેજી અને તેનો કરંટ કોપર એટલે કે ત્રાંબાને પણ લાગે તેવી શક્યતાઓ જોતાં એક છેલ્લી આશા તરીકે રોકાણકાર સોનું, ચાંદી કે ત્રાંબા તરફ વળે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી. આ બધી ઘટનાઓ વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થા હવે વિશ્વની ચોથા નંબરની અર્થવ્યવસ્થા બની છે.
આ પાછળ ૧૪૫ કરોડથી વધુ વસતી મૂળ કારણ હોય એવું જણાય છે એટલે જીડીપી વૃદ્ધિદરને કારણે દોરવાઈ જઈને અર્થવ્યવસ્થા તેજી તરફી છે અને ફુગાવો નીચો છે એટલે ભારતીય અર્થવ્યવસ્થા સદ્ધર અને મજબૂત છે એવું તારણ કાઢવા જતાં ત્યાં ભીંત ભૂલી જવાય એવું બનવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ દ્વારા ૨૦૨૫ના વર્ષ દરમિયાન રેકોર્ડ ૧.૬ લાખ કરોડનું કાગળિયું ફૂંકી મરાયું તે ઘટના કોઈ આકસ્મિક બનેલી ઘટના નથી પણ લાંબા ગાળાની ઘટના તરીકે એને વૈશ્વિક દૃષ્ટિએ ભારતીય અર્થવ્યવસ્થા આગામી સમય દરમિયાન રોકાણ માટેનો કોઈ ગંભીર વિકલ્પ પૂરો નથી પાડતી તે રીતે જોવું જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.