Charchapatra

સરકાર વિદેશી ભારતીયો વિશે શું વિચારે છે?

કેનેડાના વડાપ્રધાન તેમનાં દેશમાં વસતા મૂળ ભારતવાસીઓને રાજી રાખવા પ્રયત્ન કરે છે ને તે ભારત માટે જોખમી પણ છે.અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પણ ત્યાં વસતા મૂળ ભારતીયોને ખુશ કરવા પ્રયાસ કરે છે.હમણાં બ્રિટિશ વડાપ્રધાન સુનકે ભારતીય મૂળના બ્રિટિશ વસાહતીઓને પોતાની તરફેણમાં વાળવાના પ્રયત્નો રૂપે કન્ઝર્વેટિવ ફ્રેન્ડસ ઓફ ઇન્ડિયા ગ્રુપ બનાવ્યું.ભારતીયોને આ બધું જરૂર ગમતું હશે કારણ કે તેમાં એક અર્થમાં ભારતીયોના વધતા વર્ચસ્વની વાત છે.ભારતની સરકારએ દાયકાઓથી પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુઓ વિશે પણ સતત વિચારવું પડે છે.

વર્તમાન સમયમાં ભારત સરકારે હવે વિદેશી બાબતોની વ્યાખ્યાનો વિસ્તાર કરવો પડે તેમ છે.મૂળ ભારતીય કોઈ અન્ય દેશનું નાગરિકત્વ સ્વીકારે તો પણ તે દેશમાં તેમનાં માટે કટોકટી સર્જાય તો ભારત સરકાર તરફ જ જુએ છે.આ બિનનિવાસી ભારતીયો ભારતમાં રહેતાં તેમનાં સગાઓને નાણાં પણ મોકલતાં હોય છે.ઓધોગિક રોકાણ પણ કરે છે એટલે પણ સરકાર તેમનાં પ્રત્યે જવાબદાર છે.દેશના બજારને અને પ્રવાસનને પણ તેઓ મદદ કરે છે.એટલે સરકાર માટે વિદેશમાં વસતા ભારતીયો વિશે જુદા અભિગમ સાથે સક્રિય થવું પડશે.
સુરત     – ચિરાગ સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top