Charchapatra

લોકો મરતા રહે અને તંત્ર કહેતું રહે કે ચમરબંધીને છોડીશું નહીં, તેનો શો અર્થ?

આપણે ત્યાં કોઈ અઘટિત બનાવ બને ત્યારે એમ કહેવામાં આવે છે કે કોઈ ચમરબંધી કસૂરવારોને છોડવામાં નહીં આવે પણ કોઈ પણ જાતના કસૂર વગર જેઓ  સ્વજનને છોડી ગયાં તેનું શુ? અખબારોમાં પ્રસિધ્ધ થતા સમાચારો વાંચતાં જણાય કે ચોમાસાની ઋતુની શરૂઆતમાં જ દેશનાં રાજ્યોમાં પુલ,સડકો, ઇમારત પડી જવાની દુર્ઘટના બને છે. તાજેતરમાં બિહારમાં પુલો ધરાશાયી થયા, કોઈ પણ વસ્તુ કાયમ જળવાય નહીં પણ નકકી કરેલ અવધિ સમાપ્ત થાય તે પહેલાં જ ધરાશાયી તો શું માનવું?

કુદરતી આપત્તિ સમયે આવું બને તો માની શકાય,દરેક માનવી, પશુ, પંખીઓ, પ્રાણીઓની વયમર્યાદા નિયત કરેલ છે તે મુજબ આકસ્મિક કે કુદરતી મૃત્યુ થાય એ માની શકાય.લોકશાહીમાં લોકોના જાનમાલની સુરક્ષાની જવાબદારી સરકારની, લોકોની તેમજ ટેન્ડર પ્રક્રિયા મુજબ કામ કરનારની રહે છે. તેમ છતાં ચૂંટણીઓ નજીક આવતાં નામ કમાઇ લેવાની લહાયમાં ઉદ્ઘાટન  કરાવવા માટે ઝડપથી કામ પૂર્ણ કરવા સૂચના આપતાં હોવાનું જણાય ત્યારે નકકી કરેલ અવધિ પૂર્ણ થાય ત્યાર બાદ જ જે કંઈ પ્રકિયા કરવી પડે તે કરવી જોઈએ.આઝાદી પછી પણ દેશમાં જે કામો થયાં તે ગુણવત્તાસભર જ થયાં છે પણ અંગ્રેજોના સમયમાં જે ઐતિહાસિક ઇમારતો ,પુલ, વગેરે હજુ અડીખમ છે.

ભરૂચ જિલ્લા નર્મદાનો રેલવે પુલ સલામતીનાં કારણોસર બંધ કરાયો પણ ધરાશાયી થયો નથી.ગુજરાતીમાં કહેવત છે ‘ઉતાવળે આંબા ન પાકે.’વાત સાચી કે કોઈ પણ કામને આગળ ધપાવવા જેમ બળદને ડીફણાં મારવાં પડે તેમ કોઈ પણ ક્ષેત્રમાં કામ કઢાવવું હોય તો યાદ તો કરાવવું જ પડે.આપણે ત્યાં “લોકહિત”બોલવામાં, લખવામાં સારું લાગે પણ હવે તો દરેક સ્થળે”સ્વહિત”નો અનુભવ થાય. જો કે અપવાદ હોઈ,કોઈ ક્ષેત્રમાં તો સામેથી પૂછવામાં આવે કે સરકારી કચેરીમાં કામ માટે ગયાં હોય તો કોનું કામ છે. આને સાચી લોકશાહી કહેવાય.
સુરત     – ચંદ્રકાંત રાણા  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top