Charchapatra

યુદ્ધ દરમિયાન આપણે શું કરી શકીએ છે?

ભારત પાક. વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. ૮ ડિસેમ્બર ૧૯૭૧ની રાત હતી. આ બોમ્બરોએ ભુજમાં આવેલા ઇન્ડિયન એરફોર્સના બેઝ કેમ્પનાં રનવૅને સતત બોમ્બમારો કરીને તોડી નાખ્યો. રનવૅ તુટી જવાથી વળતો હુમલા કરવા શક્ય નહોતા. કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક આ રનવૅ રીપેર થાય તે અનિવાર્ય હતુ. રનવૅને જે મોટે પાયે નુક્સાન થયું હતું તેને ફરીથી બનાવવા માટે સરખું કરવા માટે મોટી સંખ્યામાં માણસોની જરૂર હતી. માધાપર ગામની મહિલાઓને આ વાતની ખબર પડી ગામની ૩૦૦ મહિલાઓ ભેગી થઈ અને રનવૅ રીપેર કરવાનું કામ ઉપાડ્યું. એક બોમ્બ માથા પર પડે તો ખેલ ખલાસ એવી સ્થિતિમાં પણ જાનનું જોખમ લઈ આ વીરાંગનાઓ રનવૅ રીપેર કરવા પહોંચી ગઈ.

માત્ર સુખડી અને મરચા ખાઇને આ મહિલાઓએ આ ૩૦૦ વીરાંગનાઓએ ૭૨ કલાકમાં ઇન્ડીયન એરફોર્સનો રનવૅ રીપેર કરી આપ્યો. ૧૯૭૧ ના એ યુદ્ધમાં પાક. સામે આપણો વિજય થયો એમાં માધાપર ગામની મહિલાઓનો બહુ મોટો ફાળો હતો. યુદ્ધ પછી તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી જ્યારે ભુજની મુલાકાતે આવ્યા ત્યારે આ બધી બહેનોને મળ્યા. એ વખતે ઇન્દિરા બોલેલા કે ‘આજે ભારત પાસે એક નહી ૩૦૦ રાણી લક્ષ્મીબાઈ છે’ ભારત સરકારે આ બહેનોની દેશભક્તિથી રાજી થઈને તે સમયે ૧૯૭૧ માં ૫૦,૦૦૦ હજારનું ઇનામ આપ્યું. યુદ્ધ થાય ત્યારે આપણે તો શું કરવાનું? એ પુછવાવાળાને આ ઘટના પરથી પ્રેરણા લેવી જોઈએ.
સુરત     – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top