Comments

જે અસર કરે છે તે બજેટમાં નથી, જે બજેટમાં છે તે અસર કરતું નથી!

નીનાના છ મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં.એક દિવસ નીના અને તેની સાસુ વચ્ચે ઝઘડો થયો. નાની વાતમાં સાસુએ પિયર સુધી ટોણા માર્યા તે નીનાથી સહન ન થયું એટલે બોલાચાલી થઈ અને ઝઘડો થયો.ફટાફટ કામ કરીને નીના રોજ ઓફીસ જતી. આજે પણ નીકળી ગઈ પણ તેનો મૂડ બહુ ખરાબ હતો. ઓફિસમાં નીનાની એક સિનિયર અંકલ સાથે સારી દોસ્તી થઇ ગઈ હતી. તેમણે નીનાને મુડલેસ જોઇને કહ્યું, ‘કેમ, આજે મારી યંગ દોસ્ત મૂડમાં નથી?’નીનાએ પહેલાં તો કહ્યું,‘કંઈ નહિ અંકલ.’પણ લન્ચ બ્રેકમાં અંકલે પાછું પૂછ્યું, ‘નીના શું થયું છે તારો અને તારા હસબન્ડનો ઝઘડો થયો કે શું?’

નીના બોલી, ‘ના અંકલ , હસબન્ડ સાથે નહિ પણ તેની મમ્મી સાથે બોલાચાલી થઇ.દસ મિનિટ મોડા ઉઠાયું તો મેં કહ્યું, મમ્મી, જરા હેલ્પ કરશો. આજે મોડું થઈ ગયું છે તેમાં તો તેમણે વહુ થઈને સાસુને કામ સોંપે છે કેવા સંસ્કાર છે.તારી મમ્મીએ કંઈ શીખવાડ્યું નથી એવું ઘણું ઘણું સંભળાવ્યું.છેલ્લે મારાથી રહેવાયું નહિ એટલે મેં કહી દીધું મમ્મી,ઘર તમારું પણ છે, કામ ન કરવું હોય તો ના પાડી દો. એમાં મારાં મમ્મીને કંઈ બોલવાની જરૂર નથી.તેમાં તો તેમણે આખું ઘર માથે લીધું.શું તેઓ મને પોતાની ગણતાં જ નથી? હું છ મહિનાથી મમ્મી કહું છું ,ઘરનું બધું કામ કરું છું પણ તેમને મન મારી કિંમત માત્ર કામ કરનાર પારકી વહુની જ છે?જવા દો અંકલ, જેટલી વાત કરીશ એટલું મન દુઃખી થશે.’ અંકલ બોલ્યા, ‘બેટા, જો આ ગ્લાસ ખાલી છે તો શું તેમાંથી પાણી ઢોળાશે?’નીનાએ કહ્યું, ‘ના અંકલ.’

અંકલ બોલ્યા, ‘જો બેટા, તું તો બહુ હોશિયાર અને સમજુ છે. આજે તને એક વાત સમજાવું છું.આપણે દુઃખી ન થવું હોય તો એક વાત સમજી લેવી જરૂરી છે કે જેમ ગ્લાસમાં પાણી નથી તે ખાલી ખમ છે તો તેમાંથી પાણી નહિ ઢોળાય તેમ જે માણસો અંદરથી ખાલીખમ હોય છે ,જેમની પાસે જે નથી હોતું તે તેઓ કેવી રીતે આપી શકે?’નીનાએ કહ્યું, ‘એટલે?’ અંકલે કહ્યું, ‘જો આપણે સમજી લેવાનું કે જેની પાસે પ્રેમ લાગણી ન હોય તો તે કેવી રીતે આપી શકે? જેની પાસે કોઈને પોતીકા ગણવાનું હ્રદય જ ન હોય તે તને કેવી રીતે પોતાની બનાવી શકે? જેણે કોઈ દિવસ સન્માન,આદર કોઈને આપ્યાં ન હોય તે તને કેવી રીતે માન આપી શકે.હું તારાં સાસુને મળ્યો નથી અને જાણતો તો નથી. પણ આ માનવીય સ્વભાવનો નિયમ તું સમજી જા કે જેની પાસે જે ન હોય તે તેઓ આપી જ ન શકે. પછી તને કોઈના પણ વર્તનથી કોઈ દુઃખ નહિ થાય.’અંકલે દુઃખથી દૂર રહેવાનો રામબાણ રસ્તો દેખાડ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top