Charchapatra

વેકેશનમાં બાળકો પાસે કઈ પ્રવૃતિઓ કરાવવી?

બાળકોને શાળામાં એક દિવસની રજા હોય તો વાલીઓ ખાસ કરીને માતાઓની હાલત ખરાબ થઈ જાય છે. એમાં ઉનાળામાં વેકેશન પડે છે ને વાલીઓની સમજ નથી પડતી કે શું કરવું? પણ વેકેશન બાળકોના જીવન ઘડતર માટે શ્રેષ્ઠ સમય છે. જીવન મૂલ્યો, સંસ્કાર, સમજણ, આરોગ્ય, પરિવાર ભાવના અને જીવનની સાચી દિશા નક્કી કરવાનો સમય છે. બાળક શું બનશે એનો આધાર શાળાનું શિક્ષણ હોય છે પરંતુ બાળક કેવો માણસ બનશે એનો આધાર પરિવારની કેળવણી પર છે.

વેકેશનમાં તમારા બાળકો માટે વધુ સમય કાઢો. ભણતરના ભાર વિના રજા માણતા બાળકોમાં કૌશલ્ય વિકાસ, સમજણ અને આત્મવિશ્વાસ કેળવવા પ્રયાસ કરવો. બાળકને શીખવાડવા માટે એનો સાથે રમવું જોઈએ. રમત બાળકનાં તન-મનને ઉર્જા અને સમજણ આપે છે. વેકેશનમાં બાળકોને શાળાના પુસ્તકો સિવાય બીજા પુસ્તકો વાંચવાની ટેવ પાડવી. બાળકમાં કંઈ બનવાનું સપનું રોપવું હોય તો બાળકોને વાર્તાઓ કહો, કોઈ નાના મોટા રોજગાર- વેપાર- વ્યવસાય કે સંસ્થાઓની મુલાકાત લેવડાવી તેનો પરિચય આપો. બાળકોમાં પૈસાની ખર્ચાની વેલ્યુ સમજાવો. બાળકોને રોજ એક-બે વાર્તા કહેવાનું ભૂલતા નહી.
સુરત      – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top