સરકારી તંત્રની આ પ્રતિક્રિયાત્મક વૃત્તિ, જેમાં ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના કે ખાડીપૂરના પૂર પછી જ કાર્યવાહી થાય છે, નાગરિકો તરીકે આપણને વધુ સક્રિય અને જાગૃત બનવા માટે પ્રેરે છે. આ માટે એક જવાબદાર નાગરિક તરીકે આ સૂચનો આપણે ના કરી શકીયે? આ માટે સોશ્યલ મીડિયા કે જાહેર ચર્ચાઓ દ્વારા આ મુદ્દાઓ ઉઠાવવા. સ્થાનિક પ્રતિનિધિઓ, કલેક્ટર કે કોર્પોરેશનને પત્રો, અરજીઓ કે જાહેર મંચો દ્વારા નિયમિત બ્રિજ નિરીક્ષણ કે પૂર નિવારણ જેવી નિવારક કામગીરીની માગણી કરવી. નાગરિક સમૂહો બનાવી, બ્રિજો કે પૂરગ્રસ્ત વિસ્તારો જેવા કે ખાડીપૂરની સ્થિતિ પર નજર રાખવી. સત્તાધિકારીઓને જાણ કરવી. મીડિયા અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવો. નાગરિકોના અધિકારો અને શાસન પ્રક્રિયામાં ભાગીદારી અંગે વર્કશોપ કે અભિયાન ચલાવવા. આનાથી લોકોને સવાલ ઉઠાવવાની હિંમત મળે.
પર્વત ગામ, સુરત- આશિષ ટેલર