Charchapatra

પેન્શન યોજના-95માં અન્ય કર્મચારીઓનું શું?

હાલમાં જ ગુજરાત બોર્ડ નિગમ કર્મચારીઓનું લઘુતમ પેન્શન 9000/- નક્કી કરાયું. પ્રશ્ન એ છે કે આ અંગે ભેદભાવ કેમ? એ સિવાય દેશનાં કરોડો પેન્શનધારકોને આજે પણ માસિક પેન્શન રૂા. 1000 કે 1500/- મળે છે. જે આજની મોંઘવારીમાં બિલકુલ ગેરવ્યાજબી અને અન્યાયી નીતિ છે. છેલ્લાં 10 વર્ષથી પેન્શન વધારા અંગેની લડાઈ જુદાં-જુદાં સંગઠનો દ્વારા લડી રહ્યા છે અમે આ અંગે રજૂઆત મેઘાલય નાણામંત્રી, તેમજ વડા પ્રધાનને પણ કરવામાં આવી છે. પરંતુ પરિણામ માત્ર આશ્વાસન જ મળ્ચું છે. જે દુ:ખદ છે. હવે ટૂંક સમયમાં દેશનાં અનેક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના નગારા વાગી રહ્યા છે. હવે આશા રાખીએ કે દેશનાં કરોડો પેન્શન ધારકોને નારાજ કરવાનું જોખમ સરકારે નહીં લેશે.
રાજુ રાવલ- મોટા મંદિર

Most Popular

To Top