વડોદરા: વાડી પોલીસ મથકના નાઈટ રાઉન્ડની ડયુટીમાં 12 કર્મચારીઓ સાથે વ્હાલા નિતી અને ઉચ્ચસ્તરે લાગવગ ના હોય તેમને દવલા નિતી અપનાવાતી હોવાના ચોંકાવનારા કૌભાંડની પોલીસ કમિશ્નર સુધી તપાસ પહોંચતા ખળભળાટ મચી ગયો છે. અરજદાર પીલીસે તો એવો પણ આક્ષેપ કર્યો છે કે સરકાર મોટરસાયકલ ચાલુ જ ન હતી તે બાઇકમાં પેટ્રોલ ભરાવીને ખોટા રેકોર્ડ ઉભા કરાયા હતા. જોકે આખા ગુજરાતભરના તમામ પોલીસ સ્ટેશનમાં વ્હલા દવલા કર્મચારીઓની નિતી જાહેર જ છે.
પારદર્શક અને સ્વચ્છ વહિવટનો અમલ માત્રને માત્ર કાગળ ઉપર કરીને બમણા કરતી સરકાર અને પોલીસ આઇ.જી., ડી.આઇ.જી. સહિતના ઉચ્ચ અધિકારીઓ સુધ્ધા જાણે છે. વાડી પોલીસ મથકમાં ફરજ કામગીરીમાં અન્યાયી વલણ કરાતુ હોય તે કૌભાંડ કમિશ્નર કચેરી સુધી ખુદ વાડી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે જ ઉજાગર કર્યું હતું. વિધિની વક્રતા ગણો કે નસીબ પોલીસને ખુદને ન્યાય માટે પોલીસ અધિકારીઓ પાસે દોડવું પડે છે. અને ત્રણ વર્ષે પણ ન્યાય મળતો નથી તેવો આક્રોશ ઠાલવવો પડે છે.
હેડ કોન્સ્ટેબલ 2018-2019 માં ફરજ પર હતા ત્યારે વાડી પીઆઇ આર.આર.વસાવા પોતાના માનીતા 12 પોલીસ કર્મચારીઓને વાર્ષિક 98 ના બદલે ગણીગાંઠ્યા જ નાઇટ રાઉન્ડ આપતા સ્ટાફમાં પણ આંતરિક રોષ ફાટી નિકળ્યો હતો. ન્યાયિક માંગણી કરતા હેડ કોન્સ્ટેબલે તત્કાલીન કમિશ્નર, જોઈન્ટ સીપી, ડીસીપી, એસીપી કક્ષાએ વારંવાર પુરાવાસહ રજુઆત કરી હતી. સમયમર્યાદામાં જવાબ આપવાના બદલે ઉચ્ચ અધિકારીઓએ તપાસ ચાલુ છે ની નિતી અપનાવીને પાંચ થી છ મહિને તો અરજદાર હેડ કોન્સ્ટેબલોને જવાબ આપ્યા હતા.
નિવૃત્ત હેડ કોન્સ્ટેબલે ઉચ્ચ અધિકારીઓની સાથે લેખિત કાર્યવાહી હાથ ધરતા સંબંધિત અધિકારીઓ દ્વારા અનહદ હેરાન કરવાના પ્રયાસો થવાથી ખાતાના અધિકારીઓથી ત્રાહિમામ પોકારી ગયા હતા. વય નિવૃત્તિ સુધી વફાદારી પૂર્વક ફરજ બજાવી ચૂકેલા હેડ કોન્સ્ટેબલે છેલ્લે સ્પેશીયલ બ્રાંચમાં બદલી કરાવીને છુટકારો મેળવ્યો હતો. પોલીસ ખાતામાં નાના અને ઉચ્ચ અધિકારીઓ સાથેનો ઘરોબો ના હોય કર્મચારીઓને અમાનવીય વર્તન કરાતું હોવાની વ્યથા ઠાલવતા હેડ કોન્સ્ટેબલ સાથી કર્મચારીઓના સ્વાસ્થ સંબંધિત પણ ચિંતા દાખવી હતી. ઉચ્ચ અધિકારીઓના મનસ્વી વલણના કારણે અને વ્હાલા દવલાની નિતીનો ભોગ બનેલા કર્મચારીઓ કામના ભારણ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓની નારાજગીથી વિપરીત અસર પડે છે તેવી ચોંકાવનારી રજુઆ કરી હતી.