સુરત : વેસ્ટર્ન રેલવેના (Western Railway) દહાણુ રોડ (Dahanu Road) રેલવે સ્ટેશને સિગ્નલ ગિયરને (Signal Gear) બદલવા માટે શનિવારે ઇલેક્ટ્રોનિક (Electronic) ઇંટરલોકિંગ (Interlocking) રાખવામાં આવ્યું છે. પરિણામે 8 ઓક્ટોબર અને 9 ઓક્ટોબરની 65 ટ્રેનો પૈકી 5 ટ્રેન રદ કરાઇ છે જ્યારે બાકીની ટ્રેનને રેગ્યુલેટ અને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.પશ્વિમ રેલવે પાસેથી મળતી વિગતો અનુસાર દહાણુ રોડ ઉપર ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ રાખવામાં આવ્યું છે. 8 ઓક્ટોબરે દહાણુ રેલવે સ્ટેશને ટ્રેન સિગ્નલની કામગીરી ચાલશે. જેથી મેમુ સહિતની પાંચ લોકલ ટ્રેનને રદ કરવામાં આવી છે. આ ઉપરાંત 9 ઓક્ટોબરના રોજ બાંદ્રા ટર્મિનસ-સુરત એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ-ઇજ્જતનગર સમર સ્પેશિયલ, મુંબઇ સેન્ટ્રલ પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સહિતની 29 ટ્રેનો 30 મિનીટથી લઇ દોઢ કલાક સુધી મોડી દોડશે.
દિવાળી સ્પેશિયલ બસોનું બુકિંગ
સુરત: સુરત એસટી વિભાગ દ્વારા દર વર્ષે સૌરાષ્ટ્રવાસીઓ અને રાજ્યના અલગ-અલગ જિલ્લામાં દિવાળીના તહેવાર નિમિત્તે જતા લોકો માટે દિવાળી સ્પેશિયલ બસોના ફેરા વધારવામાં આવે છે. દરમિયાન આ વર્ષે 21 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધીની કુલ 520 બસ એસટી વિભાગ દ્વારા દોડાવવાનું આયોજન કરાયું હતું. બસોના રૂટ જાહેર કરાયાના ટૂંકા જ સમયમાં તમામ બસોનું બુકિંગ ફુલ થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે.જીએસઆરટીસી દ્વારા દર વર્ષે દિવાળી ઉપર સુરતથી વિશેષ બસો મુસાફરોની સુવિધા માટે દોડાવવામાં આવે છે.
સૌથી વધુ ભાવનગર રૂટની 249 બસ ચલાવાશે
દરમિયાન આ વર્ષે પણ તા.21 ઓક્ટોબર-2022થી 23 ઓક્ટોબર-2022 સુધીમાં અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, મહેસાણા, દાહોદ તેમજ અમદાવાદ મળી કુલ 520 બસ દોડાવવાનું નક્કી કરાયું છે. જે પૈકી સૌથી વધુ ભાવનગર રૂટની 249 બસ ચલાવાશે. તા.16 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે કુલ 486 બસનું બુકિંગ થયું હતું. જ્યારે 6 ઓક્ટોબરે વધુ 34 બસ બુકિંગ થતાં એસટીને કુલ રૂ.84.21 લાખની આવક થઇ હોવાનું જાણવા મળ્યું છે.