SURAT

પશ્ચિમ રેલવે ઉધના-ભગત કી કોઠી, મુંબઈ-દિલ્હી અને બાંદ્રા-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન દોડાવશે

સુરત: પશ્ચિમ રેલવેએ (WestermRailway) પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને ત્રણ સ્પેશિયલ ટ્રેન (SpecialTrain) દોડાવવાની જાહેરાત કરી છે. તેમાં ઉધના-ભગત કી કોઠી વિકલી, મુંબઈ-દિલ્હી એસી વિકલી અને બાંદ્રા-ગોરખપુર વિકલી એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 04814-04813 ઉધના-ભગત કી કોઠી-ઉધના વિકલી સ્પેશિયલ એક્સપ્રેસના 8 ફેરા ચલાવવામાં આવશે. આ ટ્રેન પ્રત્યેક રવિવારે ઉધનાથી સવારે 5.50 વાગે રવાના થઈને રવિવારે સાંજે 6 વાગે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે પરત ફરતી વખતે આ ટ્રેન પ્રત્યેક શનિવારે ભગત કી કોઠીથી બપોરે 16 વાગે રવાના થઈને બીજા દિવસે સવારે 4 વાગે ઉધના પહોંચશે. આ ટ્રેન 10 જુનથી 2 જુલાઈ સુધી દોડશે. આ ટ્રેન બંને દિશામાં ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, મારવાડ, પાલી મારવાડ અને લુની સ્ટેશને થોભશે.

તેવીજ રીતે ટ્રેન નંબર 09003-09004 મુંબઈ સેન્ટ્રલ- નવી દિલ્હી એસી એક્સપ્રેસ 6 જુનથી 24 જુન સુધી દોડશે. આ ટ્રેન શુક્રવારે બપોરે 16.00 વાગે મુંબઈથી રવાના થઈને બીજા દિવસે બપોરે 12.30 વાગે દિલ્હી પહોંચશે.

તેવી જ રીતે પરત ફરતી વખતે આ ટ્રેન પ્રત્યેક શનિવારે દિલ્હીથી બપોરે 14.10 વાગે રવાના થઈને બીજા દિવસે સવારે 11.40 વાગે મુંબઈ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, સુરત, વડોદરા, રતલામ, કોટા અને મથુરા સ્ટેશને થોભશે.
તેવી જ રીતે ટ્રેન નંબર 05054-05053 બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસના બંને દિશામાં એક-એક ફેરા હશે.

આ ટ્રેન 9 જુનના રોજ સવારે 9.30 વાગે ગોરખપુરથી રવાના થઈને 10 જુનના રોજ 16.00 વાગે બાંદ્રા પહોંચશે. તેમજ પરત ફરતી વખતે આ ટ્રેન 10 જુનના રોજ બાંદ્રાથી રાત્રે 22.45 વાગે રવાના થઈને સોમવારે સવારે 6.25 મિનિટે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, કોટા, ગંગાપુર સિટી, આગરા, ટૂંડલા, કાનપુર, ગોંડા, બસ્તી સહિતના સ્ટેશનો પર થોભશે.

Most Popular

To Top