National

બંગાળની ખાડીમાં સર્જાયું ચક્રવાતી તોફાન, હવામાન વિભાગે આ રાજ્યોને કર્યા એલર્ટ

ચેન્નાઈ: દક્ષિણ પશ્ચિમ બંગાળની (West Bengal) ખાડી પર નીચા દબાણનો વિસ્તાર 3 ડિસેમ્બરે ચક્રવાતી તોફાનમાં (Storm) મજબૂત બનશે, જેના પરિણામે તમિલનાડુના (Tamilnadu) દરિયાકાંઠાના જિલ્લાઓ અને આંતરિક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rain) થશે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા શનિવારે આ માહિતી આપવામાં આવી હતી. શનિવારે મોડી રાત્રે મહાનગર અને તેની આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. તમિલનાડુના મુખ્યમંત્રી (CM) એમકે સ્ટાલિને કહ્યું કે આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી બાદ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સંસ્થાના સભ્યોએ સંબંધિત વિસ્તારોમાં લોકોને મદદ કરવી જોઈએ.

મુખ્ય સચિવ શિવદાસ મીણાએ અહીં વરિષ્ઠ અધિકારીઓ સાથે સાવચેતીના પગલાંની સમીક્ષા કરી. દક્ષિણ મધ્ય રેલવેએ ચક્રવાત ‘મિચોંગ’ને કારણે 3 થી 7 ડિસેમ્બર સુધી 118 લાંબા અંતરની ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી છે. IMD એ તેના નવીનતમ બુલેટિનમાં જણાવ્યું છે કે ચક્રવાત 4 ડિસેમ્બરની સવાર સુધીમાં દક્ષિણ આંધ્ર પ્રદેશ અને તેની નજીકના ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં પહોંચશે. IMD એ કહ્યું કે તે પછી ઉત્તર તરફ આગળ વધશે અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સમાંતર જશે અને મંગળવારે બપોર પછી નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરશે.

આ ચક્રવાતી ગતિવિધિને કારણે 80-90 કિલોમીટર પ્રતિ કલાકથી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અહીંના પ્રાદેશિક હવામાન કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર એસ બાલાચંદ્રનના જણાવ્યા અનુસાર, પુડુકોટ્ટાઈ, તંજાવુર, તિરુવરુર, નાગાપટ્ટિનમ, તિરુવલ્લુર, ચેન્નાઈ, કાંચીપુરમ, રાનીપેટ, ચેંગલપટ્ટુ, વિલ્લુપરમ અને કુડ્ડલોર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 2 ડિસેમ્બરની રાતથી 4 ડિસેમ્બર સુધી, બંગાળની દક્ષિણ પશ્ચિમ ખાડીમાં 60-70 કિમી પ્રતિ કલાકની ઝડપે 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Most Popular

To Top