પશ્ચિમ બંગાળ: રવિવારે પશ્ચિમ બંગાળના (West Bengal) દગંગામાં TMC નેતાના (TMC Leader) ઘરે બોમ્બ વિસ્ફોટ (Bomb explosion) થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ વિસ્ફોટ થયો ત્યારે તેના ઘરમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, તેથી બોમ્બ વિસ્ફોટમાં બે લોકો ઘાયલ (Injured) થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર ઈમારતમાં દેશી બનાવટનો બોમ્બ બ્લાસ્ટ (Blast) થયો હતો.
- પશ્ચિમ બંગાળમાં TMC નેતાના ઘર પર ફેંક્યો બોમ્બ
- વિસ્ફોટ થયો ત્યારે તેના ઘરમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું
- કામદારોએ બોમ્બ જોયો પણ કઈ સમજે તે પહેલા બોમ્બ વિસ્ફોટ થઈ ગયો
- બોમ્બ વિસ્ફોટમાં બે લોકો થયા ઘાયલ
પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે કેટલાક મજૂરો સ્થાનિક ટીએમસી નેતાના નિર્માણ હેઠળના મકાનમાં કામ કરી રહ્યા હતા. કેટલાક બોમ્બ ઘરની સીડી નીચે રાખવામાં આવ્યા હતા. જ્યારે કામદારોએ તે ઘાતક બોમ્બ જોયા, ત્યારે તેઓ સમજી શક્યા નહીં કે તે શું છે. પરંતુ કામદારોએ બોમ્બને અડતાની સાથે જ જોરદાર અવાજ સાથે જોરદાર વિસ્ફોટ થયો હતો. જેમાં બંને કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. બંનેને સારવાર માટે વિશ્વનાથપુર પિમરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
તબીબોએ જણાવ્યું કે ઘાયલોની હાલત હવે સ્થિર છે. પોલીસને કન્સ્ટ્રક્શન સાઇટ પરથી ત્રણ જીવતા બોમ્બ મળી આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે પંચાયત ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા આવી ઘટનાઓ ચર્ચાનો વિષય બની છે. ગયા મંગળવારે, ઉત્તર 24 પરગણામાં અન્ય ટીએમસી નેતા સુકુર અલી પોલીસ દ્વારા હથિયારો સાથે પકડાયા હતા. આ ઘટનાના થોડા દિવસો બાદ રવિવારે સવારે ટીએમસી નેતાના ઘરે હોબાળો મચી ગયો છે.
હથિયાર અને 100 જીવતા કારતુસ સાથે શખ્સની ધરપકડ, પોલીસ તપાસમાં વ્યસ્ત
પશ્ચિમ બંગાળ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે કોલકાતાની એમહર્સ્ટ સ્ટ્રીટમાંથી જોય ચૌધરી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. ત્યારથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, જોય ચૌધરી પાસેથી ત્રણ સેમી-ઓટોમેટિક પિસ્તોલ અને એક દેશી બનાવટની પિસ્તોલ ઉપરાંત 100 જીવતા કારતૂસ અને 16000 રૂપિયા મળી આવ્યા છે. વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે.