Dakshin Gujarat

વેલ્સપન કંપનીના કામદારો આરપાર લડાઈના મૂડમાં, પરિવાર સાથે આંદોલનની ચીમકી

વડદલા સ્થિત વેલ્સપન કંપનીએ અચાનક કામદારોની બદલી કરી દેતાં ભારે સુસવાટો મચી ગયો હતો. અગાઉ પણ કંપનીના 120 જેટલા અધિકારી કક્ષાના કર્મચારીઓની બદલી કરી હતી. ત્યારબાદ વર્ક મેનકક્ષાના 400 જેટલા કામદારોને તા.18મી જૂને વર્ક ટુ હોમના આદેશ અપાય બાદ માત્ર બે જ દિવસમાં તેમને ઘરે ટપાલથી કચ્છના અંજાર સ્થિત પ્લાન્ટમાં બદલીના ઓર્ડર આવ્યો હતો. જે માટે બુધવારે ભરૂચ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો નાછૂટકે પરિવારજનો સાથે વેલ્સપન ગેટ પર આંદોલન કરવામાં પાછાપાની નહીં કરીએ એવી ચીમકી ઉચ્ચારી છે.

400 જેટલા કર્મચારીઓનું ભાવી જોખમમાં મુકાતાં કર્મચારીઓએ ઓર્ડરની કોપી ભેગા થઈને ફાડી નાંખીને પોતાનો પ્રચંડ વિરોધ નોધાવ્યો હતો. બુધવારે ગુજરાત કામદાર યુનિયન તેમજ દહેજ ઔદ્યૌગિક કામદાર સંઘ ભેગા મળીને વેલ્સપન કંપનીના કામદારોના ન્યાય માટે ભરૂચ કલેક્ટર ડો. એમ.ડી.મોડિયા સમક્ષ થઇ રહેલ હાલાકીને પ્રશ્ને લેખિતમાં એવી રજૂઆત કરવામા આવી હતી કે, 400 કર્મચારી સહિત સતત 22 વર્ષથી ઈમાનદારીપૂર્વક કામ કરતાં કર્મચારીએ કંપની સમયગાળામાં બખૂબીથી કામ કર્યું હતું.

ભૂતકાળમાં આધાર આપનારી કંપની આજે સામાન્ય વેતનના કર્મચારીઓને અચાનક બદલી કરી નિરાધાર બનાવી દેવાની પેરવી સામે ભારે અસંતોષ છે. કંપનીએ બદલી કરતાં આખરે ભોગ બનેલા કર્મચારીઓને ભીખ માંગવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. વર્ષોથી અહીં ફરજ બજાવતા અનેક કર્મચારીઓના ટ્રાન્સફર ઓર્ડર આવતાં કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા છે. સમગ્ર રજૂઆત જિલ્લા પોલીસવડાને પણ કરવામાં આવી હતી. આગામી દિવસમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા સમક્ષ રજૂઆત કરશે અને જો તેમ છતાં કોઈ નિરાકરણ નહીં આવે તો પોતાના પરિવારજનો સાથે દહેજની વેલ્સપન કંપનીની ગેટની બહાર ઉગ્ર આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

બુધવારના રોજ સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં બારડોલીના ડો.બાબાસાહેબ આંબેડકર સર્કલ પાસે શ્રમીજીવીઓને 2 રૂપિયે કિલો શાકભાજી વેચવાનો કાર્યક્રમ યોજાયો હતો. સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ અને બારડોલી શહેર કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કાર્યકરો દ્વારા રીતસરની શાકભાજીની દુકાન ખોલવામાં આવી હતી. સૌપ્રથમ પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી સ્વાતિ પટેલે લોકોને મીઠાઇ વહેંચવાની શરૂઆત કરતાં જ લોકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા.

શાકભાજી ખરીદી કરવા માટે પણ મોટી સંખ્યામાં લોકોનું ટોળું પહોંચતાં ભારે પડાપડી થઈ હતી. ટોળાંમાં કેટલાક લોકો તો માસ્ક વગર જ જોવા મળ્યા હતા. હજી જિલ્લામાં જાહેરનામાનો અમલ ચાલુ હોવા છતાં રાજકીય પક્ષો નિયમોનું ઉલ્લંઘન કરે છે.
બીજી તરફ નાની દુકાનો પર થોડી ભીડ થઈ હોય દુકાનદાર સામે કાર્યવાહી કરતી પોલીસ જાહેરમાં દુકાન ખોલી લોકટોળાં એકત્રીત કરનાર કોંગ્રેસ સામે કોઈ કાર્યવાહી નહીં કરતાં નિયમો અને કાયદા નેતાઓ માટે નહીં પણ માત્ર આમ જનતા માટે જ હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.

Most Popular

To Top