Entertainment

જાણીતા મીડિયા વ્યક્તિત્વ અને ઈનાડુ ગ્રુપના સંસ્થાપક રામોજી રાવનું નિધન

મીડિયા વ્યક્તિત્વ અને રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવનું શનિવારે સવારે 4.50 વાગ્યે નિધન થયું હતું. હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં 87 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ 5 જૂનથી ICUમાં દાખલ હતા. રામોજી ETV નેટવર્કની ટેલિવિઝન ચેનલોના વડા પણ હતા. તેમને 2016માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તરફથી ભારતનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું કે રામોજીએ ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવી હતી.

જાણીતા મીડિયા વ્યક્તિત્વ રામોજી ગ્રુપના ચેરમેન રામોજી રાવનું 87 વર્ષની વયે નિધન થયું છે. લાંબી માંદગી બાદ હૈદરાબાદની એક હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ રામોજી ફિલ્મ સિટી અને ઇટીવી નેટવર્કના માલિક હતા. વર્ષ 2016માં તેમને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. રામોજી ગ્રૂપની એક ચેનલ ETV તેલંગાણા અનુસાર તેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતા અને સવારે 4.50 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા નરેન્દ્ર મોદીએ રામોજી રાવના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે x પર લખ્યું છે કે આ દુઃખદ છ. તે એક સ્વપ્નદ્રષ્ટા વ્યક્તિ હતા જેમણે ભારતીય મીડિયામાં ક્રાંતિ લાવી હતી. તેમના સમૃદ્ધ યોગદાનએ પત્રકારત્વ અને ફિલ્મ જગત પર અમીટ છાપ છોડી દીધી. તેમના નોંધપાત્ર પ્રયાસોથી તેમણે મીડિયા અને મનોરંજનની દુનિયામાં નવીનતા અને શ્રેષ્ઠતાના નવા ધોરણો સ્થાપિત કર્યા છે. હું ભાગ્યશાળી છું કે તેમની સાથે વાર્તાલાપ કરવાની અને તેમની બુદ્ધિમત્તાનો લાભ લેવાની મને ઘણી તકો મળી. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર મિત્રો અને અસંખ્ય ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ.

જણાવી દઈએ કે રામોજી રાવ એક ભારતીય ફિલ્મ નિર્માતા અને નિર્માણ કંપની ઉષાકિરણ મૂવીઝના વડા હતા. તેઓ ચેરુકુરી રામોજી રાવ તરીકે પણ જાણીતા હતા. તેઓ વિશ્વની સૌથી મોટી ફિલ્મ નિર્માણ સુવિધા રામોજી ફિલ્મ સિટીના માલિક હતા. સિનેમા જગતમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કાર અને ફિલ્મફેર પુરસ્કારથી પણ નવાજવામાં આવ્યા હતા.

Most Popular

To Top