Vadodara

જાણીતા ધારાશાસ્ત્રી કૌશિક ભટ્ટનું બી.સી.એ.ની ગ્રાઉન્ડ-ઈન્ફ્રાસ્ટ્રકચર કમિટિમાંથી રાજીનામુ

વડોદરા: રોડા ક્રિકેટ એસોસિએશનમાં ફરી એકવાર વિવાદ થયો છે. જાણીતા ધારાશાસ્ત્રી કૌશિક ભટ્ટ બીસીએની ગ્રાઉન્ડ અને ઈન્ફ્રાસ્ટ્રકચર કમિટિના ચેરમેન પદેથી મંગળવાર અચાનક જ રાજીનામુ આપી દેતા બીસીએના કહેવાતા લોકશાહી વહીવટ સામે પ્રશ્નાર્થ મુકાઈ ગયું છે.  જાણીતા ધારાશાસ્ત્રી કૌશિક ભટ્ટ, બીસીએની ગ્રાઉન્ડ અને ઈન્ફ્રાસ્ટ્રકચર કમિટિના ચેરમેનપદે કાર્યરત હતા. આજે મંગળવારે તેમણે ચેરમેનપદેથી અચાનક રાજીનામુ આપી દેતા બીસીએના વહીવટમાં ફરી વિવાદનું ભૂત ધુણવા માંડયું છે તેમણે પત્રમાં જણાવ્યું છે કે, ગ્રાઉન્ડ અને ઈન્ફ્રાસ્ટ્રકચર કમિટી બંધારણીય કમિટી છે. કમિટિને બીસીએની રોજની કામગીરીમાં કોઈ હસ્તક્ષેપ કરવાનો અિધકાર નથી. તેમણે જણાવ્યું હતું કે, બીસીએ દ્વારા તેઓ ચેરમેન હોવા છતાં દરેક કામગીરીમાં નજર અંદાજ કરવામાં આવે છે. હંમેશા અમારી કમિટીમાં સભ્યોને સાઈડટ્રેક કરવામાં આવે છે.

 કૌશિક ભટ્ટે ‘‘ગુજરાત મિત્ર’’ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેમણે ગ્રાઉન્ડસ અને ઈન્ફ્રાસ્ટ્રકચર કમિટિના ચેરમેન તરીકે મળેલ સત્તા પ્રમાણે તેઓ કામગીરી કરી રહયા છે. પરંતુ તેમની અને તેમની કમિટિના સભ્યોને હંમેશા સાઈડટ્રેક કરવામાં આવતા નિર્ણયો લેવામાં આવે છે. તેમની કમિટિને સ્વતંત્ર રીતે કામ કરવા દેવામાં આવતું ન હોવાથી આ કમિટીના ચેરમેનપદે રહેવાનો કોઈ અર્થ રહેતો નથી. એવા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. જે અંગે કમિટીને જાણ કરવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ચેરમેનપદેથી રાજીનામુુ આપે છે. પરંતુ બીસીએના સભ્ય તરીકે ચાલુ રહે છે. કૌશિક ભટ્ટના ગ્રાઉન્ડ અને ઈન્ફ્રાસ્ટ્રકચર કમિટિના ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું તે બાબતે બીસીએના પ્રવકતા સત્યજિત ગાયકવાડે જણાવ્યું હતું કે, બીસીએમાં બધી કામગીરી બંધારણ પ્રમાણે કરવામાં આવે છે તેમાં કોઈને નજર અંદાજ કરવામાં આવતા નથી. તેમના રાજીનામાનો પત્ર મળ્યો છે. જયારે બીસીએના વાઈસ ચેરમેન િશતલ મહેતાએ જણાવ્યું હતું કે, કૌશિક ભટ્ટ અમારા વડિલ છે. અમે તેમને માન આપીએ છીએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બીસીએ તેના વર્ષો જૂના બંધારણ પ્રમાણે કાર્ય કરે છે. દરેક કમિટીની રચના બંધારણની જોગવાઈ પ્રમાણે કરવામાં આવે છે. તેમાં કોઈને નજરઅંદાજ કરવાનો હેતુ નથી.

 ઉલ્લેખનીય છે કે, બીસીએ અને વિવાદને જૂનો નાતો છે. અનેક વિવાદો ભૂતકાળમાં થઈ ચૂકયા છે. બીસીએમાં વિવાદનું ભુત ફરીથી ધુણ્યું છે. થોડા સમય અગાઉ જાણીતા બેટધર દિપક હુડા બીસીએ છોડીને અન્યત્ર જતો રહયો હતો. જેની મોટી ખોટ બીસીએને પડી રહી છે. દિપક હુડાના મતે તેના કેસમાં એકપક્ષીય નિર્ણય લેવાયો હતો. તેના કેસમાં એકપક્ષીય નિર્ણય લેવાયો હતો અને પ્રતિબંધ મૂકાયો હતો. સૌથી મોટો વિવાદ કોટંબી ખાતે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા બાબતે વિવાદ થયો હતો. જમીન અંગે ચૂકવાયેલ કિંમત અંગે વિવાદ થયો હતો. મેદાનની આસપાસની જમીન જેમને વેચવામાં આવી છે તે બાબતે પણ વિવાદ થયો હતો.

Most Popular

To Top