Business

વેલકમ ફ્યુચર સ્ટાર કીડ્સ…

જાન્યુઆરી 2022 શરૂઆતમાં બોલિવૂડથી ગાયબ રહેલી વિદેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ માતા-પિતા બન્યાના ખબર વાયરલ થયા. કોઈને ખબર ન પડ્યાનું કારણ તે સરોગસી દ્વારા મમ્મી બની હતી. આ દીકરીનું નામ માલતી મેરી ચોપરા જોનસ રાખ્યું! જે કેટલીય મોટી થઇ ત્યાર સુધી તેનો ચેહરો ફેન્સને જોવાં મળ્યો ન હતો! હવે મમ્મીની જેમ માલતી મેરી બોલિવૂડ હોલિવુડ ક્યાં સ્ટાર બનશે તે સવાલ છે? બાકી પ્રિયંકા ફરી બોલિવૂડમાં કમબેક કરવા આવી રહી છે. આ જ 2022ના માર્ચમાં સોનમ કપૂરે પ્રેગ્નેન્સી જાહેરાત કરી, 20 ઓગસ્ટ 2022 નાં રોજ વાયુ કપૂર આહુજાનું સ્વાગત થયું. હવે વાયુ દાદા અનિલ પર જશે કે બિઝનેસમેન પપ્પા આનંદ પર તે જોવું રહ્યું.
રાહા કપૂરને આપણે 2020 પછી આવેલી મોટી સ્ટાર કિડ ગણવાની શરૂઆત અત્યારથી કરી દેવી જોઈએ. જે રીતે તે પાપારાઝીઓ સામે પોઝ આપે છે તે કઝીન તૈમૂર અને જેહની પોપ્યુલારિટી ક્યારની પર કરી ચુકી છે. આલિયા અને રણબીરના લૂકને ગુણ અત્યારથી દેખાઈ રહ્યા છે તેવું ફેન્સ સ્વીકારી ચુક્યા છે. રાહા નામનો સંસ્કૃતમાં અર્થ ‘વંશ’ અથવા ‘જાતિ’, જ્યારે અરબીમાં તેનો અર્થ ‘શાંતિ’ થાય છે. આ નામ નીતુ કપૂરે પસંદ કર્યુ હતું. એપ્રિલ 2022માં લગ્ન થયા હતા અને રાહાનો જન્મ તેમના લગ્નના માત્ર થોડા મહિના પછી થયો હતો. એક આડ વાત તો એવી પણ છે કે રાહા કપૂરને ભાઈ/ બહેન ટૂંક સમયમાં આવશે. આલિયા રણબીર બીજું બાળકે પણ પ્લાન કરી જ રહ્યા છે.
આ લિસ્ટમાં હાઈ પ્રોફાઈલ બની ગયેલા અને હજી સુધી જેને નથી જોયા તેવા વમિકા અને અકાય કોહલીને પણ યાદ કરવા જ જોઈએ. ફેબ્રુઆરી 15 2024માં આવેલા અકાયને હજી પણ સ્પોટલાઇટથી દૂર જ રાખ્યો છે. સપ્ટેમ્બર 8 એ આ અપકમીંગ સેલેબ્રીટી લિસ્ટની મોસ્ટ પ્રોમિસિંગ સ્ટાર કિડનો જન્મ થયો, રણવીર અને દીપિકાની દુઆ કબૂલ થઇ. બિપાશા અને કરણે સોશિયલ મીડિયા પર એક સુંદર ફોટોશૂટ દ્વારા તેમની પ્રેગનેન્સીની ન્યૂઝ આપી હતી. તેમનાં ઘેર 12 નવેમ્બર, 2022એ દીકરી ‘દેવી’ જન્મી, જેનો અર્થ તો તમે જાણો જ છો. ટીવીથી કરિયર શરૂ કરી OTT પર રાજ કરતા વિક્રાંત મેસી અને ‘બ્રોકન બટ બ્યુટિફુલ’માં તેની સાથે ચમકેલી શીતલ ઠાકુરને 7 ફેબ્રુઆરી, 2024ના રોજ ‘વરદાન’ નામનુ બેબી બોયનું વરદાન મળ્યું હતું.
‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ના સેટ પર શરૂ થયેલી યામી ગૌતમ અને ફિલ્મ ડાયરેક્ટર આદિત્ય ધારની લવ સ્ટોરી 2021માં લગ્નમાં પરિણામી હતી. તેમણે 10 મે, 2024ના રોજ દીકરા ‘વેદવિદ’નું સ્વાગત કર્યુ હતુ, જેનો અર્થ ‘વેદોનું જ્ઞાન ધરાવનાર’ એવો થાય છે. વરૂણે તેનાં ચાઇલ્ડહૂડ લવ નતાશા સાથે લગ્ન કર્યા બાદ 3 જૂન, 2024ના રોજ બેબી ગર્લ ‘લારા’નો જન્મ થયો હતો., જેનો લેટિન અર્થ વિજય અથવા સફળતા એવો થાય છે. લારાના જન્મની ખુશખબર ફેન્સ સુધી વરુણના પિતા, ડેવિડ ધવને પહોચાડી હતી. બોલિવૂડની બોલ્ડ લેડી રાધિકા આપ્ટેએ વર્ષ 2012માં બ્રિટિશ વાયોલિન પ્લેયર અને સિંગર બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા હતાં. તે 12 વર્ષ બાદ માતા બની છે, પરંતુ આ કપલે દીકરીનું નામ અને અન્ય વિગતો પ્રાઇવેટ રાખી છે. રાધિકાએ દીકરીને બ્રેસ્ટ ફિડીંગ કરવાતો એક ફોટો શેર કર્યો છે, પરંતુ તેમાં બેબીનો ફેસ રીવીલ નથી કર્યો.સુનીલ શેટ્ટીની દીકરી આથિયા અને ભારતીય ક્રિકેટર કે. એલ. રાહુલે 2023માં લગ્ન કર્યા હતા. તેમની લગ્નની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. 24 માર્ચ, 2025એ આથિયાએ દીકરીને જન્મ આપ્યો હતો, જેનુ નામ તેમણે ‘એવારહ’ રાખ્યુ છે. તેમણે પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, ‘અમારી નાનકડી પરી આવી ગઇ છે.’ •

Most Popular

To Top