2023માં કોરોનાના નવા વેરિએન્ટ BF.7 નો દુનિયા પર ઓછાયો
ચીન, જાપાન, બ્રાઝિલ અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા કેટલાક દેશોમાં તાજેતરના કોરોનાના કેસોમાં થયેલા વધારાને પગલે કેન્દ્ર સરકારે હવે રાજયને સાવચેતી સાથે કોરોનાના નવા વેરિએન્ટ BF.7 ને ધ્યાને લીધા સિવાય કોરોનાને કાબુમાં રાખવાની વ્યૂહરચના ચાલુ રાખવાની સલાહ આપી છે. નવી દિલ્હીમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રાજયોના આરોગ્ય મંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી.જુન – 2022માં સર્વેલન્સની વ્યૂહ રચના જાહેર કરાઈ હતી. તેનો અમલ ચાલુ રાખવા જણાવાયુ છે. બીજી તરફ ગુજારત પર નવા વર્ષ 2023માં કોરોનાના નવા વેરીએન્ટ BF 7નો ઓછાયો ઉતરી આવ્યો છે. ગુજરાતમાં કોવી શિલ્ રસીની અછત વર્તાઈ રહી છે. જયારે કોવેકિસન નના ડોઝ ઉપલબ્ધ થઈ રહયા છે.
કેન્દ્રએ આપેલી સલાહ મુજબ , કોવિડના નવા વેરિઅન્ટ્સને ધ્યાનમાં લીધા વિના, ‘ટેસ્ટ-ટ્રેક-ટ્રીટ-વેક્સિનેટ અને કોવિડ સંબંધિત યોગ્ય વર્તણૂકનું પાલન’એ કોવિડના વ્યવસ્થાપન માટે પરખાયેલી વ્યૂહરચના તરીકે જળવાઇ રહે તે જરૂરી છે. આનાથી યોગ્ય જાહેર આરોગ્યના પગલાં હાથ ધરવામાં સરળતા રહેશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 22 ડિસેમ્બર, 2022ના રોજ પૂરા થતા સપ્તાહે, પ્રતિ મિલિયન 79 પરીક્ષણોના વર્તમાન દરથી ઝડપથી પરીક્ષણનો દર વધારવા માટે પણ જણાવવામાં આવ્યુ છે. દેશમાં ફેલાઇ રહેલા કોરોનાના નવા પ્રકાર BF.7 , જો કોઇ હોય તો, સમયસર શોધી શકાય તેની ખાતરી કરવા માટે ભારતીય SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) નેટવર્ક દ્વારા વેરિયન્ટ્સને ટ્રેક કરવા માટે પોઝિટિવ કેસના સેમ્પલના સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ માટે સર્વેલન્સ સિસ્ટમ મજબૂત કરવામાં જણાવાયુ છે. આરોગ્ય સુવિધા આધારિત સેન્ટિનલ સર્વેલન્સ; સાર્વત્રિક-શ્વસન વાઇરસ સર્વેલન્સ; સમુદાય આધારિત દેખરેખ; અને ગટર/ગંદાપાણીની બાબતે સ્વચ્છતા રાખવા માટે જણાવવામાં આવ્યુ છે.
ટોબેકો ફ્રી જવા તરફ ન્યૂઝીલેન્ડ લાવશે અનોખો કાયદો
ન્યૂઝીલેન્ડની સરકાર ધુમ્રપાન અટકાવવા માટે નવો કાયદો બનાવવા જઇ રહી છે. ન્યૂઝીલેન્ડ સરકારના જણાવ્યા અનુસાર વર્ષ 2025 સુધી ન્યૂઝીલેન્ડને ટોબેકો મુક્ત કરવાનું તેનું લક્ષ્યાંક છે. તેના માટે 2023થી અનોખો કાયદો લાવવામાં આવી રહ્યો છે. જે મુજબ જે લોકો સ્મોકિંગ કરતાં થઇ ગયા છે તેને તેમના તેમ રાખીને નવા કાયદાનો અમલ નવા યુવાનો વ્યસની નહીં બને તેના ઉપર ધ્યાન રાખવામાં આવશે જે અનુસાર 1 જાન્યુઆરી 2009 પછી જન્મેલા કોઇ પણ તરૂણને તંબાકુ વેચી શકાશે નહીં અને ધીરે ધીરે 14 વર્ષથી વધુ વયના નવા લોકો સિગરેટ પીતા અટકી જશે.
નાસા માર્ચ 2023માં ચંદ્ર ઉપર લુનાર મોકલશે
માર્ચ 2023માં નાસા ચંદ્ર પર પાણી તથા બરફના વિસ્તારો શોધી કાઢવા માટે લુનાર ટ્રેઇલ બ્લેઝર યાન લોન્ચ કરશે. આ પ્રોજેક્ટ નાસા માટે મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ તેની તૈયારી પણ લાંબા સમયથી ચાલી રહી છે. આ પહેલા અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાના અવકાશયાત્રીઓ હવે ચંદ્ર પર જતા પહેલા એક એવા મોડ્યુલમાં રોકાશે, જે તેમને કોઈ હોટલ જેવી ફિલ આપશે તેવી જાહેરાત કરી ચૂકી છે. ખાસ વાત એ છે કે, આ મોડ્યુલ ચંદ્રના ઓર્બિટમાં જ રહેશે અને તે તેના ચક્કર પણ લગાવશે. આ માટે નાસાએ નોર્થરોપ ગ્રૂમાનને 187 મિલિયન ડૉલરનો કોન્ટ્રાક્ટ આપ્યો છે, જે નાસાના આર્ટેમિસ મિશનનો જ હિસ્સો હશે. આ મિશન હેઠળ અમેરિકા 2024 સુધી ચંદ્ર પર પહેલી મહિલા અને એક પુરુષને મોકલશે. 1972 પછી પહેલીવાર માણસોને ફરી એકવાર ચંદ્ર પર મોકલવાનો આ પ્રયાસ હશે. 2023માં ભારતીય અવકાશ સંસ્થા ઇસરો સૂર્યનો અભ્યાસ કરવા માટે આદિત્ય અને ચંદ્રનો અભ્યાસ કરવા ચંદ્રયાન 3 ને અવકાશમાં રવાના કરશે. વર્ષાંતે માનવરહિત ગગનયાનને પણ લોન્ચ કરશે. સમાનવ અવકાશ યાત્રા માટે ઇસરો આ પ્રયોગ કરશે. આદિત્ય એલ-1 ઉપગ્રહને પીએસએલવી-એક્સએલ રોકેટ લોન્ચરની મદદથી આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેથી લોન્ચ કરાશે. આ ઉપગ્રહ તેની સાથે 6 પેલોડ લઈ જશે, જે સૂર્યના વિસ્તૃત અભ્યાસમાં મદદ કરશે અને વિજ્ઞાનની નવી દિશાઓ ઉઘાડશે.
જ્યુપિટરના અભ્યાસ માટે જ્યુપિટર આઇસી જશે
ગુરૂ ગ્રહના બરફિલા ઉપગ્રહના અભ્યાસ માટે જ્યુપિટર આઇસી મૂન્સ એક્સપ્લોરર ગુરૂ ગ્રહના પ્રવાસે જશે. ગુરુગ્રહ ઉપર અત્યાર સુધીમાં અનેક સંશોધન થઇ રહ્યું છે પરંતુ આ ઓપરેશનને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે અને આ સંશોધન 2023માં થશે તેમ વૈજ્ઞાનિકો માની રહ્યાં છે. આ પહેલા અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટી (PRL)ના એક્સોપ્લેનેટ સર્ચ એન્ડ સ્ટડી ગ્રૂપે સૂર્યમંડળની બહાર એક નવો ગ્રહ શોધી કાઢ્યો હતો. આ ગ્રહ સૂર્ય કરતાં 1.5 ગણો મોટો છે અને 725 પ્રકાશવર્ષ દૂર છે, એમ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જણાવ્યું હતું. બેંગલુરુમાં હેડક્વાર્ટર ધરાવતી આ સ્પેસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ શોધ PRL એડવાન્સ્ડ રેડિયલ વેલોસિટી અબુ-સ્કાય સર્ચ (PARAS) ઓપ્ટિકલ ફાઇબર આધારિત સ્પેક્ટ્રોગ્રાફીનો ઉપયોગ કરીને કરવામાં આવી છે, જે ભારતમાં તેના પ્રકારની પ્રથમ છે. માઉન્ટ આબુ ઓબ્ઝર્વેટરી ખાતેના પીઆરએલના 1.2 મીટર ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
યુક્રેન રશિયા યુદ્ધ સમાપ્ત થશે કે કેમ તેના ઉપર નજર રહેશે
ગત તા. 24 ફેબ્રુઆરીના રોજ રશિયાએ યુક્રેન સામે લશ્કરી કાર્યવાહીનું ઓપરેશન હાથ ધર્યું ત્યારે મહાસત્તા મનાતી રશિયન સરકારને એવો વહેમ હતો કે યુક્રેન જેવા દુશ્મનને ચપટીમાં ચોળી નાખીશું. રશિયન સેના યુક્રેનમાં હુમલાની શરૂઆત કરશે એ સાથે જ યુક્રેનનું લશ્કર શણાગતિની તૈયારી કરશે, અને યુક્રેનની પ્રજા રશિયન લશ્કરનું સ્વાગત કરતી હશે આ યુદ્ધ શરૂ થયું ત્યારે સરમુખત્યાર પુતિને તેને ઓપરેશન તરીકે ઓળખાવ્યું હતું. પુતિન માટે આ એક લશ્કરી મિશન હતું, જેનો મુખ્ય હેતુ સમગ્ર વિશ્વમાં એક સ્પષ્ટ સંદેશો આપવાનો હતો કે રશિયા પોતાના સાર્વભૌમત્વ, ભૌગોલિક સરહદો અને રાષ્ટ્રીય હિતો સાથે કોઈપણ પ્રકારની છેડખાની સહન નહીં કરે. ટૂંકમાં પુતિનને લાગતું હતું કે મહત્તમ છ થી સાત દિવસમાં આ ઓપરેશન પાર પડી જશે. પુતિનના લશ્કરી અધિકારીઓ પણ એવા જ વહેમમાં હતા અને માટે એરફોર્સના સિનિયર અધિકારીઓ શરૂઆતમાં ક્રીમિયા, લુહાન્સ્ક, કીવ વગેરે વિસ્તારોમાં ઉતર્યા ત્યારે તેમણે વિજયની પરેડના ફોટોગ્રાફ્સ માટેનો ડ્રેસ પહેર્યો હતો. પરંતુ જોતજોતાંમાં રશિયન સૈનિકોના પગ તળેથી ધરતી સરકી ગઈ.
યુક્રેનની પ્રજાએ ઘૂસણખોર રશિયન સૈનિકોનો તન, મન અને ધનથી બેવડા ઝનૂન સાથે સામનો કર્યો અને પ્રજાનો જોમ અને જુસ્સો શું હોય છે તેનો પરચો પુતિનની સેનાને આપી દીધો છે. ત્યારે આ યુદ્ધને જ્યારે ડિસેમ્બર 2022માં દશ મહિના પૂર્ણ થયા છે ત્યારે આગામી વર્ષ 2023માં તેની દીશા કઇ હશે તે નક્કી થશે.
હોકી વર્લ્ડ કપ
પુરુષોનો 15મો હોકી વર્લ્ડ કપ ભારતમાં યોજાવા જઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ 13 થી 29 જાન્યુઆરી 2023 સુધી ચાલશે. ભુવનેશ્વર, ઓડિશામાં બનેલ કલિંગા સ્ટેડિયમ અને રાઉરકેલામાં 20,000 સીટનું બિરસા મુંડા ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ બનાવવામાં આવી રહ્યું છે. ભારત માત્ર 1975માં એક જ વાર હોકીમાં વર્લ્ડ કપ જીતી શક્યું છે. યજમાન તરીકે ભારત પાસે 47 વર્ષ બાદ કપ ઉપાડવાની સારી તક છે.
વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ
ઓગસ્ટ 2021થી રમાઈ રહેલી આ ટેસ્ટ સિરીઝની પૂર્ણ અને અંતિમ મેચ માર્ચ 2023માં રમાશે. તાજેતરના આંકડાઓની વાત કરીએ તો, ભારતે બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશને ત્રણ વિકેટથી હરાવીને બાંગ્લાદેશ સામે ક્લીન સ્વીપ જીત નોંધાવી છે. આ જીત બાદ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટેલીમાં બીજા સ્થાને આવી ગયું છે. ઓસ્ટ્રેલિયા નંબર વન પર છે. માર્ચ સુધી વધુ ચાર ટેસ્ટ મેચો રમવાની છે.
એશિયન ગેમ્સ
ચીન આ વર્ષની એશિયન ગેમ્સની યજમાની કરવાનું હતું. આ ટુર્નામેન્ટ 10 થી 25 સપ્ટેમ્બર 2022 દરમિયાન ચીનના શહેર હાંગઝોઉમાં યોજાવાની હતી. પરંતુ કોવિડ ચીનમાં ઝડપથી ફેલાવા લાગ્યો અને તેને મુલતવી રાખવો પડ્યો. ત્યારબાદ 6 મે, 2022ના રોજ, ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA) એ જાહેરાત કરી કે એશિયન ગેમ્સ હવે 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર, 2023 દરમિયાન યોજાશે. ગેમ્સ મોકૂફ રાખવાની જાહેરાત બાદ OCA એ કહ્યું કે એશિયન ગેમ્સ આગામી વર્ષની મોટી ઈવેન્ટ્સ સાથે ટકરાઈ રહી નથી. 2018માં ભારતે 15 ગોલ્ડ, 24 સિલ્વર અને 30 બ્રોન્ઝ જીત્યા હતા. આ વખતે અમારે વધુ સારું રમવું પડશે, અને વધુ સારું પ્રદર્શન કરવું પડશે.
નાઇઝિરિયા, યુક્રેન અને આર્જેન્ટિનામાં ચૂંટણી યોજાશે
18મી જાન્યુઆરીએ એન્ટિગુઆ અને બાર્બાડોસ 25 ફેબ્રુઆરીએ નાઇઝીરિયા તેમજ માર્ચમાં ક્યુબા અને 30 એપ્રિલે પેરાગ્વેમાં ચૂંટણી યોજાશે. 4 જૂને સિએરા લિયોન, જુલાઇમાં ઝિમ્બાબ્વેની ચૂંટણી યોજાશે આ ઉપરાંત ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન બનનાર આર્જેન્ટિનામાં ઓક્ટોબરમાં ચૂંટણી યોજાશે. તો ઓક્ટોબરમાં યુક્રેનમાં પ્રેસિડેન્સિયલ ઇલેકશન યોજાશે જ્યારે માડાગાસ્કરમાં પ્રેસિડેન્ટની ચૂંટણી નવેમ્બર મહિનામાં યોજાશે. યુક્રેનની ચૂંટણી ઉપર સમગ્ર વિશ્વની નજર રહેશે કારણ કે આ દેશ રશિયા સાથે યુદ્ધ લડી રહ્યો છે.
ઇજિપ્તને મળશે તેની નવી રાજધાની
ઈજિપ્તની હાલની રાજધાની કાઈરો શહેર છે. પરંતુ હવે ઈજિપ્ત પોતાની રાજધાની અન્ય સ્થળે લઇ જવા માગે છે. માટે આગામી પાંચ વર્ષમાં ચીન પાસેથી 30 બિલિયન ડોલરની આર્થિક સહાય મેળવશે. જોકે, હજુ નવી રાજધાનીનું નામ નક્કી કરવામાં આવ્યું નથી, માત્ર મોડેલ જ તૈયાર કરવામાં આવ્યું છે. કાઈરો શહેરમાંથી રાજધાની હટાવવા પાછળનું કારણ એવું બતાવવામાં આવ્યું છે કે વસતિ અતિશય વધી ગઈ છે અને જરૂરી સંસાધનોનો પણ અભાવ છે. ઇજિપ્તની સામ્રાજ્ય પ્રથમ રાજધાની મેમ્ફિસ શહેર છે. આ શહેરના ઇતિહાસ ખૂબ જ આકર્ષક છે. અહીં તે સમયના રાજાના આદેશથી શહેરની આસપાસ સફેદ દિવાલો બિલ્ટ કરી દેવામાં આવી છે, અને તે ભાગ્યે જ જોવા મળે હતી ઇજિપ્તીયન શહેરોમાં મેમ્ફિસનો સમાવેશ થાય છે. ઇજિપ્તીયન સામ્રાજ્ય પ્રથમ રાજધાની હતી અપ્પર રાજ્યનો અવશેષ – પવિત્ર સાપ (લોઅર ઇજીપ્ટ પ્રતીક) અને અસામાન્ય આકાર ના તાજ ની છબી હતી. ટૂંકમાં, રાજા મિન્હ સ્થાપક માત્ર બન્યા પ્રાચીન ઇજિપ્તની ભાષાના મુખ્ય રાજ્ય તેના વહીવટી કેન્દ્ર હતું, ત્યારથી ઇજિપ્તીયન સામ્રાજ્ય પ્રથમ રાજધાની મેમ્ફિસ શહેર હતું ત્યાર બાદ તેનું સ્થાન કેરોએ લીધું હતું.
આ વર્ષે દુબઇની કંપની વિશ્વની પહેલી પાવર ફ્લાઇંગ બોટ લોન્ચ કરશે
દુબઇની એક કંપની દ્વારા વિશ્વની હાઇડ્રોજન પાવર ફ્લાઇંગ બોટ શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ધ જેટ નામની આ બોટમાં 40 કિલોમીટર અંતર કાપશે અને તેમાં 8 થી 12 પેસેન્જર બેસી શકે તેવી ક્ષમતા હશે.
12 માર્ચે ડે લાઇટ સેવિંગ ટાઇમમાં અમેરિકા ફેરફાર કરશે
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં હાલમાં 6 જુદા જુદા ટાઇમઝોન છે. દિવસના સમયને સૂર્યની સ્થિતિ સરખાવવા માટે પશ્ચિમથી પૂર્વમાં મોટા અંતર ધરાવતા દેશોને ઘણીવાર બે અથવા વધુ સમય ઝોનમાં વિભાજિત કરવામાં આવે છે. ટાઈમઝોન હંમેશા યુનિવર્સલ ટાઈમ કોઓર્ડિનેટેલની તુલના કરી ગણવામાં આવે છે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં, પૂર્વ અને પશ્ચિમ વચ્ચે પાંચ કલાકનો સમય તફાવત છે. યુએસએના મોટાભાગના ભાગોની જેમ, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં પ્રમાણભૂત સમય અને ડેલાઇટ સેવિંગ ટાઈમ (જેને શિયાળાનો સમય અને ઉનાળાનો સમય પણ કહેવાય છે) વચ્ચે એક તફાવત છે, પરંતુ આ ભેદ દેશવ્યાપી નથી. જો કે, 12મી માર્ચ, 2023ના રોજ 2:00 થી ડેલાઇટ સેવિંગ ટાઈમમાં થશે.
આ વર્ષે દુનિયાને મળશે આ નવી ટેકનોલોજી
એક્સટેંડેડ રીઆલીટી
એક્સટેંડેડ રીઆલીટી શબ્દ VR, AR અને MR નો સંદર્ભ આપે છે. જ્યારે મેટા જેવી કેટલીક બ્રાન્ડ હેડસેટ્સ દ્વારા વૈકલ્પિક વિશ્વ બનાવી રહી છે, ત્યારે અન્ય બ્રાન્ડ્સ મેટાવર્સ માટે વિવિધ માર્ગો અપનાવી રહી છે. 2023 માં, સ્ટાર્ટઅપ્સ અને મોટી ટેક કંપનીઓ બંનેને મેટાવર્સ માટે સામાજિક અનુભવનો ભાગ બનવા માટે આગળ વધતા જોઈશું. જ્યારે કેટલીક કંપનીઓ વિઝ્યુઅલ કમ્પ્યુટિંગ હાર્ડવેર અથવા હેડસેટ ઓફર કરશે, અન્ય સોફ્ટવેર અને સામગ્રી બનાવશે. આનાથી ગ્રાહકોને 3D વર્ચ્યુઅલ સ્પેસમાં વધુ સારો વિકલ્પ મળશે જેમની પાસે હાલમાં કેટલાક કસ્ટમાઇઝ અવતાર સિવાય બીજું કંઈ નથી. તેના કારણે સ્ટાર્ટઅપ કંપનીઓને પણ હાર્ડવેર, સોફ્ટવેર અને ટૂલ્સ બનાવવા માટે આગળ વધવાની અને ઝડપથી વૃદ્ધિ કરવાની તક મળશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)
2022ના અંત સુધીમાં, આપણે AI ચેટબોટ્સનું પૂર જોશું. આ સાધન નિષ્ણાતોને ખૂબ પ્રભાવિત કરે છે અને ઘણા લોકો માને છે કે આવનારા સમયમાં વધુ સારી તાલીમ મેળવ્યા પછી, આ સાધન ઘણા કાર્યોમાં મનુષ્યનું સ્થાન લઈ શકે છે. OpenAI નું ChatGPT તેની ખામીઓ હોવા છતાં ભવિષ્યની ઝલક દર્શાવે છે. એવું કહેવું ખોટું નહીં હોય કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) 2023માં સૌથી મોટો ટ્રેન્ડ સાબિત થશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી ડિજિટલ પોટ્રેટ સાથે પહેલેથી જ ટ્રેન્ડ બની ગઈ છે. નિષ્ણાતોનું અનુમાન છે કે 2023માં રિલીઝ થનારા AI ટૂલ્સ પહેલા કરતાં વધુ સક્ષમ અને શક્તિશાળી હશે અને માનવ જેવું લખાણ જનરેટ કરવા ઉપરાંત કુદરતી માનવ ભાષાને પણ સમજી શકશે. એટલે કે આવનાર સમયમાં તમે AI-આધારિત ટૂલ્સ દ્વારા સ્ક્રિપ્ટો અને નિબંધો મેળવી શકો છો. પરંતુ કેટલાક લોકો આવા સાધનોની વિરુદ્ધ છે. શિક્ષકો માને છે કે AI ના આગમન સાથે, શૈક્ષણિક નિબંધ, જે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાની એક સામાન્ય પદ્ધતિ છે, તેનો અંત આવશે.
રોબોટ્સ વધુ માનવ બનશે
2023 માં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે રોબોટ્સ ઘણા કાર્યો કરશે જે સામાન્ય રીતે માણસો કરે છે. જો કે, 1956 થી કાર્યસ્થળમાં રોબોટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કૃષિ અને બાંધકામ જેવા ઘણા ઉદ્યોગોમાં રોબોટ્સ લાંબા સમયથી કર્મચારીઓનો એક ભાગ છે, જ્યાં મજૂરની અછત છે. હવે તે વધુ નવીનતા લાવવા માટે તૈયાર છે. રોબોટ્સ હવે નોકરીઓ ઘટાડી રહ્યા છે અને તે ચોક્કસપણે મનુષ્યો માટે જોખમી બાબત છે. અગ્રણી રોબોટિક્સ ડેવલપર બિલ લવલે, ઉદાહરણ તરીકે, રોબોટિક આર્મ ટેક્નોલોજી બનાવી છે જે તોફાન પછી ઇમારતો સાફ કરવાથી માંડીને કચરો સાફ કરવા સુધીનું બધું જ કરી શકે છે. રોબોટિક આર્મ્સ ઔદ્યોગિક રોબોટિક્સનું લોકપ્રિય સ્વરૂપ છે.
મર્સિડીઝ બેન્ઝે ભારતમાં ચોથી ઇ-કાર લોન્ચ કરી
ભારતમાં પણ ઇલેક્ટ્રિક કારની સંખ્યા ઝડપથી વધી રહી છે. તાજેતરમાં જ મર્સિડીઝ બેન્ઝ ઇન્ડિયાએ ભારતમાં ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં તેનું ચોથું મોડલ EQB રજૂ કર્યું છે. EQB કાર સહિત, લક્ઝરી ઇલેક્ટ્રિક કાર સ્પેસમાં 10થી વધારે મોડલ છે. જેમાંથી તમે તમારી ઈચ્છા અને જરૂરિયાત મુજબ કોઈપણ ઇલે. કાર પસંદ કરી શકો છો, જેમાં વિદેશી અને ભારતીય કારકંપનીઓના મોડલ સામેલ છે. જાપાનીઝ કાર નિર્માતા કંપનીને બાદ કરતા હાલના સમયમાં મોટાભાગની કાર મેન્યુફેક્ચર્ડ કંપનીઓ પાસે ઓછામાં ઓછી એક ઇલેક્ટ્રિક કાર છે. હકીકતમાં, જાપાનીઝ કાર કંપનીની હાઇબ્રિડ કાર બનાવવા પર વધુ ભાર આપી રહી છે.
હ્યુન્ડાઈ
હ્યુન્ડાઇ કંપનીએ જુલાઈ 2019માં તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર Kona EV લોન્ચ કરી હતી. હવે આ કોરિયન કાર નિર્માતા કંપની ટૂંક સમયમાં જ બીજી નવી ઇલેક્ટ્રિક કાર Ioniq 5 બજારમાં ઉતારશે. કંપનીની આ નવી કારનું બુકિંગ 20 ડિસેમ્બરથી શરૂ થશે અને હ્યુન્ડાઈ જાન્યુઆરી 2023માં યોજાનાર ઓટો એક્સપો ઈવેન્ટમાં પોતાની નવી કાર રજૂ કરશે. તો કિયા કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર Kia EV6નું વેચાણ ચાલુ છે. આ કારની કિંમત રૂ. 60 લાખથી શરૂ થાય છે. તો બીજી બાજુ હ્યુન્ડાઇની નવી ઇલેક્ટ્રિક કાર Ioniq 5 ઘણી સસ્તી હશે. કારણ કે કંપની આ કારને ભારતમાં જ તૈયાર કરી રહી છે.
કિયા
કિયા કંપનીની ઇલેક્ટ્રિક કાર Kia EV6 સંભવતઃ સંપૂર્ણ રીતે લૉક ડાઉન કિટ (CKD કિટ) તરીકે ઑફર કરવામાં આવશે. હાલમાં, આયાત ડ્યુટી બચાવવા માટે તેને સંપૂર્ણ રીતે બિલ્ડ-અપ (CBU) યુનિટ તરીકે આયાત કરવામાં આવે છે. પરંતુ 2025 પછી, Hyundai અને સિસ્ટર કાર નિર્માતા Kia ઓછામાં ઓછા એક ઇલેક્ટ્રિક કાર મોડલનું સંપૂર્ણપણે ભારતમાં સ્થાનિક સ્તરે મેન્યુફેક્ચરિંગ શરૂ કરશે.
સિટ્રોન
ફ્રેન્ચ કાર કંપની સિટ્રોનની પ્રથમ ઇલેક્ટ્રિક કાર તાજેતરમાં લોન્ચ કરાયેલી C3 સ્મોલ SUV જેવી જ હશે. સિટ્રોન ભારતને ઇલેક્ટ્રિક કાર માટેનું નિકાસ માર્કેટ બનાવશે તેવી અપેક્ષા છે.
મહિન્દ્રા ઓટો
મહિન્દ્રા- મહિન્દ્રા કંપનીએ વર્ષ 2024 બાદ તેની ઇલેક્ટ્રિક કારની એક સંપૂર્ણ રેન્જ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. ચાલુ વર્ષની શરૂઆતમાં કંપનીએ 5 કોન્સેપ્ટ ઇલેક્ટ્રિક SUVનું અનાવરણ કર્યું હતું. મહિન્દ્રા તેમને બે EV બ્રાન્ડ્સમાં સ્થાન આપશે – XUV અને BE.
સ્કોડા
આ વર્ષની શરૂઆતમાં Czech કાર મેન્યુફેક્ચરિંગ કંપનીએ ભારતના રસ્તાઓ પર Enyaq ઇલેક્ટ્રિક SUVનું ટેસ્ટિંગ કર્યું હતું. કંપની પોતાની નવી કાર 2023માં લોન્ચ કરી શકે છે.
એમજી મોટર
MG મોટર પહેલેથી જ ભારતમાં તેની MG ZS EV વેચી રહી છે. વર્ષ 2023ની શરૂઆતમાં કંપની અન્ય નવા ઇલે. કારના મોડલ (Air EV) રજૂ કરશે. મળતી માહિતી મુજબ કંપનીની આ નવી કાર ભારતની સૌથી નાની ઇલેક્ટ્રિક કાર હશે.
ટાટા મોટર્સ
ટાટા મોટર્સ વર્ષ 2024 બાદ તેની ‘બોર્ન ઇલેક્ટ્રિક’ કાર લોન્ચ કરશે. કંપનીએ આ વર્ષની શરૂઆતમાં Curvv કોન્સેપ્ટ EV અને AVINYA કોન્સેપ્ટ કારનું પ્રદર્શન કર્યું હતું. હાલ કંપની ઘણી કારમાં પહેલાથી જ રહેલા એન્જિનને ઇલેક્ટ્રીક કારની માટે તૈયાર કરવામાં વ્યસ્ત છે.