SURAT

વિવર્સ માટે પડતા પર પાટુ: અગ્રણી યાર્ન ઉત્પાદક કંપનીઓએ POY પર પાંચ રૂપિયા વઘાર્યા

સુરત: (Surat) એક બાજુ વિવર્સ સંગઠનો દ્વારા યાર્નની (Yarn) વઘી રહેલી કિંમતોનો લગાતાર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કેન્દ્ર સરકાર સુધી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે પરંતુ યાર્ન ઉત્પાદકો વિવર્સને (Weavers) મચક આપવાના મૂડમાં હોય તેમ લાગતું નથી. અગ્રણી યાર્ન ઉત્પાદક કંપનીઓ દ્વારા આજે પીઓવાયની (POY) કિમતોમાં પાંચ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

યાર્ન બજારના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ રવિવારે સાંજે યાર્ન ઉત્પાદક કંપની દ્વારા તમામ ડીલર્સને મેસેજ કરવામાં આવ્યો હતો. જેમા પીઓવાયની તમામ ક્વોલિટીમાં પાંચ રૂપિયા સુધીનો વઘારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. નવા ભાવો 11 તારીખ એટલ કે સોમવારથી લાગુ પડી જશે. એક બાજુ છેલ્લા બે અઠવાડિયાથી વિવર્સ સંગઠનો દ્વારા સતત યાર્ન બનાવતી કંપનીઓ પર કાર્ટેલ્સ બનાવી કિમતો વધારવામા આવી રહ્યાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે.

આ બાબતે સરકાર સુધી રજૂઆત પણ થઇ છે પરંતુ યાર્ન ઉત્પાદન કરતી કંપનીઓ વિવર્સને રજુઆતને માનવા તૈયાર નથી. યાર્ન બજાર સાથે સંકળાયેલા સુત્રોનું કહેવુ છે કે બજારામાં યાર્નની ડિમાન્ડ હોવાથી યાર્ન કંપનીઓ કિમતો વધારી રહી છે. જોકે કેટલાક યાર્ન ડીલર્સોએ ચીનનથી પણ 10000 ટન યાર્ન ઇમ્પોર્ટ કરવા માટે ઓર્ડર કર્યો છે જે 10 દિવસ સુધીમાં પહોંચી જશે ત્યારે સ્થાનિક યાર્નની કિમતોમાં ઘટાડો થવાની સંભાવના છે.

યાર્ન ડીલર્સ બકુલેશ પંડ્યાએ જણાવ્યું હતું કે દિવાળી બાદ પોલિયેસ્ટર યાર્નની કિમતો અંદાજિત 30 રૂપિયા સુધી વધી છે, જેને લીઘે કેટલાક વિવર્સો ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. અન્ય એક યાર્ન ડીલર રાકેશ કંસલે જણાવ્યું હતું કે બજારમા યાર્નની શોર્ટેજ હોવાથી યાર્નની કિમતો વધી રહી છે. 10-15 દિવસોમાં કિમતો રિવર્સ થઇ શકે છે.

5 જાન્યુઆરીએ જ યાર્નના ભાવમાં અંકુશમા લેવા સ્પીનર્સ અન વિવર્સ વચ્ચે બેઠક યોજાઇ હતી.
યાર્નના ભાવ અંકુશમા રાખવાનું યાર્ન ડિલર્સ કે વિવર્સના હાથમાં નથી, તેમ છતાં 5 જાન્યુઆરીના રોજ ફોગવા, વોર્પ નીટર્સ એસો. રેપિયર એસો.,સુરત ઓટો લૂમ્સ એસો.એ અગ્રણી સ્પીનર્સો અને ડીલર્સ સાથે બેઠક યોજી હતી.જેમાં યાર્નના ભાવ અંકુશમાં લેવાનો મુખ્ય મુદ્દો હતો. પરંતુ હવે ફ્રન્ટલાઇનર્સ સ્પીનર્સ દ્વારા પીઓવાય યાર્નમાં સીધા 5 રૂપિયા વધારી દેવામાં આવતા વિવર્સોએ વધેલો ભાવ સ્વીકારવો પડશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top