National

ઠંડા પવનની સાથે વાતાવરણમાં આવશે પલટો, આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

નવી દિલ્હી: દેશના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર ઠંડીનો (Cold) ચમકારો થઈ શકે છે. ઉત્તરના કેટલાક વિસ્તારમાં થઈ રહેલી હિમવર્ષાની (Snow fall) અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. પહાડોમાં હિમવર્ષા બાદ આવતા બર્ફીલા પવનોને કારણે દિલ્હી-એનસીઆર સિવાય ઘણા રાજ્યોમાં ઠંડીમાં (Cold) વધારો થયો છે. બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના કેટલાક રાજ્યોમાં લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. 13 ફેબ્રુઆરીએ આ રાજ્યોમાં લઘુત્તમ તાપમાન 7 થી 10 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. હવામાન વિભાગે માહિતી આપી છે કે પશ્ચિમી વિક્ષેપ 14 ફેબ્રુઆરીની રાત્રે પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરે તેવી શક્યતા છે, જેના કારણે કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં આછો છૂટોછવાયો વરસાદ અને ગાજવીજ સાથે હિમવર્ષા થવાની સંભાવના છે.

બર્ફીલા પવનના કારણે ઠંડીમાં વધારો
હવામાન વિભાગે જણાવ્યું હતું કે પહાડી વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાને કારણે કેટલાક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે, જેના કારણે ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનમાં ફેરફાર થશે, પરંતુ કોઈ નોંધપાત્ર વરસાદની સંભાવના છે. 14 ફેબ્રુઆરી પછીના આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર થશે. પરંતુ લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થશે નહીં અને ગાઢ ધુમ્મસ કે કોલ્ડવેવની સ્થિતિ રહેશે નહીં. વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં અરુણાચલ પ્રદેશના વિવિધ સ્થળોએ વરસાદની સંભાવના છે.

, કેટલાક રાજ્યોમાં વરસાદનું એલર્ટ
તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં લઘુત્તમ તાપમાનમાં 3-6 ડિગ્રીનો ઘટાડો થયો છે. 14 થી 17 ફેબ્રુઆરી, 2023 દરમિયાન કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદ તેમજ અરુણાચલ પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડાની સંભાવના છે.

દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ સહિત દેશના અનેક રાજ્યોમાં સવાર-સાંજ બર્ફીલા પવનોને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જો કે દિવસે સૂર્યપ્રકાશને કારણે મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સવાર બાદ લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે સાંજ પડતાની સાથે જ હવામાં ઠંડકના કારણે ફરીથી ઠંડીનો અહેસાસ થાય છે. આ બદલાતી મોસમમાં લોકોએ સાવધાન રહેવું જોઈએ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બર્ફીલા પવનોને કારણે મેદાની વિસ્તારોમાં તાપમાનનો પારો વધુ નીચે આવી શકે છે. વિભાગે જણાવ્યું છે કે 14 ફેબ્રુઆરીના દિવેસ આકાશ સ્વચ્છ રહેશે પરંતુ પવનની ગતિ વધુ રહેશે જેના કારણે ઠંડીનો અહેસાસ થશે.

Most Popular

To Top