રાજચમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની શકયતા બહુ જ નહીંવત છે, જેના પગલે ખેડૂતો ફરીથી ચિંતામાં મૂકાઈ ગયા છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં રાજ્યમાં વરસાદની 41 ટકા ઘટ પડી છે. હવામાન વિભાગ દ્વ્રારા જણાવવામાં આવ્યુ છે કે આગામી પાંચ દિવસ દરમ્યાન વરસાદની શકયતા નહીંવત છે. વરસાદની ભારે ઘટ જોવા મળી રહી છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં કયાંય વરસાદ નોંધાયો નથી.જુલાઈમાં પણ વરસાદ ઓછો હતો. હવે ઓગસ્ટમાં પણ ચોમાસુ નબળુ જઈ રહ્યું છે.
રાજયમાં સરેરાશ 39.07 ટકા વરસાદ થયો છે. કચ્છમાં 31.74 ટકા, ઉત્તર ગુજરાતમાં 31.18 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 34.03 ટકા, સોરાષ્ટ્રમાં 33.60 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 39.94 ટકા વરસાદ થયો છે. જુલાઈના અંતમાં વરસાદ થવાના કારણે કૃષિ પાકને જીવનદાન મળ્યું હતું. પરંતુ ઓગસ્ટ મહિનાનું એક સપ્તાહ પૂરું થયું પણ સારા વરસાદની આશા નથી. ત્યારે 15 ઓગસ્ટ સુધીમાં કોઈ સિસ્ટમ સક્રિય થવાની આશા પણ નથી. પરંતુ રાજ્યના કેટલાક ભાગોમાં આગામી 5 દિવસ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી છે. આમ હજુ સુધી રાજ્યમાં 41 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં ભારે વરસાદ માટે રાહ જોવી પડશે. સિસ્ટમ સક્રિય થયા બાદ ગુજરાતમાં સારો વરસાદ થશે. જો કે, હજુ વરસાદ ન થતા લોકો અસહ્ય બફારા અને ગરમીથી હેરાન પરેશાન થઇ રહ્યાં છે. ગુજરાત જુલાઈ મહિનામાં સામાન્ય વરસાદ થશે પરંતુ સામાન્ય કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે.
ઓગસ્ટમાં સારો વરસાદ નહીં થાય તો પાણીની તંગી પણ સર્જાશે. ઓછા વરસાદના કારણે ગુજરાતના જળાશયો પણ ભરાય નથી. કૂવામાં પણ પાણીના સ્તર ઉપર આવ્યા નથી. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસમાં અમદાવાદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડ, સુરત, ભરૂચ, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ સહિતના જિલ્લામાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ થવાની શકયતા છે. ઓગસ્ટના બીજા સપ્તાહ પછી સારો વરસાદ થાય તેવી આશા છે.