Fashion

રક્ષાબંધને પહેરો સ્ટાઈલિશ આઉટફિટ્સ

સાડી
સાડી ટ્રેડિશનલ આઉટફિટ છે. સિલ્ક, શિફોન, જયોર્જેટ, ઓરગેન્ઝા જેવાં અનેક ફેબ્રિકસમાં મળતી સાડી તમે જુદી જુદી સ્ટાઈલમાં પણ પહેરી શકો છો. દા.ત. ઈન્ડો- વેસ્ટર્ન લુક માટે તમે જીન્સ સાથે સાડી પહેરી શકો. રક્ષાબંધન માટે રેડ, ગ્રીન, ઓરેન્જ જેવી વાઈબ્રન્ટ કલરની સાડી પસંદ કરો. કલરફુલ બેન્ગલ્સ, સ્ટેટમેન્ટ ઇઅરીંગ્સ, કલચ બેગ સાથે રાખી સ્પેશ્યલ ડ્રેસને કમ્પલીટ કરવાનું ભૂલશો નહિ.


સલવાર કમીઝ
સલવાર – કમીઝમાં પણ કેટકેટલું વૈવિધ્ય. તમે બારીક એમ્બ્રોઇડરીવાળો અનારકલી સૂટ કે ડેલિકેટ પેટર્નવાળો સ્ટ્રેટ સૂટ પસંદ કરી શકો. રાખી ફેસ્ટિવલ માટે ફલોરલ પ્રિન્ટ કે લહેરિયા ડિઝાઈન પર્ફેકટ છે. તમારા રાખી આઉટફિટને પર્સનલ ટચ આપવા બટરફલાય કે કાઉલડ્રેપ જેવી અલગ અલગ દુપટ્ટા ડ્રેપિંગ સ્ટાઈલનો એક્સપરિમેન્ટ કરી શકાય.


કુરતા વીથ પલાઝો
એથનિક આઉટફિટ ઘણા પ્રકારના હોય છે પરંતુ આપણે તહેવારોમાં સાડી અને સલવાર સૂટ પહેરવાનું જ પસંદ કરીએ છીએ. આ વખતે એ ચેન્જ કરી ટોપ-પલાઝો વિથ શ્રગ સ્ટાઈલ કરો. આ પ્રકારના આઉટફિટ જોવામાં સ્ટાઈલિશ લાગે છે અને પહેર્યા બાદ પણ તમારા લુકને સ્ટાઈલિશ બનાવે છે. એમાં તમને અનેક ઓપ્શન મળશે.
કુરતાને વાઈડ લેગ પલાઝો સાથે પેર કરો. પેસ્ટિવ ટચ માટે કુરતા બ્રાઈટ અને ચીઅરફુલ કલરના કે એમ્બ્રોઇડરીવાળા પસંદ કરો. તમારા બોડી શેપને અને કરતાને નિખારતાં પલાઝો પેન્ટ પસંદ કરો. એની સાથે જ્વેલરી અને મેચિંગ ફૂટવેર પહેરી શકાય.
શરારા
શરારાને પેપલમ ટોપ, શોર્ટ કુરતી કે જેકેટ સ્ટાઈલ ટોપ સાથે કેરી કરો.એ સ્માર્ટ, મોડર્ન અને બ્યુટીફૂલ લુક આપે છે. તમે કોન્ટ્રાસ્ટ કલર પણ પસંદ કરી શકો.
લહેંગા
તમે સહેલાઈથી હરીફરી શકો એ માટે જયોર્જેટ કે નેટ જેવા ફેબ્રિકના લહેંગા પસંદ કરો. એની સાથે એમ્બ્રોઈડરીવાળી ચોળી અને મેચિંગ દુપટ્ટા પેર કરો. રાખી લુકને કમ્પલીટ કરવા કુંદન ઇયરિંગ્સ કે સ્ટેટમેન્ટ નેકલેસ પહેરવાનું ભૂલશો નહિ.
જમ્પસૂટ
જમ્પસૂટ વનપીસ આઉટફિટ છે જે સ્ટાઇલિશ અને પ્રેકિટકલ પણ છે. જો તમે કંઇક અલગ અને સહેલાઈથી પહેરી શકાય એવા આઉટફિટ વિચારતાં હો તો જમ્પસૂટ એક સારો વિકલ્પ છે. બાંધણી પ્રિન્ટ જેવી એથનિક પ્રિન્ટ અને ગોટાપટ્ટી વર્કવાળી એમ્બ્રોઇડરીવાળા જમ્પસૂટ પસંદ કરો.
ઇન્ડો-વેસ્ટર્ન ફયુઝન આઉટફિટ્સ
યુનિક રાખી આઉટફિટ માટે તમે તમારી ક્રિએટીવીટીનો ઉપયોગ કરી અલગ અલગ સ્ટાઈલમાં મિકસ-મેચ કરી શકો. ફેમિનાઈન લુક માટે ફિટેડ કુરતા સાથે ફલોઇ સ્કર્ટ કે કન્ટેમ્પરરી ટચ માટે પેન્ટ સાથે એથનિક જેકેટ કે શ્રગ ટ્રાય કરી શકો.
મેકસી ડ્રેસ
ઇન્ડો-વેસ્ટર્ન મેકસી ડ્રેસ સિમ્પલ અને એલિગન્ટ લુક આપે છે. એની સાથે બેલ્ટ કેરી કરો. એની ખાસિયત એ છે કે એની સાથે તમારે દુપટ્ટો નાંખવો નથી પડતો કે નથી કોઇ હેવી જવેલરી કેરી કરવી પડતી. તમે ઇચ્છો તો એની સાથે ઇયરિંગ્સ, બ્રેસલેટ અને કલચ સ્ટાઈલ કરી શકો. જો વર્ક હેવી હોય તો જવેલરી લાઈટ રાખો. જો ડ્રેસની ડિઝાઈન લાઈટ હોય તો હેવી ઇયરિંગ્સ પહેરી શકો.
કો ઓર્ડ સેટ
કો ઓર્ડ સેટ હંમેશાં ટ્રેન્ડમાં છે. તમે ઇન્ડો -વેસ્ટર્ન કે વેસ્ટર્ન કો ઓર્ડ સૂટ ટ્રાય કરી શકો. એ બ્રાઈટ કલરના પસંદ કરો. એની સાથે બ્લોક ચંકી હીલ્સ કે ફલેટ પહેરો. તમે તમારા આઉટફિટ્સ તો પસંદ કરી લીધાં હવે એની સાથે એકસેસરીઝનું પણ વિચારવું પડશે ને!
જ્વેલરી
રક્ષાબંધન તમારા આઉટફિટ્સમાં થોડો સ્પાર્કલ ઉમેરવાનો સમય છે. સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ, ડેલિકેટ નેકલેસ કે કલરફુલ બંગડીઓ પહેરો. વધુ પડતી જવેલરી પણ ન પહેરો. તમારે એલિગન્ટ દેખાવાનું છે. તમારા આઉટફિટના ઓવરઓલ લુકને ધ્યાનમાં રાખી એને નિખારતી જ્વેલરી પસંદ કરો.
હેરસ્ટાઈલ- મેકઅપ
ચોટલો, બન જેવી સિમ્પલ હેરસ્ટાઈલ કરો. તમે વાળ છુટ્ટા પણ રાખી શકો. લાઈટ અને નેચરલ મેકઅપ કરી શકાય. લિપસ્ટિક અને આંખમાં કાજળ લગાડો. આ અવસરે સિમ્પલ અને એલિગન્ટ લુક પર્ફેકટ છે.
ફૂટવેર
તમારા આઉટફિટ સાથે મેચ થતાં કમ્ફર્ટેબલ ફૂટવેર પસંદ કરો. સેન્ડલ્સ અને ફલેટ સારા વિકલ્પ છે.
કલચ બેગ
જરૂરી વસ્તુઓ રાખવા માટે નાની કલચ બેગ સ્ટાઇલિશ અને પ્રેકિટકલ રસ્તો છે. તમારા ડ્રેસના કલર અથવા પેટર્ન સાથે મેચ થતી કલચ બેગ પસંદ કરો. અને છેલ્લે…… તમારા ભાઈની કલાઈ પર જે રાખડી બાંધવાનાં છો તે લેવાનું ભૂલતાં નહિ. તેના પ્રત્યેનો પ્રેમ અને કાળજી દર્શાવતી ખૂબસૂરત રાખડી પસંદ કરો.

Most Popular

To Top