SURAT

પોલીસનું કોમ્બિંગ: સુરતના આ વિસ્તારોમાંથી મળ્યા સંખ્યાબંધ ઘાતક હથિયારો

સુર: સુરત (Surat) જિલ્લાના કામરેજ (kamrej) વિસ્તારમાં પાસોદરા પાટિયા નજીક ફેનિલ પંકજ ગોયાણી નામના યુવકે જાહેરમાં જ  ગ્રીષ્મા નંદલાલાભાઈ વેકરિયા નામની યુવતીને જાહેરમાં માતા અને ભાઈની સામે જ જાહેરમાં ગળે ચપ્પુ મુકી ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડયા છે. ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી હતી. આ ગુનામાં છરા વડે યુવતીનું ગળું કાપીને તેને મોતને ઘાટ ઉતારાઈ હતી. જેના પગલે પોલીસે સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ (Combing) હાથ ધર્યું છે. આ અંતર્ગત વિવિધ વિસ્તારોમાંથી ઘાતક હથિયારો મળતા 402 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

  • ગ્રીષ્મા હત્યાકાંડના પગલે સુરત પોલીસ એક્શનમાં
  • સ્પેશિયલ કોમ્બિંગ ડ્ર્રાઈવ હાથ ધરી
  • ઘાતક હથિયારો મળતા 402 લોકો સામે ગુનો

સુરતમાં ગ્રીષ્મા હત્યાકાંડને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.. આ હત્યા બાદ પોલીસની કામગીરી સામે લોકોએ અનેક સવાલો ઉભા કર્યા હતા. જેના પગલે સુરત પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા સુરત શહેરના અલગ-અલગ વિસ્તારમાં કોમ્બિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ લોકો અને વાહનોને પોલીસે તપાસ્યા હતા. પોલીસ ચેકિંગ દરમિયાન 402 લોકો પાસેથી પોલીસને અલગ-અલગ પ્રકારના ઘાતક હથિયારો જેવા કે તલવાર, રેમ્બો છરા, ચપ્પુ મળી આવ્યા હતા. જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે આ તમામ લોકો પાસેથી હથિયારો જપ્ત કરી તેઓના વિરુદ્ધ 135 કલમ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. લિંબાયત, પાંડેસરા, ઉધના, ડિંડોલી વિસ્તારમાંથી 402 લોકો પાસેથી પોલીસ દ્વારા હથિયાર જપ્ત કરવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું છે. 

અસામાજિકતત્ત્વો સામે પગલાં ભરવા પોલીસ કટિબદ્ધ : પોલીસ કમિશનર
સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, બે અઠવાડિયાંમાં 13599 વાહન ચેક કરવામાં આવ્યાં છે. હથિયાર તરીકે ઉપયોગમાં લઈ શકાય એવી વસ્તુઓ લઈને ફરી રહેલા સામે 402 કેસ કરવામાં આવ્યા છે. ચેકિંગ દરમિયાન કલમ 107 અને 151 મુજબ 475 વિરુદ્ધ પગલાં ભરાયાં છે. રાત્રે કોઈપણ કારણ વગર બીજા વિસ્તારમાં રખડતા હોય કે શંકાસ્પદ લાગે એવા 518 સામે પગલાં લેવામાં આવ્યાં છે. આ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી 93 રેમ્બો છરા અને તીક્ષ્ણ હથિયારો રિકવર કરાયાં હતા. 475 દારૂ પીધેલાના કેસ કરાયા, 79 કપલ બોક્સ બંધ કરાવાયાં છે. 188 મુજબ જાહેરનામાના ભગ બદલ 117 કેસ કરાયા છે.

યુવાનોમાં જોવા મળતું છરા ક્લચર
સુરતમાં જે પ્રકારે હત્યાઓ થઈ રહી છે તે તમામ ઘટનાઓમાં ઘાતક હથિયારોમાં છરાનો ઉપયોગ થયો હતો. સામાન્ય રીતે છરા સાથે પકડાયેલા યુવાન પર પોલીસ દ્વારા માત્ર બે કલાકની કાર્યવાહી કરવામાં આવે છે અને માત્ર 50 રૂપિયાના દંડ બાદ જામીન મળી જતા હોય છે. જેના પગલે આ પ્રકારની ગુનાખોરીને છૂટો દોર મળી જતો હોય છે. યુવાનોમાં છરા ક્લચરના પગલે સુરત પોલીસે એકશનમાં આવી તમામ પોલીસ અધિકારીઓ, જે-તે પોલીસ સ્ટેશનના પીઆઇથી લઈ તમામ કર્મચારીઓને અલગ અલગ ડ્રાઈવ કરવા સૂચના આપી છે. તો બીજી બાજુ પોલીસ કમિશનર પોતે ડ્રાઈવ કરી રહ્યા છે. એક અઠવાડિયાથી શરૂ કરેલી ઝુંબેશમાં અનેક ઘાતક હથિયારો મળી આવ્યાં છે, સાથે સાથે અનેક શંકાસ્પદ લોકો સામે પગલાં ભરવામાં આવ્યાં છે અને આ કાર્યવાહી આગામી દિવસમાં પણ ચાલુ રાહેશે તેવું જાણવા મળ્યું છે.

Most Popular

To Top