Charchapatra

ભૂતકાળમાંથી આપણે હજી કંઇ શીખ્યા નથી

ભારતમાં અનેક રજવાડાં હતાં. તેઓમાં સંપ ન હતો. તેઓ અંદરોઅંદર ઝઘડતાં રહેતાં હતાં. દેશમાં દેશદ્રોહી-ગદ્દાર લોકો પહેલાં પણ હતાં અને આજે પણ છે. અફઘાનિસ્તાનથી મો. ગીઝની 11 સોમનાથ મહાદેવના મંદિર પર ચઢાઇ કરી મંદિરમાં જે ધન રહેતું હતું તે લૂંટી ગયો હતો. કેટલાક રજપૂત રાજાઓએ મંદિરની રક્ષા કરવા માટે મંદિરના પૂજારીને કહ્યું હતું કે અમે મંદિરની રક્ષા કરીશુ ત્યારે પુજારીઓએ ના પાડી અને કહ્યું હતું કે અમારે ભગવાન મંદિરની રક્ષા મંદિરનું ધન લૂંટવા આવતા મોગલો (લૂંટારાઓ) એ જોયું કે આ લોકો એકબીજા સાથે ઝઘડે છે.

આથી તેઓએ 900 વર્ષ ભારત પર રાજ કર્યું હતું. ત્યાર બાદ વેપાર કરવા આવેલા અંગ્રેજોએ ભારત દેશના ગદ્દાઓને કારણે 250 વર્ષ રાજ કર્યું. હાલ ખાલીસ્તાન માટે કેટલાક આંદોલન ચલાવે છે. કેનેડામાં રહીને પણ દેશ વિરોધી પ્રવૃત્તિ ચાલે છે. આ ઉપરાંત નકસલવાદીઓની પ્રવૃત્તિ અટકતી નથી. આપણા દેશના ગદ્દાર લોકો પાકિસ્તાનથી આવતાં આતંકવાદીઓને માહિતી પહોંચાડે છે અને તેઓને આશરો આપે છે. જે લોકો દેશવિરોધી પ્રવૃત્તિ કરતાં હોય તેને ભારેમાં ભારે સજા કરવી જોઇએ. આપણા ધર્મની અને દેશની રક્ષા માટે હવે તો યુધ્ધ કરવા પણ તૈયાર થવું જોઇએ. જે પ્રાણીઓ, પક્ષીઓ પોતાની રક્ષા કરી શક્યાં નથી તેનો નાશ થયો છે. તે જ રીતે જે પ્રજા નમાલી-અશક્તિમાન રહેશે તેનો નાશ થશે.
નવસારી           – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સુરત મ્યુનિસિપલ કોર્પો. ડાયરીમાં વિલંબ શાને?
મનપાના છેલ્લાં કેટલાંક વર્ષોથી નવા કેલેન્ડર વર્ષના પહેલા પાંચથી છ માસ ,યાને જાન્યુઆરીથી જૂન મહિનો પૂરો વિતી ગયા બાદ મનપાના સિનિયર અધિકારીઓ તથા કર્મચારીઓને કોઈ  કયા  અકળ કારણોસર રંગીન + વજનદાર, ખર્ચાળ ગુજરાતી ભાષામાં છાપકામવાળી ડાયરી ,પોતાની કચેરીમાં,અગત્ય ધરાવતા તથા રોજિંદા પ્રાથમિક કામોની નોંધ કરી ,એની પૂર્વ તૈયારીઓ કરી રોજબરોજ ઉપયોગમાં લેવાના આશય સાથે જ ડાયરીની પાછળ પ્રજાના પરસેવાની સુગંધથી મઘમઘતી કલર્સફુલ ડાયરીઓના ઢગલે ઢગલા  હવે પછીના નૂતન વર્ષ 2025 ની શરૂઆત થાય, એ પહેલાંના ‘જ વર્ષ 2024 ના અંતિમ માસ ડિસેમ્બર માસના છેલ્લા સપ્તાહમાં જ ,જે તે  મળવાપાત્ર અથવા સક્ષમ અધિકારીઓ + કર્મચારીઓના કરકમળમાં, પધરાવવામાં આવશે,એવી બળવત્તર લોકમાંગ કમળધારી સરકાર પાસેથી અપેક્ષિત.
સુરત     – પંકજ શાં.મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top