આપણા દેશની જનતા ત્રાહીમામ પોકારી ગઇ છે. લોકોનો જઠરાગ્નિ પણ ઠરી ગયો હશે, શું?! ભ્રષ્ટાચાર, ભૂખમરો, બેકારી, મોંઘવારી વગેરેએ માઝા મૂકી છે, છતાં ટોચની નેતાગીરી જાણે અજાણ છે! ઘણી વખત એમ થાય છે કે સરકારનો પૈસો (ખરેખર તો જનતાનો જ!) ખોટે માર્ગે વેડફાઇ જતો હોય છે. એક તડીપાર થયેલો બીજા તડીપાર થયેલાને કેવો માનભેર તેડી લાવેલો? (આવ ભાઇ, હરખા આપણે બંને સરખા!) ‘રોસો ગુલ્લા’ કરોડોના પડયા હશે! એમ કહેવાય છે કે વર્ષો પહેલાં દિલ્હીની આસપાસ ગાઢ જંગલો વૃક્ષો હતા. લૂંટારાઓ લૂંટેલો સામાન, પૈસા વગેરેના ભાગ પડવા (એ લૂંટારાઓ ફકત રાત્રે જ લૂંટફાટ કરતાં) એક મોટા વૃક્ષની નીચે બેસતા. આ તે જ વૃક્ષ હશે, જયાં આજે આપણી પાર્લામેન્ટ આવેલી છે! અને વર્તમાન લૂંટારાઓ (?!) ધોળે દિવસે ત્યાં બેસીને જનતાને લૂંટવાના પ્લાનો ઘડે છે. (વોરન હેઇસ્ટિંગ્ઝને આપણે માત્ર ઇતિહાસ માટે જ યાદ રાખેલો?) ખેતરવાડીને સલામત રાખવા હોય તો ખેડૂતે ‘તમામ’ છીંડાઓને પૂરવા પડે છે, પણ આપણો ખેડૂત તો જાણે છીંડા પૂરવાને બદલે બાકોરાંપાડે છે!
સુરત – રમેશ એમ. મોદી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.