Charchapatra

આપણા સાગર અને નદીના વિશાળ પટ ઉપર આપણે સઘન કાયમી ચેકીંગની ખાસ જરૂર છે

આપણી પાસે આઈ બી કસ્ટમ ઈ ડી સી આઈ ડી એ ટી એસ સમગ્ર દેશમાં ફેલાયેલું પોલીસ તંત્ર છે. આ બધી સંસ્થાઓ કાયદા કાનૂનને અનુરૂપ વ્યવસ્થાઓ સંભાળે છે. હવે આજના આધુનિક યુગમાં હવે લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી આ બધી સંસ્થાઓની કામગીરીમાં સંકલન સહકારની ખાસ જરૂર છે. આખા દેશમાં હાહાકાર મચાવનાર પુલવામા હુમલામાં 300 કિલો ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું એ બહાર કેમ આવતું નથી. હવે સંસ્કારી અને વેપારી પ્રજા ગણાતી ગુજરાતી યુવાનોમાં કોણ જાણે ક્યાંથી ડ્રગ્સનું દૂષણ પ્રવેશી ગયું છે. મોટી માત્રામાં ડ્રગ્સ પકડવાની એક નહિ સેંકડો ઘટનાઓ બની છે.

ભારતીય કોસ્ટ ગાર્ડ અને એટીએસે મળી સોંરાષ્ટ્રના દરિયા કાંઠેથી 150 કરોડની કિંમતનું 30 કિલો હેરોઇન જપ્ત કરી એક ઈરાની નાગરિકની ધરપકડ કરી છે. જુલાઈ 2017 માં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા વિદેશી જહાજમાંથી 3500 કરોડનું 1500 કિલો હેરોઇન જપ્ત કર્યું હતું. જાન્યુઆરી 2020 માં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ભારતીય સીમામાં ઘૂસી માછીમારી કરતા જહાજમાંથી 175 કરોડનું ડ્રગ્સ જપ્ત કરી 5 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. April 2021 માં 8 પાક નાગરિકો પાસેથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. હમણાં ચેન્નાઇના એક દંપતી એમ સુધાકર અને દુર્ગા વૈશાલીએ ટેલકમ પાવડરની આડમાં 3000 કિલો હેરોઇન મંગાવ્યું હતું. આ કન્ટેનર કચ્છમાંથી અદાણી મુદ્રા પોટ પરથી કબ્જે કરવામાં આવ્યું છે.

સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે આનાથી મોટી માત્રામાં ડ્રગ્સ હતું એ એક જહાજમાંથી ડ્રગ્સ સગેવગે થઈ ગયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના વિશાલ સાગરકિનારાનો લાભ લઇ આવા અનેક કન્ટેનરો અવારનવાર ભારતમાં અખાતી દેશોમાંથી આવે છે. સાથોસાથ સિગારેટ સોનુ અને ડ્રગ્સની નિયમિત હેરાફેરી ચાલુ જ છે. સરકાર બધું હવે ખાનગી હાથોમાં સોંપવા જઈ રહી છે ત્યારે ખતરો વધી જાય છે. આ ડ્રગ્સની જવાબદારી કોની કોની સામે પગલાં ભરવા કેમ કેસ દાખલ કરવો. આ ડ્રગ્સ ભારતીય યુવાધનને ખોખલું  માયકાંગલું બનાવે છે. યુવાનોને નિસ્તેજ બનાવવામાં આવી રહ્યા છે. યુવાનો સાથે તેમનો પરિવાર શહેર, રાજ્ય, દેશને ખલાસ કરવાનું ઇન્ટરનેશનલ કાવતરું છે. આપણે જાગીએ નહિ તો બહુ મોડું થઈ જશે.         
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top