ગુજરાતમાં કોમી તોફાનો થયાં ત્યારે આપણા દેશના ટોચના બે રાજનેતાઓ વિષે આપણી સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશોએ એવા અભિપ્રાય આપેલો કે આ રાજનેતાઓ છૂટા ફરે છે, એ માનવતા સામે મોટો ખતરો છે. જગતનો એક નિયમ પણ ચે કે નાનો ચોર જેલમાં જાય અનો મોટો ચોર સંસદમાં જાય જયારે આ લોકો તો માત્ર મોટા ચોર નહીં પરંતુ મોટા ડાકુઓ હતાં. જે રીતે દુનિયામાં પશુઓની લે-વેચ થાય છે તે રીતે જે દેશમાં ધારાસભ્યો અને સંસદ સભ્યોની ખુલ્લે આમ લે-વેચ થતી હોય અને પક્ષનો પ્રચાર કરવામાં જેને જિંદગી હોમી દીધી હોય એવા પાયાના કાર્યકરોની અવગણના અને અપમાન કરીને ખરીદેલાં વિરોધપક્ષના નેતાને શાસનના ઊંચા હોદ્દા ઉપર બેસાડી દેવામાં આવે એવા શાસક પક્ષમાં ભવિષ્યમાં ભયંકર યાદવાસ્થળી નહીં થાય? તો પછી ભવિષ્યમાં દેશની દશા કેવી થશે? જે દેશના નેતાઓની સત્તા નિર્દોષ હિંદુ મુસલમાનો વહેલા લોહીમાં સ્થીર થઇ હોય એ નેતાઓ દેશમાં સુખ શાંતિ સ્થાપી દેશે એવા દિવાસ્વપ્નોમાં આપણે કયાં સુધી રાચ્યા કરીશું.
કડોદ – એન. વી. ચાવડા
આપણે દિવાસ્વપ્નમો રાચીએ છીએ!
By
Posted on