Charchapatra

ભારતીય છીએ અને ભારતીય જ રહીએ

અમેરિકામાં વસવાટ કરનારાં અમેરિકન, તે પ્રમાણે રશિયન, જાપાનીઝ, ચીન, વગરે તો ભારતમાં વસવાટ કરનારાં ભારતીયો તરીકે જ પ્રથમ ઓળખવાં જોઈએ, પણ તેવું બનતું નથી. વિદેશમાં કાળા ગોરાનો રંગભેદ ખરો પરંતુ ભારતમાં મેઘધનુષના સાત રંગોની જેમ અનેક વિવિધ રંગોનાં લોકો તેમાં વળી દરેકના ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ, જાતિ, અમીર, ગરીબ, શિક્ષિત, નિરક્ષર. જ્ઞાતિમાં પેટા જ્ઞાતિ, પેટા જ્ઞાતિમાં પાછા અનેક વાડાબંધી! પ્રથમ ભારતીય ઓળખવાનો ટ્રેન્ડ શરૂ થવો જોઇએ પણ તેમ બનતું નથી.

ગુજરાતમાં તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રથમ શી ન્યાતથી જ શરૂઆત થાય. ભૂલે-ચૂકે જો વંચિત વર્ગનાં એમ જો કહી દીધું તો તો? હજુ હાલના સમયમાં પણ વંચિત વર્ગનો વરઘોડો પોલિસ રક્ષણ હેઠળ કાઢવામાં આવે છે એ મતલબના સમાચાર અખબારમાં પ્રસિદ્ધ થતા જ રહે છે. આ વર્ગનાં લોકોને મકાન નથી આપતા વગેરે વગેરે. આ બધું કયાં સુધી ચાલતું રહેશે. દેશદાઝ એ મોટી દાઝ હોવી જોઈએ. આમ તો પ્રતિજ્ઞા લઈએ કે ભારત મારો દેશ છે. બધાં ભારતીયો, પ્રતિજ્ઞા પાળવી પણ પડે ને. ચાલો આજથી સંકલ્પ કરી જ્ઞાતિ પૂછવાનું બંધ કરી ખરા અર્થમાં ભારતીય તરીકે ઓળખીએ તો જ મેરા ભારત મહાન કહેવાશે.
સુરત     – ચંદ્રકાન્ત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top