પંખીઓનો કલરવ સવારને જગાડે છે. વસુંધરાને મહેકાવવા રોજ સવારે પારિજાત ખરે છે. ફૂલો ઝાકળથી પોતાનો ચહેરો સુંદર બનાવે છે. ઝાકળભીનાં ફૂલો આંખોને તેજસ્વી બનાવે છે. ફૂલોમાંથી પ્રસરતી સુગંધ આપણને પતંગિયું બનાવે છે. મધમાખીના મધમાંથી છલકાતી મીઠાશ એ કુદરતનું ‘અમૃત’ છે. પંખીઓનું મધુર સંગીત સાંભળી વૃક્ષો નર્તન કરી ઊઠે છે. પતંગિયાની પાંખ પર રંગોનો વૈભવ એ પ્રકૃતિની ભેટ છે. મોરપિચ્છમાં અદ્દભુત રંગોનો સમન્વય છે. ગુલાબનાં ફૂલોની પાંખડીઓનો મુલાયમ સ્પર્શ આપણને ગુલાબી આનંદ આપે છે. શિયાળાની સવારે સૂરજનાં કિરણોનો હૂંફાળો સ્પર્શ ઠંડીને ભગાડે છે. દરિયાકિનારે સૂરજની જળ સમાધિનું દૃશ્ય આહ્લાદક આનંદ આપે છે. પવનનો પગરવ સાંભળવો ગમે છે. ખરે જ, આપણું જીવન એ પ્રકૃતિની પ્રતિકૃતિ જ છે.
સુરત – રમેશ પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
આપણે પ્રકૃતિની પ્રતિકૃતિ છીએ
By
Posted on