SURAT

સરથાણા, વરાછા, લિંબાયત, ઉધના સહિત અડધા સુરત શહેરમાં 15મીએ પાણી સપ્લાય બંધ રહેશે

સુરત: આગામી તા. 15મી મે ને બુધવારના રોજ શહેરના સરથાણા અને આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેશે તેવી સૂચના સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે. આ સાથે જ આ વિસ્તારના રહીશોને પાણીનો સંગ્રહ કરી રાખવા સલાહ આપવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાનાં નવો પૂર્વ (સરથાણા) વિસ્તારમાં તા15 મે ના રોજ DGVCL દ્વારા સવારે 10 થી 2 કલાક સુધી સીમાડા ફીડરનું શટડાઉન કરનાર હોય પાવર સપ્લાય બંધ રહેવાના કારણે આ સમયગાળા દરમ્યાન વાલક ઈન્ટેકવેલથી પાણી પુરવઠો બંધ રહેશે. જેથી તેની સાથોસાથ વાલક ઈન્ટેકવેલ થી સીમાડા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ જતી 1000 મી.મી. વ્યાસની એમ.એસ. રો-વોટર પાઈપલાઈનમાં વી.ટી. નગર, સીમાડા પાસે લીકેજની અને સીમાડા ફીલ્ટર હાઉસથી ભૂગર્ભ ટાંકી ભરતી 1000 મી.મી. વ્યાસની એમ.એસ. નળીકા પરની લીકેજની કામગીરી તા. 15 મે બુધવારના રોજ સવારે 9 થી સાંજે 5 કલાક અથવા કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી હાથ ધરાશે. જેથી તા.15મીના રોજ પાણી પુરવઠો અપુરતો/બંધ/ઓછા દબાણ તથા ઓછા જથ્થાથી કે નહીંવત જથ્થામાં મળવાની શકયતાઓ રહેલી છે.

આ વિસ્તારોમાં પાણી પુરવઠો અવરોધાશે

પૂર્વ ઝોન-બી (સરથાણા): સીમાડા જળવિતરણ મથકથી ઓવરહેડ ટાંકી ESR-E1 (સપ્લાય સમય :-સવારે ૧ર:૦૦ થી રાત્રે ૮:૦૦) પૈકીના ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કના ટી.પી. સ્કીમ નં. ર૧,રર અને ૬૮ માં સમાવિષ્ટ સીમાડા, સરથાણા અને પુણા પૈકીનો મુખ્યત્વે લક્ષમીનગર, આદર્શનગર, યોગીચોક, વીટીનગર, આનંદપાર્ક, શાંતિવન, પુરષોત્તમનગર, સી.એચ. પાર્ક, લક્ષમીનગર ૧ અને ર, સિંહ સર્કલ તેમજ યોગીચોક વિગેરે વિસ્તાર તથા તેની આસપાસની સોસાયટી/ લાગુ વિસ્તારો.

પૂર્વ ઝોન-એ (વરાછા) : પુણા જળવિતરણ મથકથી ઓવરહેડ ટાંકી ESR-E3 (સપ્લાય સમય :-સવારે ર:૩૦ થી ૧૦:૩૦) અને ESR-E5 (સપ્લાય સમય :-સવારે ૬:૦૦ થી ૧૧:૦૦) ડિસ્ટ્રબ્યુશન નેટવર્કનાં સંગના-૧ અને ર, પંચવટી તથા યોગીચોક થી બાપા સીતારામ ચોક સુધીનો ડાબી તેમજ જમણી બાજુનો તમામ લાગુ સોસાયટી/ વિસ્તારો પ્રમુખ છાયા, દેવી દર્શન, મહાલક્ષમી, વિજય નગર, ગોર્વધન નગર અને જય ભવાની તથા કારગીલ ચોક થી યોગીચોક તથા તેની આસપાસની લાગુ સોસાયટી/ વિસ્તારો. મગોબ જળવિતરણ મથકથી ઓવરહેડ ટાંકી ESR-E7 (સપ્લાય સમય :-સવારે ૬:૦૦ થી ૧૧:૦૦) અને ESR-E8 (સપ્લાય સમય :-સવારે ૧ર:૩૦ થી રાત્રે ૯:૦૦) ડિસ્ટ્રબ્યુશન નેટવર્કનાં ટી.પી. સ્કીમ નં. ૧૦ અને ૧ર સમાવિષ્ટ પુણા ગામતળ, નંદનવન, માતૃ શકિત, સીતાનગર, કલ્યાણ નગર, વલ્લભ નગર, અભયનગર, આશીર્વાદ, ભૈયાનગર, વિધાતા, અમરદીપ, વિનાયક, રંગ અવધુત, જય ભવાની, પુણા ગામતળ, મોમાઈ નગર, ભૈયાનગરથી પુણાગામ પોલીસ ચોકી તથા તેની આસપાસની લાગુ સોસાયટી/ વિસ્તારો તેમજ ઓવરહેડ ટાંકી ESR-E10 (સપ્લાય સમય :-સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦) ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કના ટી.પી. સ્કીમ નં. પ૩ માં સમાવિષ્ટ મગોબ, પૂણા પૈકી ઓમશાંતિનિકેતન, મુકિતધામ, ભૈયાનગર, તુલસી કૃપા, સ્વાગત કોમ્પેલ્ક્ષ, શુભમ એવન્યુ વિગેરે સોસાયટી તથા તેની આસપાસની લાગુ સોસાયટી/ વિસ્તારો.

સાઉથ-ઈસ્ટ(લિંબાયત) ઝોન : ગોદાડરા તથા ડીંડોલી જળવિતરણ મથકસંલગ્ન ઓવરહેડ ટાંકી ESR-SE-9 (સપ્લાય સમય :- સવારે ૯:૩૦ થી સાંજે ૪:૦૦) ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં આવતા મધુસુદન, મણિ રત્ન, નીલકંઠ નગર, સાંઈધામ, મહારાણા પ્રતાપ નગર, રઘુનંદન સોસાયટી, ઋષિ નગર, કેસર ભવાની, વ્રજધામ,શિવ પાર્ક, દેવિકૃપા,ખોડિયાર નગર ૧,ર,૩, પટેલ નગર, શ્યામ શ્રુષ્ટિ, મનુસ્મૃતિ, દેવીદર્શન, વૃંદાવન પાર્ક, ગોડાદરા ગામતળ, ધીરજ નગર-૧,ર,ક્રિશ્ના પાર્ક, કૌશલ નગર, માનસરોવર-એ, બી,સી,ડી, સાંઈ સુષ્ટિ, શિવ સાગર, શામળાધામ તથા લાગુ અન્ય સોસાયટીઓ. ESR-SE-10 (સપ્લાય સમય :- સાંજે પ:૦૦ થી રાત્રે ૧૦:૩૦) ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં આવતા ડિકે નગર, ગણેશ નગર-૧,ર, શ્રીજી નગર-૧,ર, કૈલાશ નગર, આિસ્તક નગર-૧,ર,૩,૪,પ, પ્રિયંકાપાર્ક, ગાયત્રીકૃપા, મહાદેવ નગર, હાઉશીગ બોર્ડ, નર્મદ નગર, પ્રિયંકાસીટીપલ્સ, કુબેરનગર, શિવકૃપા, શિક્તવિજય, રોશનીનગર, રામરાજ્ય, કલ્પનાનગર, પટેલ નગર, જીગ્નેશનગર તથા અન્ય લાગુ સોસાયટી. ESR-SE-1 (સપ્લાય સમય :- સાંજે પ:૩૦ થી રાત્રે ૧૦:૩૦) ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં આવતા માનસી રેસીડેન્સી, અમીધારા નગર, મોર્યા નગર, શ્રી હરિ નગર, લક્ષ્મીનારાયણ-૧, અંબિકા નગર-ર, મોદી એસ્ટેટ, યોગેશ્વરનગર, જગદંબા નગર, અયોધ્યા નગરી, ચેતનનગર, ઠાકોરનગર, રામ નગર, હળપતિવાસ તથા લાગુ સોસાયટી.

સાઉથ ઝોન(ઉધના) : વડોદ જળવિતરણ મથકથી ESR-SE-6 (બપોરે ૧ર:૦૦ થી ર:૦૦) ડુંડી ગામ, અનુપ સીટી, દીપલી ગામ, પ્રાઈમ પોઈન્ટ, ESR-SE-7 (સવારે ૦૭:૦૦ થી ૧ર:૦૦) વડોદ ગામ, વડોદ આવાસ, ગજાનંદ સંકુલ, ઈન્દ્ર સોસાયટી, ESR-SE-8 (સવારે ૦૭:૦૦ થી ૧ર:૦૦) પાયોનીયર ડ્રીમ્સ, અમીધારા સોસાયટી, જયઅંબે સોસાયટી, લક્ષમી નગર, સુખી નગર, જયક્રિષ્ણા નગર, ઈન્દ્ર સોસાયટી, ESR-SE-16 (બપોરે ૧ર:૦૦ થી ૦ર:૦૦) આનંદો હોમ્સ, ESR-SE-17 (સવારે ૦૭:૦૦ થી ૧૦:૦૦) બમરોલી ગામ, ESR-SE-18 (સાંજે ૦૪:૦૦ થી રાત્રે ૧૦:૩૦) ગીતા નગર, મારૂતી નગર, બાલાજી નગર રામેશ્વર ગ્રીન, મરાઠા નગર, કૈલાસ નગર, મહા લક્ષમી નગર, ઈશ્વર નગર, આકાશ નગર, ભકિત નગર, (ટી.પી.-પ૮ બમરોલી) તથા તેની આસપાસની લાગુ સોસાયટી/ વિસ્તારો. ભેસ્તાન જળવિતરણ મથકથી ESR-SE-4 (સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦) ઉનગામ, ઉધના, સચિન રોડની પશ્ચિમ દિશા તરફનો વિસ્તાર, ESR-SE-5 (સવારે ૦૮:૦૦ થી ૧૧:૦૦) તિરૂપતી બાલાજી, હાલીમા રેસીડેન્સી, રાહત રેસીડેન્સી તથા આજુબાજુનો વિસ્તાર, ESR-SE-14 (બપોરે ૧૧:૦૦ થી ૦ર:૦૦) ભીંડીબજાર તથા આજુબાજુનો વિસ્તાર, ESR-SE-15 (સવારે ૦૮:૦૦ થી બપોરે ૦ર:૦૦) જીયાવ, બુડિયા ગામ, ESR-SE-4 (સાંજે ૦૪:૦૦ થી ૦૭:૦૦) ઉનગામ, તીરૂપતી નગર, જલારામ નગર, ઉધના-સચિન રોડનું પૂર્વ દિશા તરફનો વિસ્તાર, ESR-SE-5 (બપોરે ૦૩:૦૦ થી રાત્રે ૧૧:૦૦) ગભેણી ગામતળ, રામેશ્વરમ નગર તથા તેની આસપાસની લાગુ સોસાયટી/ વિસ્તારો.

Most Popular

To Top