Madhya Gujarat

પંચમહાલમાં જળાશયો પાનમ અને હડફ ડેમમાં પાણીના સ્તરમાં ઘટાડો

ગોધરા: રાજ્યમાં હાલ પાછલા વરસાદની અનિયમિતતા વધી છે.બીજી તરફ રાજ્યમાં ચોમાસામાં અપેક્ષિત પ્રમાણમાં વરસાદ વરસ્યો નથી.જેની સીધી જ અસર હાલ રાજ્યના જળાશયો પર પડી છે.રાજ્યના મોટાભાગના જળાશયોમાં જળસંકટની સ્થિતિ ઊભી થવાના એંધાણ સર્જાયા છે.પંચમહાલ જિલ્લામાં આવેલા મુખ્ય જળાશયો પાનમ અને હડફ ડેમમાં પાણીના સ્તરમાં સતત ઘટાડો થયો છે.જિલ્લાના મુખ્ય જળાશય પાનમ ડેમમાં હાલ માત્ર અંદાજે ૩૭ ટકા જેટલો પાણીનો જથ્થો બચ્યો છે. રાજ્યમાં હાલ પાછલો વરસાદ અનિયમિત બન્યો છે.રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં વરસાદનું જોર નિયમિત રહ્યું હતું.

બાદમાં વરસાદ ખેંચાયો હતો.ત્યારે પંચમહાલ જિલ્લાની પણ સ્થિતિ કંઇક આવી જ થઈ છે.જિલ્લામાં હાલ પાછલો વરસાદ ખેંચાયો છે.જેની સીધી જ અસર પંચમહાલ જિલ્લામાં ખેતી પર નભતા ખેડૂતોને થઈ છે.જિલ્લામાં આવેલા મુખ્ય જળાશયોમાં પણ હાલ જળસ્તર સતત નીચે જઈ રહ્યા છે.પંચમહાલ જિલ્લામાં પાનમ અને હડફ એમ બે મુખ્ય જળાશયો આવેલા છે.જેમાં પાનમ ડેમમાંથી સમગ્ર જિલ્લામાં ખેતી અને પીવા માટે પાણી આપવામાં આવે છે.ચાલુવર્ષે બંને જળાશયોના ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી નોંધાઇ છે.જેને લઇને બંને જળાશયોમાં હાલ પાણીનો મર્યાદિત જથ્થો બચ્યો છે. જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમની ભયજનક સપાટી ૧૨૭.૪૧ મીટર છે,

Most Popular

To Top