SURAT

17 મી જુલાઈએ પાંચ ઝોનમાં પાણી કાપ: 12 લાખની વસતીને અસર થશે

સુરત : કતારગામ વોટર વર્ક્સ ખાતે બુસ્ટર હાઉસ-2 અને 3 ની ભૂગર્ભ ટાંકીઓની સફાઈની કામગીરી મનપાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા કરવામાં આવશે. તા. 17 મી જુલાઈએ ભૂર્ગભ ટાંકીની સફાઈ સવારથી શરૂ થવાની હોય, કતારગામ તેમજ અન્ય સંલગ્ન જળવિતરણ મથકોથી પાણીનો સપ્લાય બંધ રાખવામાં આવશે. એક દિવસ માટે શહેરના પાંચ ઝોનમાં પાણી પુરવઠો બંધ રહેશે. જેમાં કતારગામ ઝોન, વરાછા-એ, ઉધના-એ, લિંબાયત અને સેન્ટ્રલ ઝોનમાં પાણી પુરવઠો બંધ રહેશે. આ પાંચ ઝોનની મળીને કુલ 10 થી 12 લાખની વસતીને સીધી અસર થશે.

પાણી પુરવઠો બંધ રહેનારા વિસ્તારો
કતારગામ ઝોનમાં બાળા આશ્રમ આસપાસ, ગામતળ, વેડ દરવાજા, કતારગામ દરવાજા, પંડોળ, રેલ રાહત કોલોની, ગોટાલાવાડી, રહેમત નગર, G.I.D.C., ફુલપાડા, સુમુલ ડેરી આસપાસ. વરાછા -એ ઝોનમાં વરાછા, અશ્વિની કુમાર, અશ્વિની કુમાર ફુલપાડા, પટેલ નગર, રામબાગ, ધરમનગર રોડ, વલ્લભાચાર્ય રોડ, સૂર્યપુર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ઉમિયા મંદિર આસપાસ, વરાછા ઝોન ઓફિસ આસપાસના વિસ્તારો, ઉધના-એ ઝોનમાં જૂના બમરોલીના અપેક્ષા નગર, હરિઓમ નગર, પુનિત નગર, દેવી દર્શન સોસાયટી, જય જવાન જય કિશાન સોસાયટી, ગોવાલક વિસ્તાર (અંબિકા નગર, આશાપુરી સોસાયટી, દેવેન્દ્ર નગર, ગણપત નગર, લક્ષ્મી નગર, કરશન નગર, હીરા નગર, કર્મયોગી સોસાયટી), લિંબાયત ઝોનમાં ભાઠેના-1, ઉમિયા નગર, મગડુમ નગર, સલીમ નગર, પ્રકાશ એન્જિનિયરિંગ ગલી, EWS ક્વાર્ટર્સ, જવાહર નગર, નહેરુ નગર, લો-કોસ્ટ કોલોની, હળપતિ કોલોની, નવી કોલોની, ખ્વાજા નગર, બાગબાન ગલી, ચીમનીનો ટેકરો, બેઠ્ઠી કોલોની, D-ટાઈપ ટેનામેન્ટ, ગાંધી નગર, ઈસ્લામપુરા, રઝા નગર, મિલેનિયમ માર્કેટ, જૂનો ડેપો, સેન્ટ્રલ ઝોનમાં સેન્ટ્રલ ઝોન ઉત્તર વિભાગ, દિલ્હી ગેટથી ચોક બજાર, રાજમાર્ગથી ઉત્તરના વિસ્તારો (મહીધરપુરા, રામપુરા, હરિપુરા, સૈયદપુરા, ધાસ્તીપુરા, શાહપોર-નાણાવટ)

Most Popular

To Top