ધરતી પર તો આપણે ધણાં શહેરોને (City) જોયા છે. પરંતુ શું તમે કોઈ એવા શહેર વિશે જાણો છો કે જે પાણીની (Water) અંદર વસેલું હોય અને તે પણ ઘરતી પર મળતી તમામ સુવિઘાઓથી સજ્જ. જો પાણીની અંદર એક આખું શહેર વસાવી દેવામાં આવે તો શું થાય? જો લોકોને ત્યાં રહેવા માટે લક્ઝરી ફ્લેટ મળે, ફરવા માટે અને શોપિંગ કરવા માટે મોલ મળે, બીઝનેસ કરવા માટે ઓફીસ અને દરેક ટ્રાન્સપોર્ટની પણ તમામ સુવિધા મળી રહે. સૌથા જરૂરી જો લોકોને પાણીની અંદર રહેવા માટે ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તો… આવી જ એક અન્ડરવોટર સીટીના કોન્સેપ્ટ વિશે વિચારણા ચાલી રહી છે.
જણાવી દઈએ કે આવા વિશિષ્ટ પ્રોજેકટ ઉપર જાપાન કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટને ‘ઓશન સ્પાઇરલ’ નામ આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ આ માટે હમણા તો માત્ર કન્સેપ્ટ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે જો આ પ્રોજેકટ પૂર્ણ થશે તો આ શહેર વિશ્વમાં પહેલું શહેર બની શકે છે કે જે પાણીમાં હોય. જાપાનની એક મલ્ટીનેશનલ કન્ટ્રકશન અને આર્કિટેક્ચર કંપનીએ આવો અનોખો કોન્સેપ્ટ મૂકયો છે. આ કંપનીના મત મુજબ ધરતી પર 71 ટકા પાણી છે અને જ્યાં ધરતી છે ત્યાં લોકો રહેવા લાગ્યા છે. હવે વસ્તી વધારા સાથે રહેવાસની જગ્યામાં પણ વધારો કરવો પડે તેવી સ્થિત ઉભી થઈ છે. આ સ્થિતીના ઉકેલ સ્વરૂપે જાપાનની કંપનીએ દરિયાના ઊંડા પાણીમાં લોકોની રહેવાસની યોજના બનાવી છે. જાપાનની Shimizu Corporation કંપની આ કોન્સેપ્ટ પર વિચારણા કરી રહી છે. જ્યાં લોકો પાણીની અંદર નોર્મલ લાઈફ જીવી શકે.
આ શહેરની ખાસ વાત એ છે કે આ શહેરમાં લોકો સામાન્ય જીવન જીવી શકશે. સમુદ્રમાં રહેવા માટે ઘર, ફરવા માટે હોટલ્સ-મોલ હશે. તેમાં ઘણી બધી સુવિધાઓ પણ મળશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર છે અને ટૂંક સમયમાં આ પ્રોજેકટ પર કામ પણ કરવામાં આવશે. શહેર સંપૂર્ણપણ કોંક્રિટથી બનાવવામાં આવશે. આ સ્પાઇરલ બિલ્ડિંગ ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝનનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરશે. પીવાના પાણી માટે ઓસ્મોસિસ મેમ્બ્રેન પ્રોસેસનો ઉપયોગ કરવામાં કરાશે.
આ ખાસ સુવિધાઓ હશે
- 5000 લોકોના વસવાટની સુવિઘા.
- અન્ડરવોટરમાં તૈયાર કરવામાં આવનાર સિટી કોંક્રિટથી અને 3 ઝોનમાં બનશે.
- વીજળી, પાણી અને ઓક્સીજન સપ્લાયના પ્લાન્ટ પણ લગાવવામાં આવશે.
- ઘર, મોલ, બિઝનેસ, ઓફિસ, હોટલ અને ટ્રાન્સપોર્ટના સાધનો પણ મળશે.
- બિલ્ડિંગ ભૂકંપ અને સુનામી રહિત હશે.
- સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી બિલ્ડિંગ હશે.