Gujarat

વતન પ્રેમ યોજનાથી ગ્રામીણસ્તરે વિકાસ કામો-જનહિત સુવિધા વધશે : મુખ્યમંત્રી

પ્રજાને સીધી રીતે સ્પર્શી શકે તેવી પ્રજાલક્ષી કામગીરી અને યોજનાઓ સાથે સંકળાયેલા વિભાગોની સમીક્ષા કરવામાં આવી રહી છે. ગુરૂવારે પંચાયત ગ્રામ વિકાસ વિભાગની કામગીરીની સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી.

આ બેઠકમાં વતન પ્રેમ યોજનાથી ગ્રામીણ સ્તરે વિકાસના કામો ઝડપથી કરી જનહિતની સુવિધાઓને વેગ આપવામાં આવે, તેના ઉપર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે પણ ગત ૬ મહિનામાં ૩.૬૪ કરોડ માનવદિન રોજગારી મનરેગા દ્વારા આપવામાં આવી છે, તેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના બજેટમાં રૂ. ૮૭૯પ.પ૭ કરોડની જોગવાઇ આ બે વિભાગો માટે કરવામાં આવી છે. તેની તેમજ બજેટના ૬૦ ટકા જેટલી રકમ એટલે કે રૂ. પર૮પ.૯૬ કરોડ પંચાયત વિભાગ માટે અને ૪૦ ટકા એટલે કે રૂ. ૩પ૦૯.૬૧ કરોડ ગ્રામ વિકાસ વિભાગને ફાળવાયા છે, તેની વિગતો મેળવી હતી તેમજ વતન પ્રેમ યોજના અંતર્ગત જે-તે દાતાઓનો સહયોગ અને સરકારના યોગદાનથી સ્થાનિક વિકાસ કામો, જનહિત સુવિધાઓ ઊભી કરીને યોજનાનો વ્યાપ વિસ્તારવા માર્ગદર્શન આપ્યું હતું

Most Popular

To Top