વોશિંગ્ટન: (Washington) દુનિયામાં (In the World) કૈંટલીક ઘટનાઓ એવી પણ બનતી હોઈ છે જેની આપણે કલ્પના(Imagination) પણ નથી કરી શકતા.જે વિચારો બહારની ઘટનાઓ (Events)એટલેકે અનહોની કહી શકાય તેવી હોઈ છે.આવી જ અનહોની ઘટના વૉશિન્ગટન (Washington)વ્હાઇટ હાઉસ પાસેના પાર્કનમા ઘટી હતી.જ્યાં લગ્નની વર્ષગાંઠ (Anniversary) માનવતા દંપતિની ખુશીનો મહાપલ માતમમાં ફેરવાયો હતો.વૃદ્ધ દંપતીની 56મી વર્ષગાંઠ ઉજવણી વખતે વીજળી પડતા વૃદ્ધ દંપતી સહીત ત્રણના મોત થયા હતા.
પાર્કમાં વીજળી પડીતા વૃદ્ધ દંપતી ઘાવ્યું હતું
ઘટના વોશિંગ્ટન વ્હાઇટ હાઉસ પાસેના પાર્કમાં શુક્રવારે સાંજે એક વૃદ્ધ દંપતી તેમની 56મી મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યું હતું. આ દરમિયાન પાર્કમાં અચાનક વીજળી પડી અને વર્ષગાંઠની ઉજવણી કરી રહેલા એક વૃદ્ધ દંપતી સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા.મળતી માહિતી અનુસાર, શુક્રવારે સાંજે વ્હાઇટ હાઉસની સામેની શેરી તરફના નાના પાર્ક લાફાયેટ સ્ક્વેર પર વીજળી પડી હતી.
દંપતી તેમની 56મી મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યું હતું
આ ઘટનાને કારણે બે પુરૂષ અને બે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામ પીડિતોને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ શુક્રવારે સવારે ડોકટરોએ 75 વર્ષીય ડોના મુલર અને 76 વર્ષીય જેમ્સ મુલરને મૃત જાહેર કર્યા હતા.જાણવા મળ્યું છે કે, આ વૃદ્ધ દંપતિ હાઇસ્કૂલથી સાથે હતા અને તેમની લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવા અહીં આવ્યા હતા. ત્યારબાદ શુક્રવારે, 29 વર્ષીય ઇજાગ્રસ્ત ત્રીજા વ્યક્તિનું પણ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત યુએસ સિક્રેટ સર્વિસ અને પાર્ક પોલીસના અધિકારીઓ ઘાયલોને પ્રાથમિક સારવાર આપવા માટે દોડી આવ્યા હતા.આ અંગે ઘટનાસ્થળે હાજર ડેવિડ રૂટે કહ્યું કે, મેં ભયંકર અવાજ સાંભળ્યો. મેં મારા આખા જીવનમાં આવું ક્યારેય જોયું નથી. ઈજાગ્રસ્ત લોકો હલનચલન કરી શકતા ન હતા. જેથી સ્થળ પર હાજર લોકો મદદ માટે દોડી આવ્યા હતા.ઉલ્લેખનિય છે કે હોની અનહાઓની ની ઘટનાનાઓ બનતી રહેતી હોઈ છે ત્યારે કેટલીક ઘટનાઓ એવી પણ બને છે કે,જે માનવ સમજની બહારની હોય છે.આવી ઘટનાઓ એકાએક બની જતી હોઈ છે.શુક્રવારની ઘટના વોશિંગ્ટન વ્હાઇટ હાઉસ પાસેના પાર્કમાં એક વૃદ્ધ દંપતી તેમની 56મી મેરેજ એનિવર્સરીની ઉજવણી કરી રહ્યું હતું. આ દરમિયાનવીજળી પડી અને વર્ષગાંઠની ઉજવણી કરી રહેલા એક વૃદ્ધ દંપતી સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતાવ્હાઇટ હાઉસની સામેની શેરી તરફના નાના પાર્ક લાફાયેટ સ્ક્વેર પર વીજળી પડવાની ઘટનાની વાત પણ સ્થાનિક વિસ્તારમાં ફેલાઈ જતા આશ્ચર્ય સર્જાયું હતું.