Vadodara

વોર્ડ નં.10માં સૌથી વધુ 57.71 કરોડ ડિમાન્ડની રકમ બાકી

વડોદરા : મહાનગરપાલિકાના ઓડિટ શાખા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વડોદરા શહેરના તમામ વોર્ડમાં કરવામાં આવ્યું નથી. ડિપાર્ટમેન્ટ દ્વારા 2015- 16 જે ઓડિટ કરવામાં આવ્યું હતું.તેમાં પશ્ચિમ ઝોન ના વોર્ડ 10 માં 51.71 કરોડ રૂપિયાની ડિમાન્ડ જાહેર કરેલી છે. ચીફ ઓડિટ વિભાગ કહે છે કે અમારી જોડે પૂરતો સ્ટાફ નથી.જેના કારણે કામગીરી કરવામાં આવતી નથી. મહાનગરપાલિકાના વિભાગ દ્વારા શહેરના તમામ વોર્ડમાં જમા ઓડિટ કરવામાં આવ્યું નથી.જે તે સમય ના સિનિયર ઓડિટરે  ઓડિટ કવેરી લેટર નંબર 99 થી તારીખ 19 12 2016 ના રોજ પશ્ચિમ ઝોન વૉર્ડ 10 નો પ્રોફેશનલ ટેક્સ 49.82 કરોડ રૂપિયા ની ડિમાન્ડ જાહેર કરેલી છે.

પશ્ચિમ ઝોન ના વૉર્ડ 10 માં ઓડિટ કવેરી નંબર 68/6 10 2016 થી સિનિયર ઓડિટરે જમીન ભાડા રજીસ્ટર ના 2014-15 થી 2015-16 ના બાકી રકમ 1.68 કરોડ ની ડિમાન્ડ કાઢી છે.મેંયર શ્રી ના વૉર્ડ માં લાલીયાવાડી વૉર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસર એમની મોજ મસ્તી માં ફક્ત 2016 ની ફક્ત એક જ વર્ષ  ની 51.71 કરોડ. ની ડિમાન્ડ કાઢી છે. ત્યાર બાદ વૉર્ડ 10 નું ઓડિટ થયું નથી. 2017 થી 2021 સુધી નું ત્યાર બાદ કોઈ ઓડિટ થયું નથી. જો ઓડિટ થાય તો કરોડો ની ઉપર જાય. પ્રોફેશન ટેક્સ ની રિકવરી 50 કરોડ છે. વોર્ડ 10 કચેરી નો મનમાની વહીવટી. જમા આવક/ડિમાન્ડ નો હિસાબજ નહિ. ઉલ્લેખનીય છે કે શ્રીમંત અને મધ્ય વર્ગ ના લોકો આ વિસ્તારમાં રહે છે. સ્ટેશન ગરનાળા થી ગોરવા સુભાનપુર વિસ્તારમાં વૉર્ડ 10 આવે છે.ગર્વ ની વાત તો એ છે કે આ વોર્ડ મેયર શ્રી નો છે.

ઓડિટ ડિપારમેન્ટ ના સૂત્રો માંથી જાણવા મળયુ કે બધા વૉર્ડ માં વોર્ડ નંબર 10 સૌથી વધારે ડિમાન્ડ ની રકમ 2016 -17 સુધી માં અવવલ નંબરે છે.વૉર્ડ 10 પીએફ એ રજીસ્ટર, જમીન ભાડા રજીસ્ટર, બીએમબી રજીસ્ટર, પ્રોફેશન ટેક્સ વગેરી ની કોરોડ માં ડિમાન્ડ બાકી છે.અસિસ્ટન્સ મ્યુનિસિપલ કમિસનર પણ તથા પશ્ચિમ ઝોન ના ડે મ્યુનિસિપલ કમિશનર માટે રિકવરી માટે જવાબદાર છે. રિકવરી. ની સંપૂણ જવાબદારી રેવન્યુ ઓફિસર, વોર્ડ ઓફિસર ની સીધે સીધી રહે છે. તેમની ઉપર સુપરવિઝન ની જવાબદારી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને ડે મ્યુનિસિપલ કમિશનર ની સીધી જવાબદારી છે. વૉર્ડ 10 માં રિકવરી ના ઘોડા માત્ર કાગળ પર દોડે છે.વૉર્ડ કચેરી તથા ઓડિટ વિભાગ વચ્ચે સંકલન નો અભાવ છે.

જીગ્નેશન ગોહિલનો જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ : દેવાંગ ભટ્ટ

વૉર્ડ ઓફિસર દેવાંગ ભટ્ટ ના જણાવ્યા મુજબ ગત વર્ષેની આશરે 60 કરોડ ડિમાન્ડ બાકી છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નર રેવન્યુ ને તમામ વૉર્ડની જવાબદારી  રેવન્યુ જીગ્નેસ ગોહિલનાઓની આવે છે. બાકી ની મોબાઈલ ઓએફસી કેબલ, મોબાઈલ ટાવરની માહિતી મળશે. તેઓએ જવાબદારી માંથી છટકવાનો પ્રયત્ન કર્યો હતો.

ઓડિટ-ડિમાન્ડના આંકડા

ઓડિટ કવેરીલેટર નંબર            રજીસ્ટર ઓડિટ       પિરી.અંડર ડિમાન્ડ    
41/6-8-2016  પીએફએ   2010-11,14,15,  43,5300
68/6-10-2016 જમીનભાડા              2014-15 -15-16       1,68,17,589
88/1-12-2016 પીએફએ   2005-6,2009-10, 4,27,915
100/19-12-2016          બીએમબી     2005-6,2009-10       4,08,025
102/19-12-2016 બીએમબી              2009-10,2014-15      7,37,450
99/19-12-2016   પ્રોફેશનલ ટેક્સ 2016-17, 49,82,77,694

Most Popular

To Top